Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રાથી 1.89 કિલો ગાંજા સાથે એક ઝડપાયો:SOGએ કલ્પના ચોકડી પાસેથી ₹94,500નો જથ્થો જપ્ત કર્યો

    4 days ago

    સુરેન્દ્રનગર SOGએ ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી 1 કિલો 890 ગ્રામ સૂકા ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹94,500 આંકવામાં આવી છે. આરોપી પાસેથી કુલ ₹1,04,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં NDPS ગુનાઓ શોધી કાઢવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત SOG PI બી.એચ. શીંગરખીયાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ધ્રાંગધ્રા કલ્પના ચોકડીથી બાયપાસ રેલ્વે ફાટક આગળ માર્કેટિંગ યાર્ડ સામે આવેલી બંધ કેબિન પાસે હુશૈન ઉર્ફે લાલો જીવાભાઈ પટેલ (ઉં.30, રહે. કબ્રસ્તાન પાસે, પુલ નીચે, ધ્રાંગધ્રા) ગેરકાયદેસર સૂકા ગાંજાનો જથ્થો વેચાણ માટે લાવ્યો હતો. SOG ટીમે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો. આરોપી હુશૈન ઉર્ફે લાલો પટેલ પાસેથી 1 કિલો 890 ગ્રામ સૂકો ગાંજો (કિંમત ₹94,500) અને બે મોબાઈલ ફોન (કિંમત ₹10,000) મળી કુલ ₹1,04,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ, HC અશ્વિનભાઇ ઠારણભાઇ, HC અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર, HC અરવીંદસિંહ દિલુભા, HC અમરકુમાર કનુભા, PC મહાવિરસિંહ જોરૂભા રાઠોડ, PC કુલદિપસિંહ સામંતસિંહ ગોહીલ, PC સાહીલભાઇ મહમદભાઇ સેલત, PC મીતભાઇ દિલીપભાઇ, PC વિશાલભાઇ જોષી, ડ્રા.PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા અને ડ્રા.HC જગમાલભાઇ અંબારામભાઇ મેટાલીયા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ, સફાઈ અભિયાન:વોર્ડ નં. 9ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ આપ્યો જનજાગૃતિનો સંદેશ
    Next Article
    India's Shanti Act "Very Positive": Global Nuclear Watchdog Chief

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment