Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસને ચૂંટણી માટે 'રેસના ઘોડા' શોધવા મુશ્કેલ બન્યા!:અમદાવાદ મનપાની 192 બેઠક માટે ફક્ત 602 દાવેદાર, અમૂક વોર્ડમાં તો 4-5 દાવેદારો જ સામે આવ્યા

    3 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 11 એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય ભાજપ, કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીઓએ ઉમેદવારોની પસંદગી કરવા કવાયત તેજ કરી છે. કોંગ્રેસ દ્વારા પણ મોટાભાગની મહાનગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન એક તરફ ભાજપમાં રાફડો ફાટ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે રેસના ઘોડા શોધવા મુશ્કેલ બન્યા હોય એવી સ્થિતિ છે. સુરતને બાદ કરતા અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોંગ્રેસને બેઠક દિઠ માત્ર ચાર થી પાંચ દાવેદારો જ મળ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની એક બેઠકની સામે ફક્ત 3 દાવેદાર અમદાવાદ મહાનગરપાલિાકના 48 વોર્ડની 192 બેઠક માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. અમદાવાદ મનપાની ચૂંટણી લડવા એક તરફ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ કોંગ્રેસને રેસના ઘોડા મળવા મુશ્કેલ બન્યા છે. 92 બેઠક માટે કોંગ્રેસમાંથી ફક્ત 602 કાર્યકર્તાઓ દાવેદારી કરી છે. શહેરના કેટલાક વોર્ડ તો એવા છે કે જ્યાં 4 થી 5 લોકોએ જ દાવેદારી કરી છે. કયા ઝોનમાં કેટલા કેટલા દાવેદાર? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 7 ઝોનમાં 602 જેટલા કાર્યકાર્તાઓએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા દર્શાવી છે.જેમાં કયા ઝોનમાં કયા વોર્ડ આવે છે અને કેટલા કાર્યકર્તાઓએ દાવેદારી કરી છે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ. અમદાવાદ મનપામાં કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવવાનો સવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન છે. જ્યાં 20 વર્ષથી કોંગ્રેસ શાસનમાં આવવા માટે અનેક પ્રયાસ કરી રહી છે, પરંતુ જોઈએ તેવું પરિણામ જ કોંગ્રેસને મળતું નથી. જેથી કોંગ્રેસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અસ્તિત્વ ટકાવી રાખવા માટેની ચૂંટણી બની જવાની છે. છેલ્લા ઘણાં સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવાથી શહેર કોંગ્રેસનું સંગઠન ના બરાબર જોવા મળી રહ્યું છે. જેથી જમીની સ્તરે સંગઠનને ફરી બેઠું કરવાનું છે. તેમજ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં રેસના ઘોડા કોણ છે અને લગ્નના ઘોડા કોણ છે તે નક્કી કરીને પછી ઉમેદવારોને મેદાને ઉતારવા માટે આદેશ કર્યો હતો. પરંતુ કોંગ્રેસ માટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે રેસના ઘોડા શોધવામાં પણ ફાંફા પડી ગયા છે. કોંગ્રેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવામાં કોઈને રસ નથી તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે 7 જેટલા ઝોન બનાવ્યા હતા. જ્યાં બે બે નિરીક્ષક દ્વારા સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના 48 વોર્ડમાં ચૂંટણી લડવા માટે કુલ 602 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે કેટલાક વોર્ડમાં તો ગણ્યા ગાંઠ્યા લોકોએ જ બાયોડેટા આપીને ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. ઘાટલોડીયા થલતેજ, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ વોર્ડમાં માત્ર 4થી 5 જેટલા લોકોએ જ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. અમદાવાદ સિવાય રાજ્યની જૂની અન્ય 5 મહાનગરપાલિકાઓ કે જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં પણ સુરત સિવાય બહુ ઓછા દાવેદાર સામે આવ્યા છે. અમદાવાદ મનપામાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી ભાજપનો દબદબો છે. છેલ્લી બે ચૂંટણીની વાત કરીએ તો 2015માં પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસને 48 બેઠકો મળી હતી. પરંતુ, 2021માં માત્ર 25 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે રાજકોટ મનપામાં 20 વર્ષથી અને સુરત, વડોદરા, ભાવનગર, જામનગરમાં 30 વર્ષથી સત્તાથી બહાર છે. રાજ્યમાં 26 એપ્રિલે યોજાશે પાલિકા પંચાયતની ચૂંટણી માટે મતદાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજાર માટે 'બ્લેક થર્સડે' રહ્યો:વૈશ્વિક તણાવ અને FIIs વેચવાલી વચ્ચે શેરબજારમાં ડરનો માહોલ
    Next Article
    ધંધામાં નુકસાન જતા દિલ્હીનો મગો ચાઈનીઝ ગેંગનો હાથો બન્યો:અમદાવાદના વૃદ્ધ વકીલ સાથે 57 લાખનું સાયબર ફ્રોડ, ક્રાઈમ બ્રાન્ચે ઠગ ટોળીના છ સાગરીતોને ઝડપી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment