Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્રાણમાં ઝૂંપડીમાં ચાલતા બુટલેગરોના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી:લક્ઝુરિયસ કાર અને દારૂ સહિત 19.94 લાખનો મુદ્દામાલ જપ્ત, દારૂ વેચવા ₹25 હજારના માસિક પગારે માણસો રાખ્યા હતા

    1 day ago

    સુરતના ઉત્રાણ DGVCL અને પાવર હાઉસ વચ્ચે આવેલા જાહેર રોડ પર પ્લાસ્ટિકની તાડપત્રીવાળી ઝૂંપડી બનાવી વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા બુટલેગરોના નેટવર્ક પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. SMCની આ કાર્યવાહીમાં સ્થળ પરથી 4.54 લાખની કિંમતની 1,322 વિદેશી દારૂની બોટલો, હોન્ડા સિટી અને ઈનોવા કાર, 2 મોબાઈલ તથા રોકડ રકમ મળીને કુલ 19,94,158નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 25,000 પગાર અને રહેવા-જમવાની સુવિધા સાથે નોકરી SMCની તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય બુટલેગર મુકેશ દામુભાઈ સૈદાણેએ દારૂ વેચવા ઉત્તર પ્રદેશથી માણસો બોલાવી નોકરી પર રાખ્યા હતા. આ યુવકોને માસિક 25,000 પગાર ઉપરાંત રહેવા અને જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. પગારદાર માણસો રાખીને આખો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો હતો. ઝૂંપડીમાંથી UPના બે સાગરીતો રોકડ સાથે ઝડપાયા પોલીસ દરોડા દરમિયાન ઝૂંપડીમાંથી દારૂનું વેચાણ કરી રહેલા ઉત્તર પ્રદેશના વતની દીપકકુમાર ઓમપ્રકાશ દીક્ષિત (ઉં.વ. 29, રહે. ઉન્નાવ, યુ.પી.) અને અમન રાજકુમાર પટેલ (ઉં.વ. 19, રહે. બનારસ, યુ.પી.)ને ₹13,800 રોકડા તથા દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. લક્ઝુરિયસ કારમાંથી સપ્લાય થતો હતો દારૂનો જથ્થો મુખ્ય આરોપી મુકેશ સૈદાણે પોતાની હોન્ડા સિટી કાર (GJ-01-RS-0003) અને ઈનોવા કાર (GJ-01-RS-0003)માં દારૂનો મોટો જથ્થો છુપાવી રાખતો હતો. ગ્રાહકોની જરૂરિયાત મુજબ આ લક્ઝુરિયસ કારમાંથી માલ ઝૂંપડી સુધી પહોંચાડવામાં આવતો હતો. પોલીસે બંને લક્ઝુરિયસ ગાડીઓમાંથી પણ મોટી માત્રામાં વિદેશી દારૂ કબજે કર્યો છે. મુખ્ય બુટલેગર મુકેશ સૈદાણે સહિત સાગરીતો વોન્ટેડ ઈ-ગુજકોપ મારફતે હિસ્ટ્રી ચેક કરતા બહાર આવ્યું કે, મુખ્ય આરોપી મુકેશ સૈદાણે સામે અગાઉ પણ અમરોલી અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા પાસા/જીપી એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓ સહિત મુખ્ય સૂત્રધાર મુકેશ સૈદાણે, રોનક અને વિજય ફુટ સામે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના કોટડાસાંગાણીની સરકારી કોલેજ વિવાદમાં:130 માંથી 32 સીટ પર જ પ્રવેશ છતાં એડમિશનની મનાઈ, રોસે ભરાયેલા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં એડમિશન લેવા લાગ્યા
    Next Article
    શ્રાવણમાં બહારની પેટીસ ખાતા હોય તો સાવધાન !:રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા 37 પેઢીઓમાં ચેકિંગ કરી 53 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, 5 વેપારીઓને નોટિસ અને 6,500 દંડ, 12 નમૂના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment