Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેવી રીતે ભણશે ગુજરાત? 19 જિલ્લાઓની શાળામાં શિક્ષકોની ભારે અછત:સામાજિક વિજ્ઞાનની 601 અને ગણિત-વિજ્ઞાનની 410 સહિત 1011 જગ્યાઓ ખાલી

    1 day ago

    વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નોંધપાત્ર ખાલી જગ્યાઓ છે. સરકારના જવાબ મુજબ સામાજિક વિજ્ઞાનના કુલ 601 અને ગણિત-વિજ્ઞાનના 410 મળીને કુલ 1011 જગ્યાઓ ખાલી છે. દાહોદ જિલ્લામાં સૌથી વધુ સામાજિક વિજ્ઞાનના 122 અને ગણિત-વિજ્ઞાનના 152 જગ્યાઓ ખાલી છે, જ્યારે પંચમહાલમાં સામાજિક વિજ્ઞાનના 76 અને ગણિત-વિજ્ઞાનના 99, બનાસકાંઠામાં 66 અને 28, મહિસાગરમાં 30 અને 18 તથા છોટાઉદેપુરમાં 85 અને 27 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે જણાવ્યું હતું. આ ઉપરાંત નર્મદા, વલસાડ, નવસારી, ખેડા, અરવલ્લી, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત, ડાંગ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ સામાજિક વિજ્ઞાન અને ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાનું સરકારના જવાબમાં સામે આવ્યું છે. જામનગર–દેવભૂમિ દ્વારકામાં 58 જર્જરિત અને 9 ઓરડા વિનાની શાળાઓ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શાળાઓની ભૌતિક સુવિધાઓ અંગે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. મળતી માહિતી મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકાવાર કુલ 58 શાળાઓ જર્જરિત હાલતમાં છે, જ્યારે 9 શાળાઓમાં પૂરતા ઓરડાઓ જ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં અભ્યાસ કરવો પડે છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં 230 શાળાઓમાં કુલ 163 ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જે શિક્ષણ વ્યવસ્થાની મૂળભૂત સુવિધાઓ અંગે પ્રશ્નો ઉભા કરે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે તાત્કાલિક મરામત તથા નવા ઓરડાઓના નિર્માણની માંગ ઉઠી રહી છે. ગુજરાત વિધાનસભાની બેઠકમાં ચર્ચા કરતાં કરતાં અનેક મુદ્દાઓએ રાજકીય રંગ લીધો. એક તરફ વિભાગોની માંગણીઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે તીવ્ર ટકરાવ જોવા મળ્યો તો બીજી તરફ ગૃહમાં કેટલીક મજેદાર અને રાજકીય ટિપ્પણીઓએ વાતાવરણ હળવું પણ બનાવી દીધું. દાંતા વિસ્તારમાં વીજળી મુદ્દે સરકારની સ્પષ્ટતા ગૃહની શરૂઆતમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા 28 ફેબ્રુઆરીએ પૂછાયેલા પ્રશ્નને લઈને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી. તેમણે જણાવ્યું કે દાંતા તાલુકાના કપાસિયા ગામમાં વીજળી ન હોવાનો આક્ષેપ યોગ્ય નથી. સ્થળ તપાસમાં ખારી ગામમાં પૂરતો વીજ પુરવઠો મળી રહ્યો છે, જ્યારે જાંબા ગામને અમીરગઢથી વીજળી મળી રહી હોવાનું જણાવ્યું. રાણપુર બંગલા વિસ્તારમાં પણ વીજળી ઉપલબ્ધ હોવાનું કહેતા મંત્રીએ કોંગ્રેસના પ્રશ્નોને તથ્યવિહોણા ગણાવ્યા. ખાણ-ખનીજ મુદ્દે કોંગ્રેસનો આક્રમક અંદાજ ખાણ-ખનીજ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે મંજૂર કરાયેલી લીઝ છોડીને અન્ય જગ્યાએ ખોદકામ થતું હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ગૃહમાં કરાયેલા આ નિવેદનથી થોડો સમય માટે રાજકીય ગરમાવો જોવા મળ્યો. “ફાઇનલ મેચની ટિકિટ જ મળી નહીં!” – ભાજપ MLAની ગૃહમાં વેદના ચર્ચા દરમિયાન સૌથી રસપ્રદ ક્ષણ ત્યારે આવી જ્યારે ધરમપુરના ભાજપ ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં ફરિયાદ કરી કે તેમને ફાઈનલ ક્રિકેટ મેચ જોવા માટે ટિકિટ મળી નહોતી. તેમણે કહ્યું કે રમતગમત મંત્રી જયરામ ગામીતને પણ ટિકિટ માટે વિનંતી કરી હતી, છતાં વ્યવસ્થા થઈ શકી નહીં. આ વાત સાંભળીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દંડકને ટકોર કરી કે સભ્યોની આ ચિંતા અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ હળવા અંદાજમાં કહ્યું કે “આગામી વખત અહીં મેચ થશે ત્યારે તમામ ધારાસભ્યોને પરિવાર સાથે મેચ જોવા વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરાશે.” ઉદ્યોગ અને રોજગારી પર સરકારનો દાવો વિવિધ વિભાગોની ચર્ચા દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ભાજપના શાસનમાં વિશ્વના મોટા ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરવા આવે છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં અસરકારક ઉદ્યોગ નીતિ અમલમાં છે અને આત્મનિર્ભર ગુજરાત માટે 313 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2025-26માં 50 હજારથી વધુ યુવાનોને રોજગારી મળ્યાનો પણ તેમણે દાવો કર્યો. રાજ્યમાં અનેક GIDC ઉભી થઈ હોવાનું પણ તેમણે કહ્યું. ખાનગી શાળાઓની ફી મુદ્દે ગૃહમાં પ્રશ્ન AAPના ધારાસભ્ય હેમંત આહિરે રાજ્યમાં ખાનગી શાળાઓ FRCના નિયમોનો ભંગ કરતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો. તેના જવાબમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે FRC કમિટી દ્વારા સતત ચકાસણી કરવામાં આવે છે. વધુ ફી લેવાઈ હોવાનો પુરાવો મળે તો દંડથી લઈને માન્યતા રદ કરવાની કાર્યવાહી થાય છે. અનામી ફરિયાદો પર પણ સરકાર કાર્યવાહી કરી રહી હોવાનું તેમણે કહ્યું. જમીન મુદ્દે કોંગ્રેસના આક્ષેપ કોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરીએ મહેસૂલ વિભાગની ચર્ચા દરમિયાન સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે જમીન ગુમાવનાર આદિવાસીઓને યોગ્ય ન્યાય મળતો નથી. તેમણે દાહોદમાં નકલી કલેક્ટર કચેરી પકડાયાનો ઉલ્લેખ કર્યો તેમજ કેટલાક કલેક્ટરો સામે ભ્રષ્ટાચારના આરોપોની પણ વાત કરી. આ આરોપો સામે મંત્રી જીતુ વાઘાણીએ વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે જો કોઈ માહિતી હોય તો સરકારને આપવી જોઈએ, સરકાર આવા અધિકારીઓ સામે પગલા ભરશે. ખાદી વેચાણ અને કુટિર ઉદ્યોગને પ્રોત્સાહન કુટિર ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ખાદીનું કુલ 683 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. સરકાર “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ” યોજનાથી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપી રહી છે. નાના ઉદ્યોગોને લોન માટે મહત્તમ મર્યાદા 25 લાખ રૂપિયા સુધી વધારવામાં આવી છે અને માટીકામના કારીગરોને વૈશ્વિક બજારમાં યોગ્ય ભાવ મળે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ઉર્જા ક્ષેત્રે ‘ક્રાંતિ’નો સરકારનો દાવો ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગની ચર્ચામાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષમાં રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે મોટો બદલાવ આવ્યો છે. જ્યોતિગ્રામ યોજના પછી રાજ્યના લગભગ 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચી છે અને છેલ્લા વર્ષોમાં 1 કરોડ નવા વીજ જોડાણ આપવામાં આવ્યા છે. ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ તેમણે કહ્યું. ગૃહમાં ચર્ચા દરમિયાન કેટલીક મજેદાર ક્ષણો પણ જોવા મળી એક સમયે ભાજપના સભ્ય C.J. ચાવડા સરકારના વખાણ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે “ચાવડાને મંત્રી બનાવી દો.” તેના જવાબમાં ચાવડાએ કહ્યું કે “ઇમરાન તો બોલે પણ આપણે બોલાય નહીં.” બીજી તરફ ભાજપના સભ્ય જીતેન્દ્ર પટેલ માંગણીઓ પર બોલતા બોલતા વારંવાર બજેટ પર બોલતા રહ્યા, ત્યારે અધ્યક્ષે ટોકી કહ્યું કે “આપ માંગણીઓ પર બોલો, બજેટ પર નહીં.” અધ્યક્ષની નવી પ્રણાલી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એક નવી પ્રણાલી પણ અપનાવી. વિભાગોની માંગણીઓની ચર્ચા બાદ ધારાસભ્યોને પોતાના મતવિસ્તારના પ્રશ્નો પૂછવાની તક આપવામાં આવી. અધ્યક્ષ સભ્યોને પ્રોત્સાહિત કરતાં કહેતા હતા કે “વાંચેલું ન બોલો, જે આત્મસાત કર્યું છે તે બોલો.”
    Click here to Read More
    Previous Article
    BJP Shimla MP raises issue of repeated natural disasters in Lok Sabha
    Next Article
    અમરેલીના માણાવાવમાં સિંહે 5 વર્ષના બાળકને ફાડી ખાધો:ખેતમજૂર પરિવાર મજૂરી કરતો હતો ને સાવજ મોઢામાં પકડી ઢસડી ગયો, માનવભક્ષીને પાંજરે પૂરવા ફોરેસ્ટની 3 ટીમ બનાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment