Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરે સ્વામિનારાયણ ભગવાનનો 196મો અંતર્ધાન દિન ઉજવાયો:પ્રેમવત્સલદાસજીએ કહ્યું જીવન વ્યસનમુક્ત બનાવીએ તે જ સાચી શ્રદ્ધાંજલિ

    12 hours ago

    મણિનગર સ્થિત સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે જેઠ સુદ દશમ, બુધવાર, 24 જૂનના રોજ સ્વામિનારાયણ ભગવાનના 196મા અંતર્ધાન દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો અને હરિભક્તો દ્વારા હરિનો પુષ્પોથી અભિષેક કરાયો હતો અને કીર્તનભક્તિ પારાયણનું આયોજન થયું હતું. આ પ્રસંગે પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના જીવન અને કવન પર પ્રવચન આપ્યું હતું. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,"સ્વામિનારાયણ ભગવાનનો અંતર્ધાન દિન એટલે તેમણે બતાવેલા સત્ય, સદ્ગુણ અને ભક્તિના માર્ગે ચાલવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. આપણું જીવન વ્યસનમુક્ત, નીતિમય અને સદાચારમય બનાવીએ તે જ તેમના ચરણોમાં સાચી શ્રદ્ધાંજલિ છે." તેમણે વધુમાં કહ્યું કે,"શ્રીજીમહારાજે આપેલા નૈતિક મૂલ્યો, સદાચાર અને સંસ્કારની જ્યોત આપણે સદાય પ્રજ્વલિત રાખવી જોઈએ. ભગવાનનું જીવન આજના યુવાનો માટે પ્રેરણાદાયી છે. ભૌતિક વિકાસની સાથે ચારિત્ર્યની શુદ્ધિ પણ અનિવાર્ય છે. આપણા દિવસનો પ્રારંભ અને અંત મોબાઈલ દર્શનથી નહીં, પરંતુ ભગવાનના દર્શન અને પ્રાર્થનાથી થવો જોઈએ." વડીલોએ પોતાનું શેષ જીવન ભક્તિમય બનાવવું જોઈએ. પરિવારમાં બાળકો અને કિશોરોને ભગવાનના પ્રેરણામય જીવન ચરિત્રો શીખવવા જોઈએ. પરિવારમાં સંપ અને સુહૃદભાવ વધુ દ્રઢ બને તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને માત્ર 28 વર્ષના સમયગાળામાં અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો કર્યા હતા. તેમણે અનેક મંદિરો, શાસ્ત્રો અને સંતો દ્વારા જનસમાજનું ઉત્થાન કર્યું અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા તથા તેનું સંવર્ધન કરવા ગુજરાતના ગામડે ગામડે વિચરણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર કલેક્ટરે લખતર તાલુકાની મુલાકાત લીધી:વહીવટી, આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કરી અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા
    Next Article
    બોમ્બે મેટલ શાળામાં 99 વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ:વેદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત, શૈક્ષણિક કીટનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment