Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુર રોડ પર એડવોકેટના મકાનમાંથી 1.87 લાખની ચોરી:દાગીના, રોકડ અને પ્લોટના અસલ દસ્તાવેજની ઉઠાંતરી, દરવાજાનું તાળું તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો

    1 day ago

    મહેસાણાના રાધનપુર રોડ પર સહારા ટાઉનશીપ પાસે દેવકુટીરમાં રહેતા અને તોરણવાળી માતાના ચોકમાં રાજન ભાવસાર નામે ટેક્સ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા ભૂપેશકુમાર કુંદનલાલ ભાવસારના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ₹1,87,000ની ચોરી કરી છે. 15 ઓગસ્ટના રોજ બપોરે ટેક્સ એડવોકેટ પોતાનું મકાન બંધ કરીને ઓફિસે ગયા બાદ, સાળાના અવસાન નિમિત્તે અમદાવાદ ખાતે પરિવાર પાસે રોકાયા હતા. આ દરમિયાન 15 ઓગસ્ટના અઢી વાગ્યાથી 17 ઓગસ્ટના સવારના આઠ વાગ્યાના સમયગાળા વચ્ચે અજાણ્યા ચોર ઈસમે મકાનના લોખંડનો નકુચો અને લાકડાના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. દાગીના, રોકડ અને પ્લોટના દસ્તાવેજની ફાઈલની ચોરી સવારે પાડોશીએ મકાન ખુલ્લું હોવાની જાણ કરતાં પરિવાર મહેસાણા દોડી આવ્યો હતો. ઘરમાં તપાસ કરતા બેડરૂમનો સામાન વેરવિખેર મળ્યો હતો. કબાટના ખાનામાંથી વડીલોપાર્જિત રાણીછાપના ચાંદીના જૂના સિક્કા તથા ચાંદીના ત્રણ હાર મળી આશરે 650 ગ્રામ દાગીના (કિંમત ₹ 1,20,000) અને રોકડા ₹ 67,000 તેમજ વિનાયક પાર્ક પ્લોટના દસ્તાવેજની અસલ ફાઈલની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ બનાવ અંગે મહેસાણા શહેર બી ડીવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવાતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પઠાણકોટમાં વેપારીના ઘરમાં ઘૂસીને પત્નીની હત્યા:માથામાં, ચહેરા-ગરદન પર સળીયાના ઘા માર્યા, લોહીલુહાણ; ચીસો સાંભળીને પહોંચેલા પડોશીઓએ દરવાજો તોડ્યો
    Next Article
    મસ્કામાં દીકરીઓએ ધારાસભ્ય સાથે સંવાદ કર્યો:લાઈબ્રેરી માટે રૂ.5 લાખની ગ્રાન્ટ જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment