Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લામાં 19.42 લાખ મતદારો:ફાઈનલ મતદાર યાદીમાં મનપાના 1થી 18 વોર્ડમાં 9.85 લાખ, 11 તાલુકાઓમાં 9.56 લાખ વોટર્સ

    6 days ago

    રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 19,42,474 મતદારો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 ને લઈને શહેરના તમામ 18 વોર્ડની ફાઈનલ મતદાર યાદી આજે 1 એપ્રિલના સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં 1થી 18 વોર્ડમાં ગતવર્ષે, 10,93,991 મતદારો સામે ચાલુ વર્ષે 9,85,952 મતદારો નોંધાયા છે. એટલે કે 1 લાખથી વધુ મતદારો ઘટયા છે. જ્યારે બુથ અગાઉના 991થી વધીને 1016 થયા છે. આ ઉપરાંત જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા પણ ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ છે જેમાં 11 તાલુકાના 202 વોર્ડમાં 9,56,522 મતદારો હોવાનું જાહેર થયું છે. જ્યાં 36 સીટ અને 1189 પોલિંગ સ્ટેશન છે. રાજકોટ મહાપાલિકાના ચૂંટણી શાખાના મેનેજર પ્રણય પંચાલે જણાવ્યું હતું કે, ગત 23 માર્ચના શહેર વિસ્તારની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. જ્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 1 થી 18 વોર્ડ મા ગત વર્ષના 10,93,991 મતદારો હતા. જોકે તાજેતરમાં SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ કરવામાં આવી. જેમાં ગેરહાજર મતદારો, એક જ મતદારનુ બે જગ્યાએ નામ, શિફ્ટ થયેલા તેમજ મૃત્યુ પામેલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે 9,85,952 થયા છે. આ કુલ મતદારોમાં 5,10,086 પુરુષો, 4,75,848 સ્ત્રીઓ અને 18 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી શાખાના જણાવ્યા અનુસાર, મતદારોની સુવિધા માટે આ વખતે મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરમાં 991 બૂથ હતા. જેમાં 25 બુથનો વધારો કરીને હવે કુલ 1016 બૂથ નક્કી કરવામાં આવ્યા છે. ભૌગોલિક રીતે જોતા, સૌથી વધુ 90 બૂથ વોર્ડ નંબર 11 માં અને સૌથી ઓછા 42 બૂથ વોર્ડ નં 5 માં રાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લાની ફાઈનલ મતદાર યાદી પણ જાહેર થઈ હતી. કલેક્ટર કચેરીના ચૂંટણી અધિકારી અને એડિશનલ કલેકટરના ચાર્જમાં રહેલા નારણ મૂછાળે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 202 વોર્ડની 36 સીટ પર 1189 પોલિંગ સ્ટેશન છે. જ્યાં 9,56,522 મતદારો છે. જેમાં રાજકોટ તાલુકામાં સૌથી વધુ 1,34,482 અને જસદણમાં 1,24,646 મતદારો છે. જ્યારે લોધિકામાં સૌથી ઓછા 46,602 મતદારો છે.
    Click here to Read More
    Previous Article
    કેમ છે નવસારીનો વોર્ડ નંબર 13 સૌથી પાવરફૂલ?:પાલિકાની કામગીરી પર જનતા કેમ નારાજ?, નવી મનપા બન્યા બાદ મતદારોની શું આશા?; આ વોર્ડ નક્કી કરશે મેયરની ખુરશી!
    Next Article
    Ahmedabad Political News | અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment