Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના શૈલજા બંગ્લોઝમાં ગોગા મહારાજ અને શૈલમ્ મહાદેવ મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા:19-20 સપ્ટેમ્બરે યોજાશે, 26 સપ્ટેમ્બરથી 9 દિવસીય શિવકથાનું પણ આયોજન

    17 hours ago

    પાટણના શૈલજા બંગ્લોઝમાં આવેલા નવા શ્રી ગોગા મહારાજ મંદિર અને શ્રી શૈલમ્ મહાદેવ મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ 19 અને 20 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે. આ પ્રસંગે અલગ અલગ વૈદિક પૂજન વિધિઓ, શોભાયાત્રા, રાસ-ગરબા અને 26 સપ્ટેમ્બર 2026થી 9 દિવસની શિવકથાનું પણ આયોજન કરાયું છે. પાટણના અંબાજી નેળિયું વિસ્તારમાં આવેલા શૈલજા બંગ્લોઝ પરિસરમાં નવા બનેલા શ્રી ગોગા મહારાજ મંદિર અને શિવ મંદિર પરિસરમાં શ્રી શૈલમ્ મહાદેવ, આખો શિવ પરિવાર, શીતળા માતા અને બળિયા દેવની મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાશે. આ મહોત્સવ વિક્રમ સંવત 2082ના ભાદરવા સુદ આઠમ અને નોમના દિવસે છે. આ ધાર્મિક મહોત્સવના આચાર્ય તરીકે પાટણના દીપકકુમાર અમૃતલાલ વ્યાસ રહેશે. આ આયોજન શૈલજા બંગ્લોઝના બધા પરિવારજનોના સહયોગથી થઈ રહ્યું છે. મહોત્સવના પહેલા દિવસે, 19 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ સવારે 8:00 વાગ્યે ગોગા મહારાજની શોભાયાત્રા નીકળશે. પછી સવારે 9:30 વાગ્યે પ્રાણ-પ્રતિષ્ઠા યજ્ઞ શરૂ થશે. બપોરે 12:39 થી 1:15 વાગ્યા વચ્ચે ગોગા મહારાજની પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ પૂરી કરાશે. બપોરે 1:15 વાગ્યે યજ્ઞ પૂરો થશે. આ જ દિવસે રાત્રે 9:00 વાગ્યે શૈલજા બંગ્લોઝના નવરાત્રિ ચોક, ઓપન થિયેટર ગાર્ડન પાસે રાસ-ગરબાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. મહોત્સવના બીજા દિવસે, 20 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ સવારે 8:00 વાગ્યે શોભાયાત્રા અને કળશ યાત્રા યોજાશે. સવારે 10:00 વાગ્યે યજ્ઞ શરૂ થશે. બપોરે 12:21 થી 3:15 વાગ્યા સુધીમાં શ્રી શૈલમ્ મહાદેવ, આખો શિવ પરિવાર, શીતળા માતા અને બળિયા દેવની પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ કરાશે. સાંજે 5:00 વાગ્યે પ્રાણ-પ્રતિષ્ઠા યજ્ઞ પૂરો થશે. બંને દિવસ દરમિયાન મહોત્સવમાં આવેલા ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયા પછી, 26 સપ્ટેમ્બર 2026, શનિવારથી 4 ઓક્ટોબર 2026, રવિવાર સુધી 9 દિવસની શિવકથાનું આયોજન કરાયું છે. શૈલજા બંગ્લોઝના ઓપન થિયેટર ગાર્ડન માં રામગઢવાળા શાસ્ત્રી ભવાનીશંકર પુરુષોત્તમદાસ રોજ રાત્રે 8:00 થી 11:00 કલાક વચ્ચે શિવકથા સંભળાવશે. આ મહોત્સવમાં શિવાલય પ્રાણ-પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન તરીકે ગજા ગામના અને હાલ USAમાં રહેતા શકુંતલાબેન જયંતિભાઈ પટેલ પરિવાર રહેશે. ગોગા મહારાજ પ્રાણ-પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન તરીકે સંડેર ગામના મેનાબેન નાથાલાલ પટેલ પરિવાર રહેશે.
    Click here to Read More
    Previous Article
    શાંતિ બિઝનેસ સ્કૂલમાં 'સેહર 2026' સાથે નવા વિદ્યાર્થીઓનું સ્વાગત:1100 વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ પાર્ટી યોજાઈ, ડાયરેક્ટરે પ્રોત્સાહિત કર્યા
    Next Article
    ભરચોમાસે વધુ એક મોટો પાણીકાપ ઝીંકાયો:રાજકોટનાં 16 વોર્ડનાં 400થી વધુ વિસ્તારમાં 16થી 21 સપ્ટેમ્બર સુધી પાણી વિતરણ બંધ રહેશે, નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં મેન્ટેનન્સનું અપાયું કારણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment