Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના કોટડાસાંગાણીની સરકારી કોલેજ વિવાદમાં:130 માંથી 32 સીટ પર જ પ્રવેશ છતાં એડમિશનની મનાઈ, રોસે ભરાયેલા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં એડમિશન લેવા લાગ્યા

    1 day ago

    રાજકોટના કોટડાસાંગાણીની સરકારી આર્ટસ કોલેજમાં સીટ ખાલી હોવા છતાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોસ જોવા મળી રહ્યો છે. GCAS (ગુજરાત એડમિશન સર્વિસ પોર્ટલ) મારફત ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પ્રવેશના 9 રાઉન્ડ બાદ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા તેઓ અન્ય ખાનગી કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છે. 130 ની ઇન્ટેક કેપેસિટી સામે 32 એડમિશન થવા છતાં પણ પ્રવેશ ન મળતા દિવ્ય ભાસ્કર ડિજિટલ સમક્ષ વિદ્યાર્થીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના આદેશ મુજબ, હાલ GCAS મેરીટ મુજબની પરંતુ કોલેજો સીધા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે છે. આમ છતાં પણ કોલેજ દ્વારા GCAS મૂજબ મેરીટનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જોકે તેની સામે પ્રિન્સિપાલના જણાવ્યા પ્રમાણે, આજથી એડમિશનનો 10 મો રાઉન્ડ શરૂ થતા GCAS ના મેરિટ મૂજબ ઓફર લેટર આપવાનું શરૂ થશે. કોઈ વિદ્યાર્થીઓને એડમિશન ન આપવું તેવો કોઈ ઈરાદો નથી. વિદ્યાર્થી સિદ્ધરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગત 18 મે ના રોજ કોટડાસાંગાણીની ઠાકોર શ્રી મુળવાજી વિનયન કોલેજમાં એડમિશન માટે જીકાસ પોર્ટલમાં અરજી કરી હતી. મેં ફી પણ આપેલી છે અને એડમિશન પણ સબમિટ થયેલું છે. અરજી કર્યાના ત્રણ મહિના પછી પણ પ્રિન્સિપાલ તરફથી મને કોઈ અરજી લેટર આપવામાં આવ્યો નથી. જ્યારે મેં પ્રિન્સિપાલને ઓફર લેટર માટેનું પૂછ્યું ત્યારે મને એને મૌખિકમાં એમ કહ્યું કે તારું મેરિટ લિસ્ટમાં નામ છે નહીં. કોલેજમાં જાણ મુજબ ખાલી 31 એડમિશન થયા છે. તેની સામે 240 સીટ ખાલી છે. તો મેરિટ લિસ્ટ બનવાનો કોઈ સવાલ આવતો જ નથી. પ્રિન્સિપાલ અલ્પેશ જોશી અમને ભણવાથી વંચિત રાખવા માંગે છે. મારા ધ્યાનમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેને પ્રિન્સિપાલે મૌખિક ઉદ્ધત જવાબ આપ્યો છે. એડમિશન ન આપવાનું કારણ શું? જ્યારે અન્ય વિદ્યાર્થી હિરેન ચોરાડાએ જણાવ્યું હતું કે, ગત 12 મે ના કોટડાસાંગાણીની વિનયન કોલેજમાં એડમિશન માટે GCAS પોર્ટલ પર અરજી કરી હતી. પરંતુ આજ દિન સુધી મને કોલેજમાંથી ઓફર લેટર આપવામાં આવ્યો નથી. જ્યારે મેં કોલેજના પ્રિન્સિપાલ અલ્પેશ જોશી કહ્યું કે મારું મેરિટ લિસ્ટમાં નામ કેટલામું છે ? તો એમને મને કહ્યું કે તારું નામ મેરિટ લિસ્ટમાં નથી. એમને મને ચેમ્બરમાં અંદર જ આવવા ન દીધો અને બહારથી વાત કર એમ કીધું. કોલેજમાં ફક્ત 31 જ એડમિશન થયા છે. તેની સામે 240 જગ્યાઓ ખાલી છે. તો મેરિટ લિસ્ટનો કોઈ પ્રશ્ન જ આવતો નથી.
    Click here to Read More
    Previous Article
    મૃત્યુદંડની સજાની રીત બદલાશે નહીં:સુપ્રીમે ફાંસી સિસ્ટમ ખતમ કરવાની અરજી ફગાવી, મોત માટે ઝેરી ઇન્જેક્શન કે ગોળી મારવાની માંગ કરવામાં આવી હતી
    Next Article
    ઉત્રાણમાં ઝૂંપડીમાં ચાલતા બુટલેગરોના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી:લક્ઝુરિયસ કાર અને દારૂ સહિત 19.94 લાખનો મુદ્દામાલ જપ્ત, દારૂ વેચવા ₹25 હજારના માસિક પગારે માણસો રાખ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment