Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐતિહાસિક સિદ્ધિ:નવસારીની ક્રિકેટર મૈત્રી મણીયારની ‎‘ઈન્ડિયા અંડર-19 A'' ટીમમાં પસંદગી

    19 hours ago

    બેંગ્લોરમાં 10થી 20 નવેમ્બર દરમિયાન યોજાનારી "ઈન્ડિયા વુમન્સ T20 ત્રિકોણીય શ્રેણી" માટે નવસારી સ્થિત એસ.એસ. અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમીની મહિલા ખેલાડી મૈત્રી મણીયારની ‘ઈન્ડિયા અંડર-19 A'' ટીમમાં પસંદગી થઈ છે. આ ત્રિકોણીય શ્રેણીમાં ઈન્ડિયા અંડર-19 A, B અને નેપાળની અંડર-19 મહિલા ટીમો વચ્ચે મુકાબલો થશે. આ અગાઉ પણ મૈત્રીએ શ્રીલંકા સામે ઈન્ડિયા અંડર-19 ટીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું. આ શ્રેણીમાં BCA ની અન્ય બે ખેલાડીઓ વિધિ પરમાર અને અક્ષરા તિવારીની પણ પસંદગી થઈ છે. મૈત્રીની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થતાં એકેડેમીના ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ, પર્સનલ કોચ કાંતિ પટેલ તથા શારીરિક શિક્ષણ વ્યાખ્યાતા ડો. સંજય પટેલે તેને અભિનંદન પાઠવી ઉજ્જવળ પ્રદર્શનની શુભેચ્છા પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટર યુવાનોનો જુકાવ દિવસે દિવસે વધી રહ્યો છે. અગાઉ પણ નવસારીની ખેલાડીઓની બીસીએમાં પસંદગી થઈ ચુકી છે અને તેઓ પણ હાલ ક્રિકેટના મેદાન પર પોતાનું કોતલ દાખવી રહ્યાં છે ત્યારે મૈત્રીની અંડર 19માં પસંદગી આ યુવા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ પહેલાં શ્રીલંકા સામે પણ પસંદગી થઈ હતી ​તે અગાઉ ઇન્ડિયા અંડર-19 મહિલા ટીમમાં સામેલ થઈને શ્રીલંકા સામે રમી ચૂકી છે અને તેમાં તેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ કર્યું હતું. આ ઉપરાંત, તે સ્થાનિક સ્તરે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) તરફથી અંડર-15, અંડર-19 અને અંડર-23 એમ ત્રણેય વયજૂથની વન-ડે તથા T20 મેચોમાં પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. નવસારી જિલ્લામાંથી ક્રિકેટરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને મોટાભાગે તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે જોડાઈ રહ્યાં છે. તેવા સંજોગોમાં જિલ્લામાં ચાલતી વિવિધ ક્રિકેટ એકેડમિઓને પણ નવો જોશ મળ્યો છે અને અન્ય યુવા ક્રિકેટરો માટે પણ પસંદગીના દ્વાર ખુલશે તેવી આશા બંધાઈ છે. દરરોજ 5થી 6 કલાકની ટ્રેનિંગ અને તેની મહેનત રંગ લાવી મૈત્રીએ સાત વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કરેલું સ્પોર્ટ્સ એકેડેમી ઇટાળવામાં એની શરૂઆત થઈ. ત્યાર પછી છેલ્લા ત્રણ વર્ષથી એસ.એસ. અગ્રવાલ કોલેજ ઉપર એમની ટ્રેનિંગ થઈ. દરરોજ સવાર સાંજ પાંચથી છ કલાકની ટ્રેનિંગ રહેતી. મૈત્રી તરીકે ટીમમાં પસંદગી પામી પણ ફિલ્ડિંગ એ એનું ખૂબ પ્રિય પાસું રહ્યું છે. શરૂઆતથી જ એમને એક જ કોચ દ્વારા સૌથી વધારે માર્ગદર્શન મળ્યું. >કાંતિલાલ પટેલ, કોચ
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં 8 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાંધો:મકાન પાછળ રમી રહેલા માસૂમને ઉપાડી ગયો, બચાવવા પિતા પાછળ દોડ્યા; ગંળાના ભાગે ગંભીરઈજાથી બાળકનું મોત
    Next Article
    Mumbai Indians "Won't Miss Hardik": Ex KKR Star On Trade Talks With PBKS

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment