Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરના હાટકેશ્વર મંદિરના ટ્રસ્ટીઓને રાતોરાત દૂર કરી વહીવટદાર નિમાયા:ચેરિટી કમિ. કચેરીએ રાત્રે બે વાગ્યે મંદિર ટ્રસ્ટનો કબજો લીધો, 1993થી રેકોર્ડ પર કોઈ ટ્રસ્ટી જ નહીં

    1 week ago

    મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ ગણાતા વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટ અને સત્તા મેળવવા અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. મહેસાણા જોઈન્ટ ચેરિટી કમિશનર દ્વારા મંદિરનો વહીવટ ચલાવતા હાલના ટ્રસ્ટીઓને ગેરકાયદેસર ઠરાવી તાત્કાલિક ધોરણે હટાવવાનો હુકમ કર્યો છે અને સંસ્થાનો વહીવટ સંભાળવા માટે વહીવટદારની નિમણૂક કરી દીધી છે. આ કાનૂની આદેશના પગલે ચેરિટી કમિશનરની કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે અડધી રાત્રે બે વાગ્યે મંદિરનો કબ્જો લેવા પહોંચતા ભારે ગરમાવો આવી ગયો છે. જોકે, હાલના કહેવાતા ટ્રસ્ટીઓ કચેરી તેમજ અન્ય રૂમોને તાળા મારીને જતા રહ્યા હતા. ચેરિટી કમિશનર કચેરીના સ્ટાફ દ્વારા કાયદાકીય રીતે મંદિરના વહીવટનો કબજો લેવામાં આવ્યો હતો. મંદિરના વહીવટને લઈ વિવાદ થતા મામલે ચેરિટી કમિશરની કોર્ટમાં પહોંચ્યો હતો આ વિવાદ અંગે વિગતવાર માહિતી આપતા મંદિરના મુખ્ય પૂજારી અને મૂળ વાંધેદાર જયંતભાઈ કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, આ મંદિરમાં વર્ષોથી ગેરબંધારણીય રીતે ટ્રસ્ટીઓ બની બેઠેલા લોકો ગેરવહીવટ ચલાવી રહ્યા હતા. તેની સામે લાંબા સમયથી કાનૂની લડત ચાલી રહી હતી. ચેરિટી કમિશનરની કોર્ટમાં આ બાબતે નાગરો પૈકીના સુભાષભાઈ ભટ્ટ, નીલકંઠભાઈ ધોળકિયા, જયેશભાઈ મહેતા અને ચેતનાબેન બુચ દ્વારા પણ વહીવટમાં ગેરરીતિ અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અપીલને માન્ય રાખીને જોઈન્ટ ચેરિટી કમિશનરે ગેરકાયદેસર ટ્રસ્ટીઓને નાબૂદ કરવાનો અને વહીવટદાર નીમવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. અદાલતે સ્વીકાર્યું છે કે હાલના ટ્રસ્ટીઓ બંધારણ મુજબ આવ્યા નથી. કોર્ટના આદેશ બાદ રાત્રે 2 વાગ્યે મંદિરના વહીવટનો કબજો લેવાયો ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જય પંડ્યાએ આ અંગે કાનૂની પક્ષ રાખતા જણાવ્યું કે, હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંસ્થાન (રજીસ્ટર નંબર એ/533-મહેસાણા)માં વર્ષ 1993થી ગેરકાયદેસર વહીવટ ચાલી રહ્યો હતો, જેનો હવે કાયદાકીય રીતે અંત આવ્યો છે. અગાઉના ટ્રસ્ટીઓએ ખોટી રીતે ફેરફાર અરજીઓ મંજૂર કરાવી સત્તા મેળવી લીધી હતી. ચેરિટી કમિશનરે ગત તારીખ 12 જૂન, 2026ના રોજ સાંજે સાત વાગ્યાના સુમારે તાત્કાલિક ધોરણે મહેસાણા ચેરિટી કમિશનર કચેરીના નિરીક્ષકને વહીવટદાર તરીકે નીમવાનો આદેશ કર્યો હતો. આ ઓર્ડરની બજવણી કરવા માટે તંત્ર રાત્રે બે વાગ્યે પોલીસ પ્રોટેક્શન સાથે ગયું હતું, પરંતુ બની બેઠેલા ટ્રસ્ટીઓએ તાળા મારીને ચાવીઓ ન આપીને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા છે. હાલમાં મંદિરનો વહીવટ મહેસાણા ચેરિટી કમિશનરના નિરીક્ષક સંભાળશે. ટ્રસ્ટીઓને લઈ લાંબા સમયથી વિવાદ ચાલતો હતો પાટણના નાયબ ચેરિટી કમિશનર અને મહેસાણાના ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર વી. એન. વસાવાએ આ સમગ્ર મામલે સત્તાવાર ખુલાસો કરતા જણાવ્યું કે, આ ટ્રસ્ટમાં વર્ષ 1993 પછીથી ઓફિશિયલ રેકોર્ડ પર કોઈ કાયદેસરના ટ્રસ્ટી નહોતા અને બંને પક્ષો વચ્ચે ભારે તકરાર ચાલતી હતી. જોઈન્ટ ચેરિટી કમિશનરશ્રી સમક્ષ થયેલી 41-A ની અરજી અન્વયે ગત તારીખ 12 જૂન,2026ના રોજ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં બેંક મેનેજરો સહિત કુલ 30 જેટલા પક્ષકારો સામેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, હુકમ બાદ રાત્રે કહેવાતા ટ્રસ્ટીઓનો ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હોવાથી રાત્રે જ અધિકારીઓની ટીમે તેમના ઘરે જઈને ઓર્ડરની નકલ ચોંટાડીને બજવણી કરી દીધી છે. હવે આગામી 15મી જૂનના રોજ તમામ ટ્રસ્ટીઓને ટ્રસ્ટની ઓફિસે હાજર રહેવા કડક સૂચના અપાઈ છે જેથી કાયદેસરની આગળની પ્રક્રિયા થઈ શકે. જ્યાં સુધી આગામી છ મહિનામાં નિયમોનુસાર અને કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી નવા ટ્રસ્ટીઓ મંડળની રચના ન થાય, ત્યાં સુધી ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર મહેસાણા, નિરીક્ષક વી. એન. વસાવા તેમજ હાર્દિક બેલીમચ્ચા દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે આ વહીવટ સંભાળવામાં આવશે. બીજી તરફ જૂના ટ્રસ્ટીઓ પણ કોર્ટના દ્વાર ખટખટાવી કાનૂની લડત આપવાના મૂડમાં હોવાથી આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    UPમાં પોલીસ સ્ટેશનમાં છરી મારીને પિતાએ કરી દીકરીની હત્યા:ભાગીને લવ મેરેજ કરી લીધા હતા, છોકરો બીજી જ્ઞાતિનો હતો; સમાજમાં બદનામી થવાથી નારાજ હતા
    Next Article
    વડોદરા એરપોર્ટ પર 15 જૂને ‘યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી:મુસાફરોનું પરંપરાગત શૈલીમાં કરાશે ખાસ સ્વાગત, બ્લડ ડોનેશન અને રક્તદાન કેમ્પનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment