Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ:સરેરાશ 19.5 MM વરસાદ નોંધાયો;લખતરના ભાથરિયામાં બે વીજપોલ ધરાશાયી

    17 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાનો સરેરાશ વરસાદ 19.5 મી.મી. નોંધાયો છે. જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ, લખતર તાલુકામાં સૌથી વધુ 40 મી.મી. વરસાદ નોંધાયો હતો, જે રાત્રે 2 થી 4 વાગ્યાના ગાળામાં પડ્યો હતો. ત્યારબાદ ચુડા તાલુકામાં કુલ 39 મી.મી. વરસાદ નોંધાયો, જેમાં રાત્રે 12 થી 2 વાગ્યા દરમિયાન 20 મી.મી., 2 થી 4 વાગ્યા દરમિયાન 15 મી.મી. અને સવારે 4 થી 6 વાગ્યા વચ્ચે 4 મી.મી. વરસાદનો સમાવેશ થાય છે. દસાડા તાલુકામાં રાત્રે 2 થી 4 વાગ્યાના સમયગાળામાં 29 મી.મી. વરસાદ નોંધાયો હતો. લીંબડી તાલુકામાં કુલ 23 મી.મી. વરસાદ પડ્યો, જેમાં રાત્રે 12 થી 2 દરમિયાન 17 મી.મી. અને વહેલી સવારે 4 થી 6 દરમિયાન 6 મી.મી.નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ધ્રાંગધ્રા તાલુકામાં 20 મી.મી., વઢવાણ તાલુકામાં 18 મી.મી., મૂળી તાલુકામાં 11 મી.મી. અને સાયલા તાલુકામાં 8 મી.મી. વરસાદ નોંધાયો છે. આ તમામ તાલુકાઓમાં રાત્રે 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદ પડ્યો હતો. જ્યારે થાનગઢ તાલુકામાં 5 મી.મી. અને ચોટીલા તાલુકામાં 2 મી.મી. વરસાદ નોંધાયો, જે જિલ્લાના અન્ય વિસ્તારોની સરખામણીમાં ઓછો હતો. આ બંને તાલુકાઓમાં પણ રાત્રિના 2 થી 4 વાગ્યા દરમિયાન જ વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભારે પવનના કારણે લખતર તાલુકાના ભાથરીયા ગામે બે વીજપોલ ધરાશાયી થયા હતા. ચાલુ હેવી લાઇનના આ વીજપોલ પડવાથી ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. ગામના સરપંચ મહેશભાઈ મેણીયાને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે દુર્ઘટના ટાળવા માટે વીજપોલ પડેલા રસ્તા પર અવરજવર બંધ કરાવી હતી અને લખતર પીજીવીસીએલને જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    માળિયામાં જૂની અદાવતમાં આધેડની હત્યા:સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું; શહેર ભાજપ પ્રમુખ સહિત 6 સામે ગુનો
    Next Article
    પંજાબના લુધિયાણામાં કૃષિ સંસદીય સમિતિની બેઠક યોજાઈ:ખેડૂતોની આવક, કૃષિ શિક્ષણ સુધારવા પર મંથન, મોહાલીની 'વેરકા ડેરી'ની મુલાકાત લીધી, દમણના MP ઉમેશ પટેલ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment