Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેકબાઉન્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:ગીર સોમનાથ પોલીસે રૂ. 19.50 લાખના દાવા સાથે ત્રણ સજા વોરંટ હેઠળ આરોપીને ઝડપ્યો

    8 hours ago

    ગીર સોમનાથ પોલીસે ચેક બાઉન્સ કેસમાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સામે કુલ રૂ. 19.50 લાખના દાવા સાથે ત્રણ અલગ-અલગ કોર્ટના સજા વોરંટ અમલમાં હતા. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાએ જિલ્લાભરમાં સજા વોરંટ અને પકડ વોરંટના આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.આર. ગોસ્વામીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના બીટ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરસુખ સુરાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેશ પુંજાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હિતેષ ભીમાભાઈએ સંયુક્ત બાતમીના આધારે આદ્રી ગામ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ અબ્દુલકરીમ જમાલ કબીરાણી (ઉંમર 50) છે, જે સુપાસી ગામ, મસ્તાના મંજિલ, મફતીયાપરા વિસ્તાર, તા. વેરાવળ, જી. ગીર સોમનાથનો રહેવાસી છે. પોલીસ તપાસમાં તે વેપાર ધંધા સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. આરોપી સામે ધી-નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ કલમ-138 હેઠળ કુલ રૂ. 19,50,000ના દાવા સાથે ત્રણ સજા વોરંટ અમલમાં હતા. જેમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ, વેરાવળ કોર્ટના ક્રિમિનલ એપ્લિકેશન નં. 69/2024 માં એક વર્ષની સાદી કેદ, ક્રિમિનલ એપ્લિકેશન નં. 92/2024 માં બે વર્ષની સાદી કેદ, અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વેરાવળ કોર્ટના ફોજદારી કેસ નં. 997/2020 માં એક વર્ષની સાદી કેદનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીને ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ નામદાર કોર્ટના આદેશ મુજબ જુનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત:ગાયનું ચામડું ઉતારી રહ્યા હોવાનો આરોપ લગાવી માર માર્યો હતો; દાયકા પછી સેશન્સ કોર્ટનો ચૂકાદો, 38 નિર્દોષ
    Next Article
    Arc Raiders' AI Voice Lines Were Re-Recorded by Human Actors After Launch, Says Embark CEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment