Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત ફોજદારને તગડા નફાની લાલચ ભારે પડી:ગાંધીનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દંપતીએ 1.94 કરોડનું ફુલેકું ફેરવ્યું, અગાઉ ફોજદાર વિરુદ્ધ વ્યાજખોરી - દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયેલો

    7 hours ago

    ગાંધીનગરમાં નિવૃત ફોજદારને શેરબજારમાં ઊંચા નફા અને સાબરમતી ગેસના કોન્ટ્રાક્ટની લાલચ આપી સરગાસણના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દંપતીએ 1 કરોડ 94 લાખ 75 હજારનું ફુલેકું ફેરવ્યું હોવાની ફરિયાદ સેકટર 7 પોલીસ મથકે નોંધાઈ છે. ઉલ્લેખનીય છેકે, ગત માર્ચ મહિનામાં ઉક્ત ગુનાના આરોપીના ગૃહ વિભાગમાંથી વય નિવૃત થયેલા પિતાને દસ લાખના ધિરાણ સામે 90 લાખ પડાવી વધુ દોઢ કરોડ માટે આપઘાત કરવા મજબૂર કરવા બદલ નિવૃત ફોજદાર વિરુદ્ધ પણ સાંતેજ પોલીસ મથકે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયેલો છે. ઊંચા વળતરની લાલચ આપી અલગ અલગ રોકાણ કરાવી રૂ. 1.94 કરોડ પડાવ્યા ગાંધીનગર સેક્ટર-5બી ખાતે રહેતા આઇબી વિભાગમાંથી નિવૃત થયેલા ફોજદાર શૈલેષભાઈ બચુભાઈ નાયક સરગાસણ મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતા CA દંપતિ જ્વલિન ઉર્ફે જય પ્રકાશભાઈ નાયક અને તેમના પત્ની બોસ્કી જ્વલિનની સાસરી પક્ષે દૂરના સગા થાય છે. જેતે સમયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દંપતિ ફોજદારનું ઇન્કમટેક્સ રિટર્ન પણ ભરતા હતા.જેથી પરિવારની આર્થિક સ્થિતિથી સંપૂર્ણ વાકેફ હતા. ત્યારે વર્ષ 2024 દરમિયાન દંપતીએ ફોજદારના ઘરે જઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઊંચી જગ્યાએ રોકાણ કરી ભારે નફો કમાઈ આપવાની વાત કરી હતી. અને જ્વલિન નાયકે દાવો કર્યો હતો કે તે સાબરમતી ગેસ કંપનીમાં CA તરીકે નોકરી કરે છે અને કોન્ટ્રાક્ટરોના બિલો તેની સહીથી મંજૂર થાય છે.કોન્ટ્રાક્ટરોના રોકડ ખર્ચ માટે ભાગીદારીમાં નાણાં રોકવાથી મોટો નફો મળશે તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. આ લોભામણી વાતોમાં આવીને ફોજદારે પોતાની અંગત બચત તથા સગા સંબંધીઓ પાસેથી ટુકડે-ટુકડે રોકડા રૂપિયા 54 લાખ દંપતીને આપ્યા હતા. ત્યારબાદ સાબરમતી ગેસના અન્ય એક મોટા કોન્ટ્રાક્ટમાં ભાગીદારી અપાવવાની વાત કહી વધુ રૂ. 47 લાખ રોકડા કઢાવ્યા હતા. ઉપરાંત ઠગ દંપતીએ શેરબજારનું મોટું જ્ઞાન હોવાનું જણાવી ફોજદારના નામે એન્જલ વન એપ્લિકેશન પર ઓનલાઈન ડીમેટ ખાતું ખોલાવીને સંચાલન તેઓ પોતે જ કરતા હતા. જેના થકી લોગિન આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખી ઓટીપી મેળવીને તથા રૂબરૂમાં મોબાઈલ લઈને કુલ 80 લાખ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત હાથ ઉછીના અન્ય રૂ. 13.75 લાખ મેળવીને કુલ રૂ. 1,94,75,000 પડાવી લીધા હતા. પરંતુ જ્યારે ફોજદારે નફા સાથે રકમ પરત માંગી ત્યારે દંપતીએ 2 કરોડ 38 લાખનો નફો થયાનું ખોટું લેઝર સ્ટેટમેન્ટ આપ્યું હતું. અને રકમ ઉપાડવાની પ્રક્રિયા દરમિયાન કંપનીમાં ફ્રોડની શંકા વ્યક્ત કરી ખાતું ડિફોલ્ટમાં હોવાનું નાટક કર્યું હતું. આ સિવાય ફોજદારને શંકા ન જાય તે માટે એસબીઆઈ બેંકની રૂપિયા 5 લાખ જમા થયાની સિક્કા વગરની બનાવટી સ્લીપ પણ મોકલી આપી હતી.જે બેંકમાં તપાસ કરતાં ખોટી હોવાનું સાબિત થયું હતું. CA દંપતી દ્વારા આપવામાં આવેલા ચેક પરત ફર્યા એટલે દંપતીએ સરગાસણના પોતાના મકાનનો બાનાખત કરી આપી કુલ રૂ.2.38 કરોડના ચેક આપ્યા હતા. જે ચેકો સહી ડિફર તથા અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યા હતા. અને ફોજદારને ધમકી આપી હતી કે, તારા જેવા રિટાયર્ડ પીએસઆઈ મારું કશું નહીં બગાડી શકે, મારા મિત્રો 382 અને 307 ના ગુનેગારો છે.પૈસા ભૂલી જા નહીંતર હાથ-પગ ભાંગી નાખીશ અને પરિવારનું અપહરણ કરી ટુકડા કરી નાખીશ. આખરે નિવૃત ફોજદારે ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફોજદાર સામે પણ માર્ચ મહિનામાં ગુનો નોંધાયો હતો ઉલ્લેખનીય છેકે ઉક્ત ઠગાઇના આરોપી જ્વલિન નાયકના પિતા પ્રકાશભાઈ ગૃહ વિભાગમાંથી સેક્શન ઓફિસર તરીકે નિવૃત થયા હતા. જેમણે પુત્ર જ્વાલિનને શેરબજારમાં રોકાણ માટે નિવૃત ફોજદાર શૈલેષ નાયક પાસેથી 10 લાખ રૂપિયા 10% માસિક વ્યાજે લીધા હતા. જેની સામે ટુકડે-ટુકડે 90 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં નિવૃત્ત પીએસઆઈ દ્વારા વધુ દોઢ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જેના સતત ત્રાસથી કંટાળીને પ્રકાશભાઈએ સુસાઇડ નોટ લખી કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો. જેના મામલે ગત માર્ચ મહિનામાં નિવૃત ફોજદાર શૈલેષ નાયક વિરુદ્ધ જ્વલિન નાયકે દુષ્પ્રેરણાનો ગુનો સાંતેજ પોલીસ મથકમાં નોંધાવેલ હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીની મુખ્ય બજારોમાં સિટી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:દિવાળીમાં ટ્રાફિક ન સર્જાય તે માટે ટાવર રોડ, હરિ રોડ અને લાઇબ્રેરી રોડ પર નિરીક્ષણ
    Next Article
    बिजनौर के वकील ने DM पर उन्हें ऑफिस से बाहर निकलने का लगाया आरोप, वकीलों में फैला गुस्सा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment