Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીરાબાઈ ચાનુએ ભારતને કોમનવેલ્થ ગેમ્સનો પહેલો ગોલ્ડ અપાવ્યો:વેટલિફ્ટિંગમાં 190 KG વજન ઊંચક્યું; ઋષિકાંતે મેન્સમાં સિલ્વર જીત્યો

    1 week ago

    મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવી દીધો છે. તેમણે વુમન્સ 49KG વેટલિફ્ટિંગ કોમ્પિટિશનમાં 190 KG (85 kg સ્નેચ + 105 kg ક્લીન એન્ડ જર્ક) ઊંચકીને મેડલ પોતાના નામે કર્યો. આ સાથે જ ભારતના હવે 3 મેડલ (1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ) થઈ ગયા છે. આ પહેલા રવિવારે ઋષિકાંત સિંહે મેન્સ 60 kg કેટેગરીમાં સિલ્વર અને શુક્રવારે ઝંડુ કુમારે પેરા પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત હવે મેડલ ટેલીમાં સાતમા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા 12 ગોલ્ડ સહિત 23 મેડલ સાથે ટોપ પર બનેલું છે. ઋષિકાંતની બીજી કોમનવેલ્થ ગેમ્સ આ ઋષિકાંત સિંહની બીજી કોમનવેલ્થ ગેમ્સ છે. આ પહેલા તેમણે બર્મિંગહામ 2022માં 55kg કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગ્લાસગોમાં તેઓ પહેલીવાર 60kg કેટેગરીમાં ઉતર્યા. તેઓ વર્તમાન કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના ચેમ્પિયન પણ છે. 2009માં મણિપુર સ્પોર્ટ્સ એકેડમીથી શરૂઆત કરી હતી મણિપુર વેઈટલિફ્ટિંગ એસોસિએશનના સેક્રેટરી અને ઋષિકાંત સિંહના શરૂઆતી કોચ બ્રોજેન્દ્ર સિંહે જણાવ્યું કે ઋષિકાંતે 2009માં મણિપુર સ્પોર્ટ્સ એકેડમીથી વેઈટલિફ્ટિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમની પસંદગી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના સેન્ટરમાં થઈ. બાદમાં તેઓ ભારતીય નૌકાદળ સાથે જોડાયા અને ત્યાં ટ્રેનિંગ લીધા પછી ભારતીય સેનાના સ્પોર્ટ્સ સેટ-અપનો ભાગ બન્યા. બ્રોજેન્દ્ર સિંહે જણાવ્યું કે ઋષિકાંતના પરિવારમાં બે ભાઈઓ છે. તેમના મોટા ભાઈ ભારતીય સેનામાં છે. ઋષિકાંત મણિપુરના ઇમ્ફાલ વેસ્ટના રહેવાસી છે. વેઈટલિફ્ટિંગમાં મેડલ કેવી રીતે જીતાય છે? વેઇટલિફ્ટિંગમાં બે ઇવેન્ટ હોય છે. સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક બંનેમાં ખેલાડીએ બારબેલને જમીન પરથી માથા ઉપર સુધી ઉઠાવવાનું હોય છે, પરંતુ બંનેની ટેકનિક અલગ હોય છે. 1. સ્નેચ સ્નેચમાં ખેલાડી એક જ મૂવમેન્ટમાં બારબેલને જમીન પરથી ઉઠાવીને સીધું માથા ઉપર લઈ જાય છે. આ દરમિયાન તે બારબેલની નીચે સ્ક્વોટની સ્થિતિમાં આવે છે અને પછી ઊભા થઈને વજનને નિયંત્રિત કરે છે. આ ઇવેન્ટમાં ગતિ, સંતુલન, તાકાત અને લચીલાપનની સૌથી વધુ જરૂર હોય છે. 2. ક્લીન એન્ડ જર્ક આ ઇવેન્ટ બે તબક્કામાં પૂરી થાય છે. ક્લીન: ખેલાડી બારબેલને જમીન પરથી ઉઠાવીને પોતાના ખભા સુધી લાવે છે. જર્ક: આ પછી પગ અને ખભાની તાકાતની મદદથી બારબેલને માથા ઉપર લઈ જઈને હાથ પૂરી રીતે સીધા કરે છે. વિજેતા કેવી રીતે નક્કી થાય છે? બંને ઇવેન્ટમાં ખેલાડીને ત્રણ-ત્રણ પ્રયાસ મળે છે. સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં સફળ સૌથી વધુ વજનને જોડીને કુલ વજન (ટોટલ) કાઢવામાં આવે છે. સૌથી વધુ કુલ વજન ઉઠાવનાર ખેલાડી વિજેતા બને છે. ઉદાહરણ: જો કોઈ ખેલાડીએ સ્નેચમાં 120kg અને ક્લીન એન્ડ જર્કમાં 151kg વજન ઉઠાવ્યું, તો તેનું કુલ 271kg ગણવામાં આવશે. આ જ તેનું સત્તાવાર ટોટલ હોય છે. લૉન બૉલ્સમાં ભારતીય જોડી હારી ભારતને વુમન્સ પેયર્સ લૉન બૉલ્સમાં નામિબિયા સામે ટાઈ-બ્રેકમાં હારનો સામનો કરવો પડ્યો. ટીમને સેમિફાઈનલમાં પહોંચવા માટે ઇંગ્લેન્ડને હરાવવું પડશે. રૂપા રાની તિર્કી અને પિંકી સિંહની જોડી માટે આ મુકાબલો કરો યા મરોનો હશે. ઇંગ્લેન્ડ સામે જીત નોંધાવવા પર ભારતીય જોડી સેમિફાઈનલમાં સ્થાન મેળવી લેશે અને મેડલની આશાઓ અકબંધ રહેશે. જિમ્નાસ્ટિક્સ અને લૉન બોલ્સમાં અનેક મુકાબલા જિમ્નાસ્ટિક્સમાં સાંજે 4:30 વાગ્યે યોગેશ્વર સિંહ અને તપન મોહંતી પુરુષ ઓલ-અરાઉન્ડ ફાઇનલ રમશે. જ્યારે રાત્રે 10:30 વાગ્યે મહિલા ઓલ-અરાઉન્ડ ફાઇનલ યોજાશે. તેમાં ભારતીય ખેલાડીઓ ક્વોલિફાય થવા પર ઉતરશે. લૉન બૉલ્સમાં બપોરે 1 વાગ્યે રૂપા રાણી તિર્કી અને પિંકી સિંહની જોડી મહિલા પેયર્સ સેક્શનલ પ્લેમાં નામિબિયા સામે ટકરાશે. જ્યારે સાંજે 7:15 વાગ્યે પુતુલ સોનોવાલ પુરુષ સિંગલ્સ સેક્શનલ પ્લેમાં માલ્ટાના શૉન જેમ્સ પાર્નિસનો સામનો કરશે. સ્વિમિંગ અને બોક્સિંગમાં પણ પડકાર સ્વિમિંગમાં સાંજે 4:39 વાગ્યે શ્રીહરિ નટરાજ, આર્યન નેહરા, અનીશ ગૌડા અને ધાક્ષણ શશિકુમાર પુરુષ 4×200 મીટર ફ્રીસ્ટાઇલ રિલે હીટ્સમાં ઉતરશે. ક્વોલિફાય થવા પર ભારતીય ટીમ રાત્રે 1:56 વાગ્યે ફાઇનલ રમશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર 27 જુલાઈએ થશે. બોક્સિંગમાં રાત્રે 10:45 વાગ્યે પ્રીતિ પવાર મહિલા 54 કિગ્રા કેટેગરીના રાઉન્ડ ઓફ-16માં મલાવીની ડેબોરા મટેન્જે સામે ટકરાશે. ત્યારબાદ રાત્રે 11:45 વાગ્યે જદુમણિ સિંહ પુરુષ 55 કિગ્રા કેટેગરીના રાઉન્ડ ઓફ-16માં પાકિસ્તાનના બોક્સરનો સામનો કરશે. 27 જુલાઈએ રાત્રે 12:45 વાગ્યે આદિત્ય પ્રતાપ યાદવ પુરુષ 65 કિગ્રા કેટેગરીના રાઉન્ડ ઓફ-16માં યુગાન્ડાના બોક્સર સામે ઉતરશે.
    Click here to Read More
    Previous Article
    370 Biryani के बाद अब Sejal Pawar Viral, Pranit More Controversy पर कितनी ख़राब बातें? | Social List
    Next Article
    બોટાદમાં કારગીલ વિજય દિવસની ઉજવણી:ABVP દ્વારા મશાલ યાત્રા યોજાઈ, શહીદોને શ્રદ્ધાંજલિ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment