Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંત ધારાના કડક અમલીકરણ વચ્ચે પોલીસની કાર્યવાહી:ગેરકાયદે નોટરી કરનાર 2 એડવોકેટના લાયસન્સ રદ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત, 14 શખ્સો કાયદાના ભંગ બદલ જેલભેગા

    6 hours ago

    ભાવનગર શહેરમાં અશાંત ધારા (Disturbed Areas Act) ના કડક અમલ માટે ભાવનગર જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં અગાઉ અશાંત ધારા ભંગ બદલ નોંધાયેલા ચાર ગુનાઓ પૈકી ઘોઘારોડ પોલીસ મથકના બે અને નીલમબાગ પોલીસ મથકના એક મળી કુલ ત્રણ કેસોમાં બે નોટરી એડવોકેટો દ્વારા મિલકતોના ખરીદ-વેચાણ તેમજ ભાડા કરાર અંગે ગેરકાયદેસર રીતે નોટરી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. કાયદાનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરનાર આ બંને નોટરી એડવોકેટોના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા માટે ભાવનગર પોલીસ દ્વારા નવી દિલ્હી સ્થિત પ્રિન્સિપલ સેક્રેટરી (ભારત સરકાર) ને સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવી છે. અશાંત ધારા ભંગ બદલ 4 ગુનામાં 14 શખ્સો જેલભેગા આ કડક કાર્યવાહી અંગે વિગતો આપતાં ડીવાયએસપી (DySP) આર.વી. ડામોરે જણાવ્યું હતું કે, ભાવનગર રેન્જ આઈજીપી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) નીતેશ પાંડેય દ્વારા શહેરમાં અશાંત ધારાના કડક અમલીકરણ માટે એલસીબી સહિત તમામ પોલીસ સ્ટેશનોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત અગાઉ ભાવનગર જિલ્લામાં પ્રથમ તેમજ સમગ્ર રાજ્યનો બીજો ગુનો નોંધાયો હતો. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં અશાંત ધારા હેઠળ કુલ 4 ગુના દાખલ કરી કાયદાનો ભંગ કરનારા 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. બંને વકીલો સામે કેન્દ્રમાં લાયસન્સ રદ કરવા રિપોર્ટ પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે ઘોઘારોડ અને નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં સામેલ બે એડવોકેટોએ નિયમોને નેવે મૂકીને અશાંત ધારા હેઠળ આવતી મિલકતોના દસ્તાવેજો તથા ભાડા કરારની ગેરકાયદેસર નોટરી કરી આપી હતી. સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા બદલ આ બંને વકીલો સામે શિક્ષાત્મક પગલાં રૂપે તેમના નોટરી લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવા કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલય/પ્રિન્સિપલ સેક્રેટરીને વિગતવાર અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે શહેરમાં જે જે વિસ્તારોમાં અશાંત ધારા કાયદો અમલમાં છે, ત્યાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર મિલકત ટ્રાન્સફર, બિનઅધિકૃત ખરીદ-વેચાણ કે શંકાસ્પદ ભાડા કરાર જેવી ગતિવિધિઓ ધ્યાને આવે તો તાત્કાલિક ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અથવા સંબંધિત સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, જેથી કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાનૂની પગલાં ભરી શકાય.
    Click here to Read More
    Previous Article
    ખાડીમાં કચરો ફેંકનારાઓ સાવધાન:લિંબાયતમાં ખાડી કિનારે મનપાની ચેકિંગ ગંદકી ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી, ટેમ્પોચાલકને 6 હજારનો દંડ
    Next Article
    Russian Oil या Trump's 100% Tariff, क्या चुनेगा भारत? America लाया नया Tariff कानून। World News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment