Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરચોમાસે વધુ એક મોટો પાણીકાપ ઝીંકાયો:રાજકોટનાં 16 વોર્ડનાં 400થી વધુ વિસ્તારમાં 16થી 21 સપ્ટેમ્બર સુધી પાણી વિતરણ બંધ રહેશે, નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં મેન્ટેનન્સનું અપાયું કારણ

    17 hours ago

    રાજકોટ મહાપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા ભરચોમાસે વધુ એક મોટો પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. જેમાં આગામી તારીખ 16થી 21 સપ્ટેમ્બર 2026 સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીકાપની જાહેરાત કરાઈ છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી. કંપની દ્વારા નર્મદા પાઈપ લાઈન આધારિત પમ્પીંગ સ્ટેશનો (NC-32, 33 તથા 34) પર મેઈન્ટેનન્સની કામગીરી સબબ તારીખ 18 થી 20 સપ્ટેમ્બર સુધી શટડાઉન રાખવામાં આવેલ હોવાથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે. આ ઉપરાંત આજી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન પર પાણી ટ્રાન્સફર કરતી પાઈપ લાઈન લીકેજ હોવાથી તેના રિપેરિંગના કારણે પાણીનો અપૂરતો જથ્થો પ્રાપ્ત થશે. આ 6 દિવસના સમયગાળા દરમિયાન રાજકોટ શહેરના કુલ 16 વોર્ડના 400 કરતા વધુ વિસ્તારોમાં લાખો લોકો તરસ્યા રહેશે. તારીખ 16 સપ્ટેમ્બરના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં 5 માં આવતા ગ્રીનલેન્ડ હેડવર્કસના વિસ્તારો જેમ કે અલકા પાર્ક, રણછોડનગર અને નવાગામ આવાસ યોજના સહિતના વિસ્તારોમાં પાણીકાપ રહેશે. ત્યારબાદ તારીખ 17 સપ્ટેમ્બરે વોર્ડ નંબર 4 ના મીરા પાર્ક, ચિત્રકૂટ પાર્ક અને શિવાજી પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી મળશે નહીં. તારીખ 18 સપ્ટેમ્બરના રોજ શહેરના ત્રણેય ઝોનના વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 7, 8, 10, 11, 12, 13 અને 14 ના રૈયાધાર, જ્યુબેલી, જંકશન, ગાંધીગ્રામ અને મવડી જેવા વિસ્તારોમાં પાણીકાપ રહેશે. ઉપરાંત તારીખ 19 સપ્ટેમ્બરે વોર્ડ નંબર 2, 4, 7, 8, 10, 11, 13, 14, 15, 17 અને 18 હેઠળ આવતા રૈયાધાર, ચંદ્રેશનગર, 150 ફૂટ રિંગરોડ, બેડીપરા અને ગુરુકુળ ઢેબર રોડના વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. તા. 20 સપ્ટેમ્બરના રોજ વોર્ડ નંબર 1, 2, 3, 6, 7, 10, 11, 12, 13, 15, 17 અને 18 ના માધાપર ગામ, રેલનગર, બજરંગવાડી, દૂધસાગર અને વિનોદનગર જેવા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. છેલ્લે તારીખ 21 સપ્ટેમ્બરના રોજ વોર્ડ નંબર 2, 3, 8, 10, 11, 12, 13 અને 18 ના 150 ફૂટ રિંગ રોડ આધારિત વિસ્તારો, મવડી, જ્યુબેલી જંકશન, ચંદ્રેશનગર અને કોઠારીયા ગામતળ સહિતના વિસ્તારોમાં પાણીકાપ અમલી રહેશે. વોર્ડ, તારીખ અને ઝોન વાઈઝ વિસ્તારોની માહિતી તા. 16-9-2026 (બુધવાર)ના રોજ પાણીકાપ ધરાવતા વિસ્તારો ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 5 - ગ્રીનલેન્ડ હેડવર્ક્સ): વિસ્તારો: અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા.-1-2, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસા., ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી. પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માનસાનગર ખાડો, મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારુતીનગર-1-2-3, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસ યોજના, નવાગામ શક્તિ સોસા. 56 ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપાર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-1-2, રત્નદીપ સોસા., સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટી સોસા.-1-2-3, શ્રીરામ સોસા., શ્યામપાર્ક, સિધ્ધીવિનાયક સોસા., સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસા., વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, વ્રુન્દાવન સોસા., ઝરીયા સોસા. વગેરે. તા. 17-09-2026 (ગુરૂવાર)નાં રોજ પાણીકાપ ધરાવતા વિસ્તારો ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 4 - ગ્રીનલેન્ડ હેડવર્ક્સ): વિસ્તારો: મીરા પાર્ક 1, ચિત્રકૂટ પાર્ક 1, વૃંદાવન વિલા 1-2-3, ડી માર્ટ, વિઝન સ્કુલ, શાંતિ સદન કોમ્પ્લેક્ષ, જય શક્તિ પાર્ક, વૃંદાવન પાર્ક 1, 2, 3, નરશી મહેતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલ ધામ રેસીડેન્સી, તુલસીપાર્ક, શિવધારા સોસાયટી, ગુરુદેવ પાર્ક 1 તથા 2 (50 ફૂટ રોડ), લક્ષ્મણ પાર્ક, અંબિકા પાર્ક, શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઇટ 1 તથા 2 (કુવાડવા રોડ), એલ જી પાર્ક, સોમનાથ રીયલ હોમ, નિત્યમ વિલા, ભોલેનાથ રેસીડેન્સી, શિવ શક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક, રાજનગર, શિવ રંજની, રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર જે ટી, તીર્થ, રોહિદાસ પરા, શાનદાર રેસીડેન્સી 1 તથા 2, હરિદર્શન, શ્રી બંગલો, લોકમાન્ય તિલક આવાસ, આર્ય કૃતિ, ખોડીયાર પાર્ક, રઘુવીર પાર્ક, સતનામ પાર્ક, સત્યમ પાર્ક, પંચરત્ન, જમના પાર્ક, રામાણી પાર્ક, ગંગા પાર્ક, સુખ દેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર કે ડ્રીમલેન્ડ 1 તથા 2, વાલ્મીકી પાર્ક, શિવમ પાર્ક, હરસિધ્ધિ પાર્ક, તિરુપતિ પાર્ક, બાલાજી પાર્ક, ગણેશ પાર્ક 1 તથા 2, સરદાર પટેલ પાર્ક, અમૃત પાર્ક, શ્રી પાર્ક, ગાંધી વસાહત, યામડિયા પરા, ગણેશ નગર, લાતી પ્લોટ, ગાયત્રી ધામ, શિવાજી પાર્ક, શિવાજી પાર્ક મફતિયાપરા, ભરવાડ વાસ વગેરે. તા. 18-9-2026 (શુક્રવાર)ના રોજ પાણીકાપ ધરાવતા વિસ્તારો વેસ્ટ ઝોન: વોર્ડ નં. 1, 3, 7 (રૈયાધાર આધારીત ગાંધીગ્રામ): રામેશ્વર પાર્ક, આલાપ ગ્રીન સીટી, ગોવિંદ નગર, ગોપાલનગર, ધરમ નગર આવાસ, શાસ્ત્રીનગર, ગાંધીગ્રામ, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, 13 માળીયા આવાસ, જે.કે. પાર્ક, ગૌશાળા રોડ, રાજીવ ગાંધી આવાસ, જીવંતિકાનગર, મોચીનગર, રૈયાગામ, નાણાવટી ચોક આવાસ, અક્ષરનગર, સંતોષ પાર્ક, શિવ પાર્ક, ગૌતમનગર, શાંતિનિકેતન, સોપાન હાઇટ્સ, સનસીટી હેવન, મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, ગાંધીનગર, હિરામણનગર વગેરે. વોર્ડ નં. 8, 10 (ન્યારી ફિલ્ટર પ્લાન્ટ - જૂનો ESR): સદગુરુનગર, પરિજાત સોસાયટી, રૂડા નગર, એ.જી.સ્ટાફ ક્વાર્ટર, ગ્રીન એવન્યુ, તોરલ પાર્ક, સરકારી આઈ.ટી.આઈ., શામળવિહાર, નાના મૌવા ગામતળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, આત્મીય હોસ્ટેલ, ચિત્રકૂટધામ, જ્યોતિનગર, શારદાનગર, સેલેનીયમ હેરિટેજ, સિલ્વર હાઇટ્સ, મધુમંગલ સોસાયટી, પાવન પાર્ક, સત્યમ પાર્ક વગેરે. વોર્ડ નં. 11, 12, 13 (મવડી હેડવર્ક્સ - બપોર પછીનો વિસ્તાર): ભવનાથ પાર્ક, પ્રણામી પાર્ક, ગીરનાર મજુર કોલોની, અર્જુન પાર્ક આવાસ, સાગર ચોક આવાસ, કલ્યાણ પાર્ક, રામ પાર્ક, શાસ્ત્રીનગર અજમેરા, સિલ્વર ગોલ્ડ સોસા., કૈલાશ પાર્ક, મધુવન, બીડીપતી સોસા., મવડી ગામતળ, અંબિકા ટાઉનશીપ, પુનીતનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, મવડી પોકેટ વગેરે. વોર્ડ નં. 12 (વાવડી હેડવર્ક્સ): રસુલપરા, રવેચી નગર, બજરંગ સોસા., વાવડી ગામતળ, ગૌતમબુધ્ધ નગર, જયભારત નગર, આવાસ યોજના, 50 વારીયા, વિશ્વનકર્મા ઇન્ડ. એરિયા વગેરે. સેન્ટ્રલ ઝોન: વોર્ડ નં. 7, 14 (જીલ્લા ગાર્ડન હેડવર્ક્સ): લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, વોકડી, લલુડી સ્લમ, બાપુનગર ક્વાર્ટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની, સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના, સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, મીલપરા વગેરે. વોર્ડ નં. 2, 3 (જંકશન તથા જ્યુબેલી હેડવર્ક્સ): મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ, ગાયકવાડી, કોલાસવાડી, કલેકટર બંગલો, ગર્વ. સ્ટાફ ક્વાટર્સ, રૂખડીયા પરા, શ્રોફ રોડ, સરકારી કવાર્ટસ, પ્રેસ રોડ, સિવિલ હોસ્પિટલ વિસ્તાર વગેરે. ઈસ્ટ ઝોન: વોર્ડ નં. 4, 5, 7 (આજી 30" લાઈન હેડવર્ક્સ):** ગાંધી સ્મૃતિ, શિવમ પાર્ક, બેડીપરા, લંગડા હનુમાન શેરી, ભગવતીપરા, શ્રમજીવી સોસાયટી, આર્યનગર, બ્રાહ્મણીયાપરા, ન્યુ થોરાળા, આનંદનગર, આજી જી.આઈ.ડી.સી., ખોડીયારપરા, આજી વસાહત, આંબેડકરનગર, ન્યુ સર્વોદય વગેરે. તા. 19-9-2026 (શનિવાર)ના રોજ પાણીકાપ ધરાવતા વિસ્તારો વેસ્ટ ઝોન: વોર્ડ નં. 8, 10 (રૈયાધાર 150' રીંગ રોડ સપ્લાય પમ્પિંગ સ્ટેશન):** રિધ્ધી સિધ્ધી સોસા., ગુલમહોર રેસી, અનામિકા સોસાયટી, તુલસી પાર્ક, ગોલ્ડન પાર્ક, હરીનગર, નિવિદીતાનગર, પામ સીટી, ગણેશ પાર્ક, સમરસ હોસ્ટેલ, સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી સોસા., શિલ્પન આઈકોન, અમરનાથ પાર્ક, ડોક્ટર સોસાયટી, પેરામાઉન્ટ પાર્ક, પત્રકાર સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, પંચાયત નગર, પુષ્કરધામ, ગુંજન પાર્ક વગેરે. વોર્ડ નં. 2, 8 (સોજીત્રાનગર હેડવર્ક્સ): અમરજીતનગર, ઇનકમ ટેક્ષ સોસા, ગીતગુર્જરી સોસા, પત્રકાર સોસા, સુભાષ નગર, છોટુ નગર, રૈયા રોડ, એર પોર્ટ રોડ, મહાવીર પાર્ક, વૈશાલી નગર, વ્રજ વાટિકા, કૈલાસ નગર, સોજીત્રા નગર, નાગરિક બેંક સોસાયટી વગેરે. વોર્ડ નં. 8, 11, 13 (ચંદ્રેશનગર હેડવર્ક્સ): લક્ષ્મીનગર, રાધાનગર, પટેલ પાર્ક, કરણ પાર્ક, વિદ્યુતનગર, માયાણીનગર આવાસ, વિશ્વનગર, પટેલ પાર્ક, આદિત્ય પાર્ક, ગીરનાર સોસા., સરદારનગર, અલ્કા સોસા., ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર, મવડી પ્લોટ, મણીનગર, મહાદેવ વાડી વગેરે. સેન્ટ્રલ ઝોન: વોર્ડ નં. 7, 14, 17 (ગુરુકુળ ઢેબર રોડ હેડવર્ક્સ): ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, કોઠારીયા કોલોની, નારાયણ નગર, ઢેબર કોલોની, હસનવાડી, વાલકેશ્વર સોસાયટી, મેઘાણીનગર વગેરે. વોર્ડ નં. 17, 18 (લાલબહાદુર આજી 18" લાઈન): અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયા, બાબરીયા કોલોની, રામેશ્વર સોસાયટી, વિરાટનગર, ખોડીયાર સોસાયટી, સહકાર સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ધારેશ્વર સોસાયટી, લાલ બહાદુર સોસાયટી, શિવધામ વગેરે. ઈસ્ટ ઝોન: વોર્ડ નં. 15, 17, 18 (આજી 18" લાઈન, વિનોદનગર તિરૂપતિનગર હેડવર્ક્સ): વિનોદનગર, કુબલીયાપરા, લાખાજીરાજ ઉદ્યોગનગર, ગંજીવાડા, શિવાજીનગર, રાધાક્રુષ્ણાનગર, જવાહરનગર, શિવશ્રધ્ધા સોસાયટી, જંગલેશ્વર, નિલકંઠપાર્ક, સોરઠીયાવાડી, પટેલનગર, વિવેકાનંદનગર, તિરૂપતીનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ વગેરે. વોર્ડ નં. 4 (બેડી હેડવર્ક્સ): વેલનાથ પરા, સાગર પાર્ક, સાઈ પાર્ક, સિધ્ધી વિનાયક પાર્ક, ઓમ પાર્ક, સરદાર એવન્યુ, સેટેલાઇટ પાર્ક, ઇન્દ્રપ્રસ્થ 1 અને 2, પંચવટી સોસાયટી, સિલ્વર પાર્ક, રામ પાર્ક વગેરે. તા. 20-9-2026 (રવિવાર)ના રોજ પાણીકાપ ધરાવતા વિસ્તારો વેસ્ટ ઝોન: વોર્ડ નં. 1, 3 (ઘંટેશ્વર હેડવર્ક્સ): નાગેશ્વર, સૈનિક સોસાયટી, માધાપર ગામ, કૃષ્ણનગર, પરાસર પાર્ક, સત્યમ શિવમ સુન્દરમ, ભોલેનાથ પાર્ક, શિવરંજની, દીપવન સોસાયટી વગેરે. વોર્ડ નં. 10, 11, 12 (જેટકો ફિલ્ટરપ્લાન્ટ): આર્યશ્રી સોસાયટી, અક્ષરતીર્થ, હનુમંત ટાઉનશીપ, સિટીઝન ટાઉનશીપ, ઈસ્કોન એમ્બિટી, મવડી પોલીસ હેડ ક્વાર્ટર, મોટા મૌવા ગામ, સ્વામી વિવેકાનંદ આવાસ, નવો 150 ફૂટ રીંગ રોડ, કણકોટ ગામ, ગીતાનગર, વામ્બે આવાસ, નાના મૌવા ગામતળ વગેરે. વોર્ડ નં. 2, 7, 8 (ન્યારી ફિલ્ટર નવો ESR): સામ્રાજ્ય સી એચ એપાર્ટમેન્ટ, સાકેત પાર્ક, ગોલ્ડન પાર્ક, દ્વારકાધામ, કસ્તુરી એપાર્ટમેન્ટ, ઈન્દ્રપ્રસ્થ નગર, નર્મદા પાર્ક, અમીન માર્ગ ક્વાટર્સ, એસ્ટ્રોન સોસાયટી, રેલનગર 1 2, સંતોષીનગર, પોપટપરા, સેન્ટ્રલ જેલ વિસ્તાર વગેરે. સેન્ટ્રલ ઝોન: વોર્ડ નં. 2, 3 (બજરંગવાડી રેલનગર): બજરંગવાડી, હુડકો સ્લમ ક્વાટર, મોચીનગર, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, રાજીવનગર, ભોમેશ્વરવાડી, ભોમેશ્વર પ્લોટ, ગોકુળીયાપરા વગેરે. વોર્ડ નં. 6, 7 (જીલ્લા ગાર્ડન, રેસકોર્સ કિશાનપરા): મારુતીનગર, રેસકોર્સ પાર્ક, પોલીસ હેડક્વાર્ટર્સ, બહુંમાળી ભવન, સરકારી અધીકારી બંગલા, સરકિટહાઉસ, કિશાનપરા, મનહર પ્લોટ, વિદ્યાનગર, રજપુતપરા, જાગનાથ પ્લોટ વગેરે. વોર્ડ નં. 7, 13 (ગુરુકુળ ગોંડલ રોડ):** નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, માલવિયા નગર, વિનય સોસાયટી, કડવા પ્લોટ, ડાલીબાઇ આવાસ, પપૈયા વાડી વગેરે. ઈસ્ટ ઝોન: વોર્ડ નં. 6, 15, 17, 18 (દૂધસાગર, વિનોદનગર સ્વાતિ હેડવર્ક્સ):** સદગુરુ રણછોડનગર, કબીરવન, ગોકુલ નગર આવાસ, બેટ દ્વારકા, અયોધ્યા સોસાયટી, કોઠારિયા રોડ, હુડકો-A B, સોમનાથ ઇંડસ્ટ્રીઝ, ખોડલધામ, ગંજીવાડા, માજોઠીનગર વગેરે. તા. 21-9-2026 (સોમવાર)ના રોજ પાણીકાપ ધરાવતા વિસ્તારો વેસ્ટ ઝોન: વોર્ડ નં. 8, 10 (રૈયાધાર 150' રીંગ રોડ સપ્લાય પમ્પિંગ સ્ટેશન): 150 રીંગ રોડ આધારિત સોસાયટીઓ, ગુણવંત નગર, તુલસી પાર્ક, શિલ્પન કુંજ, આવકાર સોસા., સમરસ હોસ્ટેલ, ગાર્ડન સીટી, અક્ષર પાર્ક, ન્યુ પરીમલ, રઘુવીર પાર્ક, સેલ્સટેક્સ સોસાયટી, ગાયત્રી બંગ્લોઝ, બોમ્બે હાઉસીંગ, પત્રકાર સોસાયટી, પુષ્કરધામ, શાંતિવન સોસાયટી વગેરે. વોર્ડ નં. 8, 11, 13 (ચંદ્રેશનગર હેડવર્ક્સ): લક્ષ્મીનગર, રાધાનગર, ભક્તિધામ, મેઘમાયાનગર, માયાણીનગર આવાસ, ગીરનાર સોસા., સરદારનગર, ઓમનગર, અલ્કા સોસા., મવડી પ્લોટ, નવરંગ પરા, પરમેશ્વર કોલોની વગેરે. વોર્ડ નં. 8, 10, 11, 12, 13 (મવડી સવારનો વિસ્તાર હેડવર્ક્સ): રામધામ, ન્યુ કોલેજવાડી, જાગનાથ પ્લોટ, ગીરનાર સોસા, શ્રીનાથજી સોસા, ઉદય નગર, ગોકુલ ધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, લક્ષમન જૂલા, સન સિટી, મવડી ગામતળ, અંબિકા ટાઉનશીપ, ગોકુલધામ મેઇન રોડ, શક્તિનગર વગેરે. સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 2, 3 - જ્યુબેલી જંકશન): મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ, ગાયવાડી, મોરબીનો ઉતારો, રેલ્વે હોસ્પિટલ, કલેક્ટર ઓફિસ, શ્રોફ રોડ, સાયલાનો ઉતારો, સિવિલ હોસ્પિટલ વગેરે. ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 18): કોઠારિયા ગામતળ સહિતના વિસ્તારો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાનાં વોટર વર્ક્સ વિભાગ દ્વારા નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં મેન્ટેનન્સનું કામ કરવાનું કારણ આપી આ પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. ત્યારે મેન્ટેનન્સ તેમજ લીકેજનાં રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં પાણી વિતરણ પૂર્વવત શરૂ કરવામાં આવશે, ત્યાં સુધી નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા રાજકોટ મનપાએ અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના શૈલજા બંગ્લોઝમાં ગોગા મહારાજ અને શૈલમ્ મહાદેવ મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા:19-20 સપ્ટેમ્બરે યોજાશે, 26 સપ્ટેમ્બરથી 9 દિવસીય શિવકથાનું પણ આયોજન
    Next Article
    હિમાલયા મોલના મેક્સસ સિનેમાનું લાઈસન્સ તાત્કાલિક અસરથી મોકૂફ:એક્સપાયર્ડ ફાયર સર્ટિ, બિનઅધિકૃત બુકિંગ અને અન્ય એજન્સીને સંચાલન સોંપતા તંત્ર લાલઘૂમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment