Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકર્ષક વળતરની યોજનાથી સાવધાન:ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરી રોજના 2 ટકાના દરે 100 દિવસ સુધી ગેરંટેડ વળતરની લાલચ આપી વડોદરાની મહિલાએ ભરૂચના 2 લોકો સાથે 25 લાખની ઠગાઈ આચરી

    9 hours ago

    લોકલથી લઈને ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરીને રોજના 2 ટકા દરે 100 દિવસ સુધી ગેરંટીવાળું વળતર આપવાની લાલચ આપીને વડોદરાની મહિલાએ ભરૂચના 2 લોકો સાથે 25 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હતી અને ત્યારબાદ મહિલા ફરાર થઈ ગઈ છે. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પુરુષોત્તમ પાર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઈ પટેલ (ઉ.વ. 46) એ વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રોકાણના નામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ભરતભાઈ પાનોલીની ખાનગી કંપનીમાં મેન્ટેનન્સ વિભાગમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મિત્તલબેન મહેન્દ્રભાઈ પરમાર દ્વારા સંચાલિત ‘રાધે એન્ટરપ્રાઈઝ’ નામની કંપની દ્વારા રોકાણની આકર્ષક યોજના રજૂ કરવામાં આવી હતી. જેમાં લોકલથી લઈને ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરીને રોજના 2 ટકા દરે 100 દિવસ સુધી ગેરંટીવાળું વળતર આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ જાહેરાતથી પ્રભાવિત થઈ ભરતભાઈએ ટુકડે ટુકડે 13 લાખ RTGS મારફતે રાધે એન્ટરપ્રાઈઝના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેમના મિત્ર રિતેષ પ્રભુદાસ પટેલે પણ રૂ. 12.75 લાખનું રોકાણ કર્યું હતું. આમ બંને મળીને કુલ રૂ. 25.75 લાખ જેટલી રકમ આરોપીને ચૂકવી હતી. મિત્તલબેન પરમારે વિશ્વાસ વધારવા માટે સુરક્ષા તરીકે એક્સિસ બેંકનો રૂ. 13 લાખનો ચેક આપ્યો હતો તેમજ બાદમાં વોટ્સએપ દ્વારા સોગંદનામું પણ મોકલ્યું હતું. તેમ છતાં નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નહોતું. પીડિતોએ અનેક વખત ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ તેઓ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ઓફિસ તેમજ આજવા રોડ સ્થિત રહેઠાણે પહોંચ્યા હતા, જ્યાં ઓફિસ બંધ મળી આવી હતી અને આરોપી મહિલા પણ હાજર મળી આવી નહોતી. જેથી ભરતભાઈ પટેલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મિત્તલબેન મહેન્દ્રભાઈ પરમાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અન્ય લોકો પાસેથી પણ સમાન રીતે નાણાં ઉઘરાવ્યા હોવાની શક્યતા છે. સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણીમાં અશ્લીલ વીડિયો ચાલ્યો:ગીતો પણ વાગ્યા, સ્ક્રીન પર 'હેક' નો મેસેજ દેખાયો; ચીફ જસ્ટિસને સુનાવણી બંધ કરવી પડી
    Next Article
    લોક ગાયક કિર્તિદાન અને SP રાજદીપ ઝાલાને હાઇકોર્ટની નોટિસ:જયેશ પરમારને ગાંધીનગર સાયબર સેલના માણસો ઉઠાવી જઈને ગોંધી રાખવાનો આક્ષેપ હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment