Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલાલપોરમાં 2 તસ્કરો ઝડપાયા, 12થી વધુ ગુના ઉકેલાયા:મંદિરોની દાનપેટી ચોરીના પ્રયાસમાં ગુજરાતભરના ભેદ ખુલ્યા

    4 days ago

    નવસારી જિલ્લાના જલાલપોર પોલીસે ચીજગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરીનો પ્રયાસ કરનાર બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. તેમની પૂછપરછમાં નવસારી, સુરત ગ્રામ્ય, સુરત શહેર અને વલસાડ જિલ્લાના 12થી વધુ મંદિરોની દાનપેટીઓમાંથી ચોરી અને ચોરીના પ્રયાસના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગુનામાં વપરાયેલું વાહન પણ કબજે કર્યું છે. ચીજગામના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં રાખેલી દાનપેટીમાંથી ચોરીનો પ્રયાસ થયો હતો. મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ અમરતભાઈ પટેલે સીસીટીવી ફૂટેજ તપાસતા બે અજાણ્યા ઈસમો ચોરીનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. ટ્રસ્ટીએ તાત્કાલિક જલાલપોર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નવસારીના પોલીસ અધીક્ષક રાહુલ પટેલ (IPS)ની સૂચના હેઠળ જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડ અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચોક્કસ બાતમી મળતા બંને આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ બતાવતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સમીર સલીમ ઈરાની (રહે. અલીફનગર, તીઘરા રોડ, નવસારી) અને કમલેશ ભાસ્કર બાગુલ (રહે. મારૂતિનગર, વિજલપોર, જલાલપોર, નવસારી)નો સમાવેશ થાય છે. પોલીસે બંને વિરુદ્ધ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ (BNS) ની કલમ-૩૦૫(ડી), ૬૨, ૫૪ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મતદાર યાદી સુધારણા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય:કહ્યું- SIR ગેરકાયદેસર નથી; ચૂંટણી પંચે 10 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 7.41 કરોડ નામ કાપ્યા
    Next Article
    બોટાદના હરકુઈમાં ₹7.75 લાખની વીજચોરી ઝડપાઈ:PGVCLએ સ્પેશિયલ ડ્રાઈવમાં 304 વીજ જોડાણોની તપાસ કરી, 15 જોડાણધારક સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment