Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝળહળતી સિદ્ધિ:વાગડમાં માંજુવાસ પ્રાથમિક શાળાના 19માંથી 16 છાત્રો CET પરીક્ષામાં સફળ

    9 hours ago

    માંજુવાસ પ્રાથમિક શાળામાં CET પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર છાત્રોના સન્માન માટે સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે છાત્રોને સ્વ.અરજણભાઈ ડાંગરની સ્મૃતિચિન્હરૂપે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાયા હતા. જેના દાતા નાગદાનભાઈ ભચાભાઈ ડાંગર રહ્યા હતા. છાત્રો માટે પ્રીતિભોજનનું આયોજન વાલીગણ દ્વારા કરાયું હતું. આ વર્ષે CET પરીક્ષામાં શાળાના કુલ 19 છાત્રોમાંથી 16એ સફળતા પ્રાપ્ત કરી હતી. ઉપરાંત માસ દરમિયાન સો ટકા હાજરી ધરાવતા છાત્રોને પણ ઇનામ આપી વિશેષ પ્રોત્સાહન અપાયું હતું. આવા કાર્યક્રમો છાત્રોમાં નિયમિત હાજરી પ્રત્યે ઉત્સાહ વધારવામાં અને ડ્રોપઆઉટ દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આચાર્ય ભૂમિકાબેન પટેલના માર્ગદર્શનમાં શિક્ષકોએ શાળા સમય બાદ નિયમિત રોજ એક કલાક વધારાનો સમય ફાળવી CET પરીક્ષાની વિશેષ તૈયારી કરાવી હતી, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે સરપંચ આલાભાઈ ડાંગર દ્વારા દરેક વિદ્યાર્થીને ડિજિટલ આઈ-કાર્ડ બનાવી આપી પ્રોત્સાહિત કરાયા હતા. હરેશભાઈ ડાંગર અને બાબુભાઈ આહિરે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. ઉપરાંત ગામના દાતાઓએ છાત્રોના ગણવેશ માટે રૂ.1.50 લાખની રકમ આપવાની જાહેરાત કરી હતી. આ અવસરે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી પ્રમુખ ભરતસિંહ પરમાર, ઉપપ્રમુખ સુરેશગીરી ગોસ્વામી હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    BJP leadership in a huddle over candidates list ahead of PM visit to Bengal
    Next Article
    15 હજારથી વધુ લોકોએ કરી સ્વદેશી મેળાની મુલાકાત:અંજારમાં નગરપાલિકા આયોજિત સ્વદેશી લોકમેળામાં રૂ.20 લાખનું વેચાણ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment