Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડલી સિકોતરમાતા ત્રિમંદિરમાં 2 એપ્રિલે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા:108 કુંડી શતચંડી મહાયજ્ઞ સાથે ત્રણ દિવસીય મહોત્સવ

    9 hours ago

    પાટણ જિલ્લાના વડલી ગામે આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને દેવોના શિખરો તથા મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંવત 2082 ના ચૈત્ર સુદ તેરસથી ચૈત્ર સુદ પૂનમ સુધીના ત્રણ દિવસીય આ મહોત્સવમાં 108 હોમાત્મક કુંડી શતચંડી મહાયજ્ઞ મુખ્ય આકર્ષણ રહેશે. મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા 2 એપ્રિલ, 2026 ના રોજ થશે. આ સંકુલમાં શ્રી સિકોતર માતાજી, બાબા રામદેવપીર, બ્રહ્માણી માતાજી અને અન્ય દેવગણોના નવીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મહોત્સવ દરમિયાન લોકડાયરો અને રાસગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. મહોત્સવનો પ્રારંભ 31 માર્ચ, 2026, મંગળવારના રોજ કળશયાત્રા અને શોભાયાત્રા સાથે થશે. પ્રથમ દિવસે સવારે 7:30 કલાકે કમલેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાનેથી વડલી ગામની પરિક્રમા કરી શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરશે. આ યાત્રામાં હાથી પર હવનના મુખ્ય પાટલાના યજમાનની સવારી નીકળશે. પ્રથમ દિવસે રાત્રે 8:30 કલાકે લોકડાયરો યોજાશે, જેમાં કલાકાર અનુપસિંહ વાઘેલા અને બળવંતભાઈ ચૌધરી પ્રસ્તુતિ આપશે. મહોત્સવના બીજા દિવસે 1 એપ્રિલ, 2026, બુધવારના રોજ યજ્ઞપૂજાના વિવિધ કાર્યો જેવા કે પ્રાતઃ પૂજન, પ્રાસાદ વાસ્તુ અને હોમ કર્મ કરવામાં આવશે. ત્રીજા અને મુખ્ય દિવસે 2 એપ્રિલ, 2026, ગુરુવારના રોજ બપોરે 12:39 કલાકે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. આ સમયે હેલિકોપ્ટર મારફતે મંદિર પર પુષ્પવર્ષાનું પણ આયોજન કરાયું છે, તેમ ભુવાજી વીરચંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. ત્યારબાદ બપોરે 3:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ અને સાંજે 4:00 કલાકે મહાઆરતીનું આયોજન છે. મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે રાત્રે 8:30 કલાકે માનસી કુમાવતના રાસગરબા અને રાત્રે 9:00 કલાકે 501 દીવાની મહાઆરતીના દર્શન યોજાશે. આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું આયોજન ભુવાજી વિરચંદભાઈ વસ્તારામ પ્રજાપતિ પરિવાર અને સમસ્ત ભક્તગણ દ્વારા કરવામાં આવ્યું છે. મહોત્સવમાં વિવિધ સંતો-મહંતોની ઉપસ્થિતિ રહેશે અને ભક્તો માટે ત્રણેય દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રિમંદિર યાત્રાધામમાં ગૌશાળા પણ આવેલી છે. ભુવાજીના સેવકે જણાવ્યું હતું કે, આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આજથી IPLની શરૂઆત:બેંગલુરુએ ટૉસ જીતીને બોલિંગ લીધી, 3 પ્લેયર્સ IPLમાં ડેબ્યૂ કર્યું
    Next Article
    RCB vs SRH LIVE Score, IPL 2026: Abhishek Sharma Survives Scare On 1st Ball, Then Gives Stunning Reply

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment