Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 વર્ષમાં 1.99 કરોડથી વધુ ઈમરજન્સી કેસમાં 108ની ટીમ મદદે:દર 21 સેકન્ડે એક એમ્બ્યુલન્સ દોડે છે, પ્રસૂતાઓને સૌથી વધારે મદદ, 24.18 લાખ અકસ્માતના કેસ

    11 hours ago

    ગુજરાતની ‘લાઈફલાઈન’ ગણાતી 108 ઈમરજન્સી મેડિકલ સેવા ઓગસ્ટ 2026 સુધીમાં કુલ 1 કરોડ 99 લાખ 7 હજારથી વધુ ઈમરજન્સી કેસમાં પ્રતિસાદ આપી ચૂકી છે. રાજ્યમાં 29 ઓગસ્ટ 2007થી શરૂ થયેલી આ નિઃશુલ્ક 24x7 સેવા 19 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. કટોકટીની સ્થિતિમાં દર્દીને તાત્કાલિક પ્રિ-હોસ્પિટલ કેર અને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં 108ની મહત્વની ભૂમિકા રહી છે. 19 વર્ષમાં 1.99 કરોડથી વધુ ઈમરજન્સી કેસ ઓગસ્ટ 2026 સુધીના આંકડા પ્રમાણે 108 દ્વારા કુલ 1,99,07,135 ઈમરજન્સી કેસમાં સેવા આપવામાં આવી છે. જેમાં 1,96,42,876 મેડિકલ ઈમરજન્સી, 2,55,953 પોલીસ સંબંધિત અને 8,306 ફાયર સંબંધિત કેસનો સમાવેશ થાય છે. પ્રસૂતા માતાઓ માટે સૌથી મોટી મદદ 108 સેવામાં મોટી સંખ્યામાં કોલ પ્રસૂતિ અને ગર્ભાવસ્થા સંબંધિત ઈમરજન્સીના હોય છે. અત્યાર સુધીમાં 62,97,944 ગર્ભાવસ્થા સંબંધિત કેસમાં મદદ કરવામાં આવી છે. એટલું જ નહીં, 108ના સ્ટાફે 1,64,715થી વધુ પ્રસૂતિઓમાં ઘટના સ્થળે મદદ કરી છે. દર 21 સેકન્ડે એક એમ્બ્યુલન્સ રવાના રાજ્યમાં 108 સેવા દ્વારા દરરોજ સરેરાશ 4,780 દર્દીઓને કટોકટીના સમયે મફત એમ્બ્યુલન્સ સેવા મળી રહી છે. આંકડા મુજબ દર 21 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસ માટે રવાના થાય છે. રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 13 મિનિટ 9 સેકન્ડ છે. શહેરી વિસ્તારમાં આ સમય 9 મિનિટ 55 સેકન્ડ અને ગ્રામ્ય વિસ્તારમાં 16 મિનિટ 28 સેકન્ડ જેટલો છે. 99% કોલ પ્રથમ બે રિંગમાં રિસીવ 108 નંબર પર આવતા લગભગ 99 ટકા કોલ પ્રથમ બે રિંગમાં જ રિસીવ કરવામાં આવે છે. લોકેશન બેઝ્ડ સર્વિસ અને CAD એપ્લિકેશનના ઉપયોગથી કોલ કરનારનું લોકેશન ઝડપથી મેળવી એમ્બ્યુલન્સ મોકલવામાં મદદ મળે છે. 62 કરોડ કિલોમીટરથી વધુ એમ્બ્યુલન્સનું સંચાલન 19 વર્ષના સમયગાળામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા 62 કરોડ કિલોમીટરથી વધુનું સંચાલન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 19.66 લાખથી વધુ ગંભીર પરિસ્થિતિમાં રહેલા લોકોના જીવ બચાવવામાં સેવા મહત્વપૂર્ણ બની છે. બોટ અને એર એમ્બ્યુલન્સથી સેવા વધુ વિસ્તરી દરિયામાં કામ કરતા માછીમારોને મેડિકલ સેવા આપવા માટે પોરબંદર અને ઓખા ખાતે બોટ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જ્યારે ગુજરાતમાં 21 માર્ચ 2022થી એર એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત કરવામાં આવી છે. 2007માં સોલા સિવિલથી શરૂઆત થઈ હતી 108 ઈમરજન્સી મેડિકલ સેવાની શરૂઆત 29 ઓગસ્ટ 2007ના રોજ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલથી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ સેવા વિસ્તરતી ગઈ. અમદાવાદના નરોડા-કઠવાડા વિસ્તારમાં રાજ્યકક્ષાનું આધુનિક ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે. 108 કટોકટીની ઘડીએ મહત્વની ‘જીવાદોરી’ બની આજે 108 સેવા મેડિકલ ઈમરજન્સી ઉપરાંત પોલીસ અને ફાયર સંબંધિત કટોકટીમાં પણ નાગરિકોને ઝડપી પ્રતિસાદ આપી રહી છે. ટેકનોલોજી અપગ્રેડેશન, આધુનિક મેડિકલ સાધનો, વેન્ટિલેટર અને તાલીમબદ્ધ સ્ટાફના કારણે રાજ્યના શહેરી વિસ્તારથી લઈને અંતરિયાળ ગામડાં સુધી 108 સેવા લોકો માટે કટોકટીની ઘડીએ મહત્વની ‘જીવાદોરી’ બની છે.
    Click here to Read More
    Previous Article
    સગીરા પત્ની સાથે સંબંધ બાંધવો POCSO હેઠળ ગુનો:કેરળ હાઈકોર્ટે કહ્યું- મુસ્લિમ પર્સનલ લૉનો હવાલો આપીને આરોપી બચી શકે નહીં
    Next Article
    જામનગર એરપોર્ટ પર આતંકી હુમલાની મોકડ્રીલ:ચેતક કમાન્ડોએ 4 આતંકવાદીઓને ઠાર કરી બંધકોને બચાવ્યાં, સ્થાનિક તંત્રની સજ્જતા ચકાસવા ઓપરેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment