Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા પ્રીમિયર લીગ સીઝન-2નો 1 જૂનથી પ્રારંભ:એલેમ્બિક વોરિયર્સ અને પ્રુથવી પેન્થર્સ વચ્ચે પ્રથમ મુકાબલો, કેન્યા ક્રિકેટ બોર્ડના પ્રમુખ હાજરી આપશે

    10 hours ago

    વડોદરા શહેરના ક્રિકેટપ્રેમીઓ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે બરોડા પ્રીમિયર લીગ (BPL) સીઝન-2નો આજથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. BPL સીઝન-1ની જબરદસ્ત સફળતા બાદ શરૂ થઈ રહેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ફરી એકવાર વડોદરામાં ક્રિકેટનો ઉત્સાહ, રોમાંચ અને સ્પર્ધાત્મક માહોલ સર્જવા તૈયાર છે. પાંચ ટીમો મેદાનમાં ઉતરશે આ સિઝનમાં એલેમ્બિક વોરિયર્સ, અમી સુપર એવેન્જર્સ, A4 પાવર સ્ટ્રાઈકર્સ, ડાયમંડ ડેઝલર્સ અને પ્રુથવી પેન્થર્સ સહિત કુલ પાંચ ટીમો મેદાનમાં ઉતરશે. BPLના ઓક્શન ફોર્મેટને કારણે તમામ ટીમોમાં અનુભવી અને પ્રતિભાશાળી ખેલાડીઓનો સમાવેશ થયો હોવાથી દરેક ટીમ મજબૂત અને સંતુલિત દેખાઈ રહી છે. જેના કારણે ટુર્નામેન્ટના તમામ મુકાબલાઓ રોમાંચક બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટુર્નામેન્ટની તમામ મેચો કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ મેચમાં ગત સિઝનની ચેમ્પિયન એલેમ્બિક વોરિયર્સ ટીમનો મુકાબલો પ્રુથવી પેન્થર્સ સામે થશે. આ મેચનો ટોસ બપોરે 2:00 વાગ્યે થશે, જ્યારે મેચનો પ્રારંભ બપોરે 2:30 વાગ્યે થશે. જ્યારે દિવસની બીજી મેચમાં ગત સિઝનની રનર્સ-અપ ટીમ અમી સુપર એવેન્જર્સ અને A4 પાવર સ્ટ્રાઈકર્સ વચ્ચે જંગી ટક્કર જોવા મળશે. આ મેચનો ટોસ સાંજે 7:00 વાગ્યે યોજાશે, જ્યારે મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. 2 જૂને પણ રોમાંચક મુકાબલાઓ ટુર્નામેન્ટની આગામી મેચો 2 જૂનના રોજ રમાશે. જેમાં બપોરે 2:00 વાગ્યે એલેમ્બિક વોરિયર્સ અને ડાયમંડ ડેઝલર્સ વચ્ચે મુકાબલો થશે. ત્યારબાદ સાંજે 7:00 વાગ્યે Toss બાદ 7:30 વાગ્યે પૃથ્વી પેન્થર્સ અને A4 પાવર સ્ટ્રાઈકર્સ વચ્ચે રોમાંચક મેચ રમાશે. ટુર્નામેન્ટના તમામ મુકાબલાઓ 14 જૂન સુધી ચાલુ રહેશે. ઉપરાંત તમામ ટીમો માટે તૈયાર કરાયેલા વિશેષ Anthems દર્શકોને અનોખો અને યાદગાર અનુભવ કરાવશે. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્યા ક્રિકેટ બોર્ડના પ્રમુખ ભાવેશ ગોહિલ વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. તેમની હાજરી ટુર્નામેન્ટના ગૌરવમાં વધુ વધારો કરશે તેવી લાગણી ક્રિકેટ વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે. ક્રિકેટપ્રેમીઓ માટે ખાસ વાત એ છે કે BPL સીઝન-2ની તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar પર કરવામાં આવશે. જ્યારે ક્રિકસેન્ટર એપ્લિકેશન મારફતે દર્શકો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત અપડેટ્સ પણ મેળવી શકશે. આયોજકોને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ મેદાનમાં ઉપસ્થિત રહી BPL સીઝન-2ના ભવ્ય ઉદ્ઘાટન તેમજ રોમાંચક મુકાબલાઓનો આનંદ માણશે અને વડોદરાની આ પ્રતિષ્ઠિત ક્રિકેટ ટુર્નામેન્ટને વધુ સફળ બનાવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ગુજસીટોકનો ફરાર આરોપી ઝડપાયો:કોપર વાયરની ચોરી કરતા 3 શખ્સો પકડાયા, યુવાન પાસેથી લીધેલા રોકડા નાણા ફોન-પેમાં ન આપી છેતરપિંડી
    Next Article
    Chhota Udepur Heavy Rainfall | ભારે પવન સાથે થયેલા વરસાદે ભારે તારાજી સર્જી | Strong winds | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment