Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 ગુમ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યાં:‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ રૂ. 3.20 લાખના મોબાઈલ પરત સોંપાયા

    3 days ago

    મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ અને સઘન શોધખોળ કરીને નાગરિકોના ગુમ થયેલા અલગ-અલગ કંપનીના 19 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ તમામ મોબાઈલ ફોન, જેની અંદાજિત કુલ કિંમત રૂ3,20,387 થાય છે, તે તેમના મૂળ માલિકોને સન્માનભેર પરત સોંપવામાં આવ્યા છે. ‘એ’ ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી આ સફળ કામગીરી મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવા માટે મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ.પારગીને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે તેમણે ટેકનિકલ ટીમ અને સર્વેલન્સ સ્ટાફને જરૂરી આદેશો આપ્યા હતા. જેના આધારે પોલીસે કંપનીના 19 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. મોબાઈલ પરત મળતા નાગરિકોએ કામગીરી બિરદાવી આ સમગ્ર સંયુક્ત ઓપરેશનમાં ટેકનિકલ કામગીરી સંભાળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર.જાડેજા, વુમન લોકરક્ષક ઉર્જાબેન ભરતભાઇ, આઇ.ટી. એક્સપર્ટ અમિતકુમાર નરસિંહભાઇ, તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ પિયુષકુમાર ડાહ્યાભાઇ, કંદર્પકુમાર કિર્તીભાઇ અને તરૂણકુમાર કાનજીભાઇ સહિતના પોલીસ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવીને આ તમામ મોબાઈલ ટ્રેસ કરી મેળવવામાં મોટી સફળતા મેળવી છે. આ તમામ મોબાઈલ પાછા મળતા જ નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસની આ કામગીરીની સરાહના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    બોર્ડ પૂરક પરીક્ષા:સવારના સેશનમાં ધોરણ-10 અને 12ના કુલ 616 વિદ્યાર્થીઓ હાજર, 382 ગેરહાજર
    Next Article
    કુલ 29 ગુના નોંધાયા છે, એક વોન્ટેડ‎:ઉત્તરાખંડના બે કુખ્યાત તસ્કર ઝડપાયા, હિંમતનગરની ત્રણ ઘરફોડ ચોરી કબૂલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment