Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 નવેમ્બરે મનપાનાં સ્થાપના દિવસની ઉજવણી:"નાદ નિનાદ" શીર્ષક હેઠળ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં સંગીત સંધ્યા, માત્ર 1500 લોકોનાં મનોરંજન માટે રૂ. 7.50 લાખનો ખર્ચ!

    8 hours ago

    રાજકોટ મનપાનાં 53મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત 19 નવેમ્બરે 'નાદ નિનાદ' શીર્ષક હેઠળ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમ રૈયા રોડ પરનાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાવાનો છે, જ્યાં ગુજરાતના જાણીતા કલાકાર ભાવિન શાસ્ત્રી અને તેમની ઓર્કેસ્ટ્રા ટીમ સૂફી ગીતો, ભક્તિ સંગીત અને ફિલ્મ સંગીતનો સમન્વય રજૂ કરશે. જોકે માત્ર 1500 લોકોના મનોરંજન માટે આ કાર્યક્રમ પાછળ અંદાજિત રૂ. 7.50 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. જેને લઈને ગતવર્ષે સ્થાપના દિવસમાં બૉલીવુડ સિંગર સચેત-પરંપરાનાં કાર્યક્રમની મોજ માણનારા હજારો લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. 7.50 લાખના ખર્ચે સંગીત સંધ્યા યોજાશે સાંસ્કૃતિક સમિતિના ચેરમેન મનીષ ભટ્ટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ મનપાનાં 53મા સ્થાપના દિવસ નિમિત્તે શહેરની જનતાને ઉત્તમ કક્ષાનું મનોરંજન પૂરું પાડવા માટે આ સંગીત સંધ્યા રાખવામાં આવી છે અને તેના માટે લગભગ 7થી 7.50 લાખ રૂપિયા જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. ભાવિન શાસ્ત્રી ખૂબ જ સારા અને ઉચ્ચ ગજાના કલાકાર છે, જેઓ સૂફી ગીતો, ભક્તિ સંગીત અને ફિલ્મી ગીતો અદભુત રીતે રજૂ કરે છે. જાહેર જગ્યાને બદલે નાના પાયે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસ્તા, ગટર અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ તો નિયમિત આપવામાં આવે છે, પરંતુ રાજકોટની ઉત્સવપ્રિય જનતા તહેવારો અને ખાસ પ્રસંગોએ ખુશ રહે તથા ફ્રેશ અનુભવે તે માટે સારામાં સારું મનોરંજન મળે તેવો પ્રયાસ કરવામાં આવે છે. અગાઉ શહેરમાં દિવાળી કાર્નિવલ, ગરબાના કાર્યક્રમો અને શરદ પૂનમની રઢિયાળી રાત જેવા જાહેર સ્થળોના કાર્યક્રમો થઈ ચૂક્યા હોવાથી લોકો તહેવારોમાં થાકી ગયા હોય અથવા બહાર ફરવા ગયા હોય તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે જાહેર જગ્યાને બદલે નાના પાયે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં કાર્યક્રમ રાખવાનું નક્કી કરાયું છે. 1500થી વધુ લોકો આ કાર્યક્રમ માણી શકશે પ્રમુખસ્વામી ઓડિટીરીયમમાં માત્ર 750થી લઈને 800 લોકો માટે જ બેઠક વ્યવસ્થા હોવા બાબતે મનીષ ભટ્ટે સ્પષ્ટતા કરી હતી કે પ્રમુખસ્વામી ઓડિટોરિયમની બહાર મોટી એલઈડી સ્ક્રીન મૂકવામાં આવશે, જેથી 1500થી વધુ લોકો આ કાર્યક્રમ માણી શકે અને વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. અગાઉ કેટલાક કાર્યક્રમોમાં મેદાનમાં અપેક્ષા મુજબ ભીડ એકઠી ન થતી હોવાના કારણે બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર પણ તેમણે કર્યો હતો. ભાવિન શાસ્ત્રીનાં ગીતો લોકોને ડોલાવશે ઉલ્લેખનીય છે કે, અગાઉ મનપાનાં સ્થાપના દિવસ નિમિત્તે બોલિવૂડ ગાયકોને બોલાવવામાં આવતા હતા. ગતવર્ષે પણ બૉલીવુડ સિંગર સચેત-પરંપરાએ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધૂમ મચાવી હતી. જેનો હજારો લોકોએ લાભ લીધો હતો. જેના બદલે આ વખતે સુપ્રસિદ્ધ ભાવિન શાસ્ત્રી અને તેમની ટીમને આમંત્રણ આપવામાં આવ્યું છે. અને કાર્યક્રમ પણ ખુલ્લી જગ્યાને બદલે બંધ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો છે. જેને લઈ સ્થાપના દિવસે ભવ્ય કાર્યક્રમની રાહ જોતા રાજકોટનાં લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. આ કાર્યક્રમનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે. અને ભાવિન શાસ્ત્રીનાં ગીતો લોકોને ડોલાવશે તેવો વિશ્વાસ મનીષ ભટ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભારતનું પ્રથમ રેઝિલિયન્સ હબ બન્યું ગિફ્ટ સિટી:UNDRRએ આપી વૈશ્વિક માન્યતા, આપત્તિ સામેની સજ્જતા અને ક્લાઇમેટ ચેન્જ સામે ટકી રહેવાની ક્ષમતા વધારવા વૈશ્વિક નેટવર્કમાં સ્થાન
    Next Article
    नगीना में सवारी का इंतजार कर रही थी लड़की, अचानक दो बाइक सवार पहुंचे मौके पर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment