Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ ભરેલી કીઆ સેલ્ટોસ કાર સાથે એક ઝડપાયો:ધ્રાંગધ્રા હાઈવે પરથી 1872 બોટલ વિદેશી દારૂ, ₹7.72 લાખનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હરીપર ગામ નજીક હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક કીઆ સેલ્ટોસ કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1872 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹7,72,080નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરાર છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લીપ્ત રાય અને સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલુની સૂચનાથી જિલ્લામાં દારૂબંધીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઈ. પી.પી. ખુટીને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે, પોલીસે હરીપર ગામ પાસેના બ્રિજ પરથી પસાર થઈ રહેલી GJ 24 AM 7700 નંબરની કીઆ સેલ્ટોસ કારને રોકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂના 1872 નાના પ્લાસ્ટિકના ચપલા મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કારના ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલમાં ₹2,62,080ની કિંમતના 1872 દારૂના ચપલા, ₹5,00,000ની કિંમતની કીઆ સેલ્ટોસ કાર (GJ 24 AM 7700) અને ₹10,000ની કિંમતનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ ₹7,72,080નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી કલ્પેશભાઈ ઉર્ફે કલ્પો રૂવાજીભાઈ ગામીત (ઉં.વ. 30, રહે. ચાંપાવાડી ગામ, ડુંગરી ફળિયું, પોસ્ટ રાણીઆંબા, તા. સોનગઢ, જિ. તાપી)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર પુનમભાઈ ઉર્ફે પુનાભાઈ બાથાભાઈ ભરવાડ (રહે. સોનગઢ, નવા બસસ્ટેશન પાસે, ઉકાઈ રોડ, તા. સોનગઢ, જિ. તાપી)ને ફરાર જાહેર કરી તેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એન.એચ. ચુડાસમા, એ.એસ.આઈ. એચ.એચ. ઝાલા, એ.એસ.આઈ. પી.પી. ખુટી, અશોકસિંઘ ગુલાબસિંઘ, યુવરાજસિંઘ ધીરુભા, કેસરીસિંઘ અજીતસિંઘ, નિલેશકુમાર અશોકભાઈ અને મોહબતસિંઘ રામસંગભાઈ સહિતના પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધા રાત્રે રસ્તો ભૂલ્યા, અભયમ ટીમે પરિવાર સાથે મિલન.:જાગૃત નાગરિકના કોલથી 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડ્યા, પુત્ર અને પુત્રવધૂને વૃદ્ધાની યોગ્ય સંભાળ રાખવા સમજાવાયા
    Next Article
    3rd ODI LIVE: Rohit Under Spotlight As India Face England In Series Decider

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment