Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 મહિનામાં જ 100 કરોડના કેફી પદાર્શો:અમદાવાદ ઍરપોર્ટ પરથી પકડાતા ગાંજાના તાર UP-કેરળ સુધી લંબાયા

    5 days ago

    દુનિયાભરમાં સોનાની દાણચોરી માટે જાણીતું બનેલું અમદાવાદ ઍરપોર્ટ હવે ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. માત્ર 2 મહિનામાં જ અહીંથી અંદાજે 100 કરોડ રૂપિયાના નશાકારક પદાર્થો ઝડપાયા છે. તપાસમાં ઉત્તર પ્રદેશ, કેરાલા અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા ડ્રગ્સ કાર્ટેલના તાર સામે આવતાં સેન્ટ્રલ એજન્સીઓએ તપાસ વધુ તીવ્ર બનાવી છે. અમદાવાદ ઍરપોર્ટ પરથી કેટલાક સમયથી ડ્રગ્સ, હેરોઇન અને હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ મહિનામાં જ અંદાજે 72 કરોડના નશાયુક્ત પદાર્થો ઝડપાયા છે જ્યારે 2 મહિનામાં કુલ જપ્તીની રકમ 100 કરોડને પાર પહોંચી છે. તાજેતરમાં સેન્ટ્રલ એજન્સીઓએ ઉત્તર પ્રદેશના એક મુસાફરને ઝડપી તેની પાસેથી આશરે 20 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો. તે પહેલાં 46.50 કરોડના હેરોઇન સાથે એકની ધરપકડ કરાઈ હતી. તપાસ દરમિયાન આ કેસોના છેડા ઉત્તર પ્રદેશ અને કેરાલાના ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે કેરાલાના બે મુસાફરોને પણ હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપ્યા હતા. તપાસ દરમિયાન અનેક આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓનાં નામ બહાર આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મોટા ભાગના કેસોમાં આરોપીઓ ઉત્તર પ્રદેશ, કેરાલા અથવા મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે. આથી આ રાજ્યોની સંગઠિત લોબી અમદાવાદ ઍરપોર્ટ મારફતે ડ્રગ્સ હેરાફેરી ચલાવી રહી હોવાની શંકા મજબૂત બની છે. સેન્ટ્રલ એજન્સીઓ હવે ડ્રગ્સ કાર્ટેલના મૂળ સુધી પહોંચવા માટે સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. મુખ્ય સૂત્રધારોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે . માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા સેન્ટ્રલ એજન્સીઓની કાર્યવાહી શરૂ 2 મહિનામાં જ 100 કરોડના કેફી પદાર્શો સાથે આરોપીઓ પકડાયા સોનાની દાણચોરી માટે હવે ફ્રેશ ચહેરાની શોધ નિષ્ણાતોએ જણાવ્યું કે સોનાની પર ઇમ્પોર્ટ ડ્યુટી વધતાં ઍરપોર્ટ પરથી સોનાની દાણચોરીના પ્રયાસો વધ્યા છે. કસ્ટમ્સ વિભાગે અગાઉ ઝડપાયેલા તમામ કેરિયરોની પ્રોફાઇલ તૈયાર કરી હોવાથી તેઓ ઍરપોર્ટ પર દેખાતાં જ સઘન તપાસ હાથ ધરાય છે. આ કારણે દાણચોર ગેંગો નવા અને અજાણ્યા ચહેરાઓની શોધમાં લાગી ગયા છે. યુવાઓને લાલચ આપીને દાણચોરી માટે ભરતી કરવાની પ્રવૃત્તિ વધી રહી હોવાનું એજન્સીઓએ નોંધ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના નંદેલાવમાં ગેસ કટર સિલિન્ડરમાં આગ:ફાયરની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
    Next Article
    Virat Kohli Teases Gujarat Titans Players During IPL Clash - Video Goes Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment