Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાજ્ય ઘરફોડ ચોરીના ગુનામા સંડોવાયેલા બે આરોપી ઝડપાયા:મંગલુરુમાં મકાનમાંથી ચોરેલા સોના-ચાંદીના દાગીના સહિત રૂ.19.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, સોના-ચાંદીના દાગીના લઈને દિલ્હી જઈ રહ્યા હોવાનું કબૂલ્યું

    10 hours ago

    પશ્ચિમ રેલવેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને વડોદરા રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે મિશન સેફ સ્ટેશન અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશન પરથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. કેરળ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલા બંનેની પૂછપરછ દરમિયાન મંગલુરુ સિટીમાં રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી કરી દિલ્હી જતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ.19.12 લાખનો મુદ્દામાલ કબજે કરી મંગલુરુ નોર્થ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં મુસાફરોની સુરક્ષા અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા મિશન સેફ સ્ટેશન અંતર્ગત પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એલસીબી, એસઓજી અને વડોદરા રેલવે પોલીસની સર્વેલન્સ ટીમ વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન ટ્રેન નં. 12217 કેરળ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ પ્લેટફોર્મ નં.4 પર આવી ત્યારે એમ-1 કોચના કોરિડોરમાં બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતાં બંને ગભરાઈ ગયા હતા અને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી બંનેને સામાન સાથે નીચે ઉતારી એલસીબી કચેરી ખાતે લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં બંનેએ મંગલુરુ સિટીમાં એક રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી કરી સોના-ચાંદીના દાગીના લઈને દિલ્હી જઈ રહ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેમની પાસેથી મોબાઇલ ફોન, કાંડા ઘડિયાળ, રોકડ રૂ.48 હજાર, ટ્રોલીબેગ તેમજ સોના-ચાંદીના દાગીના અને ઇમિટેશન જ્વેલરી સહિત રૂ.19.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અરમાનખાન શૌકિનખાન ખાન (ઉં.34), રહે. ગોકલપુરી, નોર્થ-ઇસ્ટ દિલ્હી અને સંજીવકુમાર ઉર્ફે જોની સ/ઓ વિષ્ણુ ઠાકુર (ઉં.34), રહે. સુલ્તાનપુરી, ન્યુ દિલ્હીને આગળની કાર્યવાહી માટે મંગલુરુ નોર્થ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી અરમાનખાનનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેની સામે મુંબઈના ખાર, ગોરેગાવ, અંબોલી અને માહિમ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ગોવાના વેર્ના પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. બેંગલુરુના અશોકનગર અને જીવનભીમાનગર તથા દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં પણ તે ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બીજા આરોપી સંજીવકુમાર સામે નોર્થ-ઇસ્ટ દિલ્હીના જ્યોતિનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    2 ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત:રાજકોટમાં બેડી ચોકડી પાસે કોલસો ભરીને જતા ટ્રક ડ્રાઇવરને અન્ય ટ્રકની ટક્કર જીવલેણ સાબિત થઈ
    Next Article
    અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા કેમ્પ અને આરોગ્ય તપાસ:‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ સફાઈ કામદારો સહિત અનેકની તપાસ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment