Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રભરમાં રાત-દિવસ ચોરી કરતી કુખ્યાત તસ્કર ગેંગ સામે `ગુજસીટોક':19 શખ્સોએ 10 વર્ષમાં 92 ગુનાને અંજામ આપ્યો, 10ની ધરપકડ, 4 જેલમા બંધ, મુખ્ય સૂત્રધાર સહીત 5ની શોધખોળ શરૂ

    1 week ago

    રાજકોટ રેન્જમાં થતી ગુનાખોરી પર અંકુશ લાવવા માટે સૌરાષ્ટ્રભરમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા આપવામાં આવેલ સૂચના આધારે રાજકોટ જિલ્લાના વિંછીયા પોલીસ સ્ટેશનમાં કુલ 19 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પાલીતાણાના કુખ્યાત તસ્કર રણજીત ઉર્ફે બોડીયો અને તેની ગેંગના 18 શખ્સોએ છેલ્લા 10 વર્ષમાં રાજકોટ ગ્રામ્ય, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જિલ્લામાં 80 ચોરીના ગુના સહિત લૂંટ, દુષ્કર્મ, દારૂ, જીવલેણ અકસ્માત સહિત 92 ગુનાને અંજામ આપ્યો છે. હાલ પોલીસે 10 શખ્સોની ધરપકડ કરી છે જયારે 4 આરોપી જેલમાં છે જેનો કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવશે અને મુખ્ય સૂત્રધાર સહિતના શખ્સો ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય સહીત સૌરાષ્ટ્રભરમાં દિવસ રાત બંધ મકાનને ટાર્ગેટ બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપતા 19 શખ્સો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે જયારે ચાર આરોપી જેલમાં બંધ છે જેનો કબ્જો મેપવી તેની ધરપકડ કરવામાં આવશે તેમજ મુખ્ય આરોપી રણજીત ઉર્ફે બોડિયો ઉર્ફે રણિયો પરમાર જે મૂળ પાલીતાણાનો રહેવાસી છે જેના વિરુદ્ધ કુલ 45 ગુના નોંધાઈ ચુક્યા છે જે ફરાર હોવાથી તેની અને બાકીના ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રણજીત બોડીયા ગેંગના 19 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 92 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં ચોરી, લૂંટ, દુષ્કર્મ, ગેંગ કેસ અને પ્રોહિબિશનના કેસનો સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ આરોપી ભયલુ વાઘેલા, મનજી ઉર્ફે બાટલી ડાભી, વિપુલ વણોદીયા, અશોક સોલંકી, જગદીશ ઉર્ફે કાળીયો ચૌહાણ, ભરત ઉર્ફે બોડિયો પરમાર, રાજુ ઉર્ફે ભાણો પરમાર, નરેશ કારડીયા અજિત ઉર્ફે ટીહલો, અર્જુન વાઘેલા અને હીરા ઉર્ફે નાનો સાથળીયાની ધરપકડ કરી છે જયારે આરોપી દિનેશ વાઘેલા, મનજી ઉર્ફે લાલો વાઘેલા, મુકેશ ઉર્ફે ભૂપો ઉર્ફે ભગો સોલંકી અને ભરત ઉર્ફે પથુ વાઘેલા જેલમાં બંધ હોય જેથી તેનો કબ્જો મેળવી ગુજસીટોક હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ મુખ્ય આરોપી રણજીત ઉર્ફે બોડીયો પરમાર, સંજય ઉર્ફે સી જે વાઘેલા, અજય ઉર્ફે બોડિયો ઝાપડિયા અને સંજય સોલંકી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ આરોપી રણજીત બોડીયા વિરુધ્ધ 45 ગુના, ભયલુ વાઘેલા વિરુધ્ધ 7 ગુના, મનજી ઉર્ફે બાટલી ડાભી વિરુધ્ધ 21 ગુના, વિપુલ વણોદીયા વિરુધ્ધ 14 ગુના, અશોક સોલંકી વિરુધ્ધ 14 ગુના, જગદીશ ઉર્ફે કાળીયો ચૌહાણ વિરુધ્ધ 6 ગુના, ભરત ઉર્ફે બોડિયો પરમાર વિરુધ્ધ 18 ગુના, રાજુ ઉર્ફે ભાણો પરમાર વિરુધ્ધ 6 ગુના, નરેશ કારડીયા અજિત ઉર્ફે ટીહલો વિરુધ્ધ 8 ગુના, અર્જુન વાઘેલા વિરુધ્ધ 4 ગુના, હીરા ઉર્ફે નાનો સાથળીયા વિરુધ્ધ 4 ગુના, દિનેશ વાઘેલા વિરુધ્ધ 5 ગુના, મનજી ઉર્ફે લાલો વાઘેલા વિરુધ્ધ 8 ગુના, મુકેશ ઉર્ફે ભૂપો ઉર્ફે ભગો સોલંકી વિરુધ્ધ 31 ગુના, ભરત ઉર્ફે પથુ વાઘેલા વિરુધ્ધ 32 ગુના, સંજય ઉર્ફે સી જે વાઘેલા વિરુધ્ધ 8 ગુના, અજય ઉર્ફે બોડિયો ઝાપડિયા 20 ગુના અને સંજય સોલંકી વિરુધ્ધ 4 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ 14, ભાવનગરમાં 27, અમરેલીમાં 11, બોટાદમાં 19, જૂનાગઢમાં 3, ગીરસોમનાથમાં 4, દ્વારકામાં 2, જામનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 1 અને અમદાવાદ ગ્રામ્યમાં 1 મળી કુલ 92 ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં 35 દિવસની ઘરફોડ ચોરી, 32 રાત્રિની ઘરફોડ ચોરી, 13 અન્ય ચોરી, 1 લૂંટ, 1 દુષ્કર્મ, 5 ગેંગકેસ, ફેટલ અકસ્માત 1 અને પ્રોહીબીશનના 1 ગુનાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના ડોક્ટરે બે વર્ષ મફત સારવાર આપી:ગંભીર ચામડીના રોગમાંથી દર્દીને મુક્તિ મળી, CMના હસ્તે એવોર્ડ મળ્યો
    Next Article
    ગીર સોમનાથમાં બાળમજૂરી સામે સઘન ડ્રાઈવના નિર્દેશ:કલેક્ટરની અધ્યક્ષતામાં ટાસ્કફોર્સ બેઠક યોજાઈ, બાળમજૂરી વિરોધી કામગીરીની સમીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment