Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંડર-19 એશિયા કપનો હીરો ઉલવા દરરોજ 500 બોલની પ્રેક્ટિસ કરતો:ગ્રાઉન્ડના 25 ચક્કર લગાવતો, દાદીએ કહ્યું- મોહિત કહેતો દાદા માટે બંગલો બનાવીશ અને તમારી સાથે જ રહીશ

    8 घंटे पहले

    અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે અંતિમ બોલે ચોગ્ગો ફટકારી ભારતને ઐતિહાસિક જીત અપાવનાર સૌરાષ્ટ્રના યુવા ઓલરાઉન્ડર મોહિત ઉલવાની સફળતાથી તેના વતન લખતર અને કર્મભૂમિ જામનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ઓમાનના મેદાનમાં મોહિતે 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ફટકારેલા અણનમ 49 રને પાકિસ્તાનના મોઢામાંથી જીત છીનવી લીધી હતી. જામનગરના 450 મીટરના ગ્રાઉન્ડના રોજ 25-25 ચક્કર લગાવવા, દોઢ-દોઢ કલાક ફિટનેસ-ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરવી અને રણજીતસાગર સુધી દોડવાનો સખત સંઘર્ષ મોહિતે કર્યો છે. પુત્રને ક્રિકેટર બનાવવા માટે પિતાએ ઘરે જ પ્રેક્ટિસ નેટ્સ તૈયાર કરી હતી. નોકરી સિવાયનો તમામ સમય તેઓ મોહિત પાછળ આપતા અને દરરોજ 500-500 બોલ ફેંકાવીને તેની પાસે સખત બેટિંગ પ્રેક્ટિસ કરાવતા હતા. પિતા-પુત્રની સતત 9 વર્ષની આ અથાગ મહેનત આજે આંતરરાષ્ટ્રીય મંચ પર રંગ લાવી છે. સુરેન્દ્રનગર રહેતા મોહિતના દાદી વિજુબેન ઉલવાએ આંખોમાં હર્ષના આંસુ સાથે જણાવ્યું કે, મોહિતને લખતરથી દાદાને મૂકીને રાજકોટ જવું ગમતું નહોતું. તે હંમેશા કહેતો કે દાદા, હું તમારા માટે બંગલો બનાવીશ અને તમારી સાથે જ રહીશ. આજે તેણે અમારા સમાજ અને દેશનું નામ રોશન કર્યું છે. જામનગરના ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ ગદગદ થઈ ઊઠ્યા મોહિતની આ ઐતિહાસિક જીત બાદ રવિન્દ્ર જાડેજાને તાલીમ આપી ચૂકેલા જામનગરના ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ ગદગદ થઈ ઊઠ્યા હતા. મોહિતના સંઘર્ષને વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, મોહિત 8-9 વર્ષનો હતો ત્યારે જામનગરના ક્રિકેટ બંગલા ખાતે કોચિંગ માટે આવ્યો હતો. તેના પિતા રેલવે પોલીસમાં હોવાથી તેણે અંડર-14 સુધીના 5-6 વર્ષ જામનગરમાં જ પ્રેક્ટિસ કરી. આ પણ વાંચો: રબારી સમાજના કોન્સ્ટેબલના દીકરાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું જામનગરની ભૂમિમાં મોહિતે વધુ એક સુવર્ણ નામ ઉમેર્યું પિતાની બદલી રાજકોટ થતાં વધુ સારી તકો માટે કોચે જ તેને રાજકોટ જવા સમજાવ્યો હતો. આજે પણ મોહિત જ્યારે જામનગર આવે છે ત્યારે અચૂક કોચને પગે લાગી આશીર્વાદ લે છે. જામ રણજી, વિનુ માંકડ અને રવિન્દ્ર જાડેજાની ફળદ્રુપ ભૂમિમાં મોહિતે વધુ એક સુવર્ણ નામ ઉમેર્યું હોવાનું કોચે ગર્વભેર જણાવ્યું હતું. મોબાઈલમાં પૌત્રનો ફોટો જોઈને દાદા ભાવુક સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે રહેતા મોહિતના પરિવાર અને રબારી સમાજમાં હરખની હેલી છે. ખેતીવાડી શાખામાં પટ્ટાવાળા તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર મોહિતના દાદા લક્ષ્મણ ઉલવા બોલી કે સાંભળી શકતા નથી, પરંતુ મોબાઈલમાં પૌત્રનો ફોટો જોઈને તેઓ અત્યંત ભાવુક બની ગયા હતા. મોહિતનું હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર બનવાનું સપનું મોહિતના મોટા મમ્મી હસુબેન ઉલવાએ તેના તોફાની બાળપણને યાદ કરતા કહ્યું કે, સ્વર્ગવાસી જેઠ વિષ્ણુભાઈની ઈચ્છા હતી કે મોહિત કુળને દિપાવે જે આજે પૂરી થઈ છે. પરિવારના સભ્ય જાહન્વી ઉલવા જણાવે છે કે, મોહિત હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર બનવાનું સપનું જુએ છે અને અંતિમ બોલે બાઉન્ડરી પરના ફિલ્ડરને જોઈને તેણે મારેલો વિજયી ચોગ્ગો કુળદેવી ચામુંડામાં અને ભગવાન કૃષ્ણના આશીર્વાદનું ફળ છે. લખતરના સામાન્ય પરિવારમાંથી આવતા અને જામનગર તથા રાજકોટના મેદાનો પર ઘડાયેલા મોહિત ઉલવા હવે જલ્દીથી ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વરસી રહી છે. ------------------------------ આ સમાચાર પણ વાંચો: ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના જડબામાંથી જીત ઝૂંટવી અંડર-19 એશિયા કપની આ ફાઈનલ રોમાંચના તમામ રેકોર્ડ તોડી નાખવાવાળી રહી! એક સમયે જ્યારે પાકિસ્તાનની જીત નિશ્ચિત લાગી રહી હતી અને ભારતની આશાઓ લગભગ પૂરી થઈ ગઈ હતી, ત્યારે લોઅર ઓર્ડરમાં 10મા નંબરે બેટિંગ કરવા આવેલા મોહિત ઉલ્વાએ મેચનું ચિત્ર જ બદલી નાખ્યું. (ફાઈનલ મેચની પળેપળની અપડેટ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Owaisi Rally in Uttar Pradesh's Meerut: Akhilesh Yadav पर जमकर बरसे ओवैसी | PDA | UP Election 2026
    Next Article
    બોટાદમાં ઓનલાઈન મની ગેમિંગ કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો:LCB પોલીસે સંજય ખેરાળા પાસેથી લેપટોપ કબજે કર્યું; આરોપીના સગા-સંબંધીઓ અને મિત્રોનાં બેંક એકાઉન્ટની તપાસ શરૂ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment