Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    184ના રનચેઝમાં શ્રીલંકાએ પહેલી વિકેટ ગુમાવી:વુમન્સ એશિયા કપ ફાઇનલમાં શેફાલી વર્માની ફાસ્ટેસ્ટ ફિફ્ટી; સ્મૃતિની પણ હાફ સેન્ચુરી

    2 days ago

    ભારતે વુમન્સ એશિયા કપના ફાઇનલમાં શ્રીલંકાને 184 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં શ્રીલંકાનો સ્કોર 21/1 છે. ટીમ તરફથી ચમારી અટ્ટાપટ્ટુ અને વિશ્મી ગુણારત્ને ક્રિઝ પર છે. ક્રાંતિ ગૌડે ઇમેશા દુલુનીને ક્લીન બોલ્ડ કરી. દુબઈમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 183 રન બનાવ્યા. ભારત માટે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ફિફ્ટી ફટકારી. સ્મૃતિએ 59 અને શેફાલીએ 68 રન બનાવ્યા. બંનેએ પહેલી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી. કેપ્ટન હરમનપ્રીત કૌર 14 અને રિચા ઘોષ 17 રન બનાવીને આઉટ થઈ. શેફાલીએ 24 બોલમાં અડધી સદી પૂરી કરી, જે વુમન્સ એશિયા કપની સૌથી ઝડપી ફિફ્ટી છે. દુબઇમાં રમાઈ રહેલા મુકાબલામાં પાંચમી ઓવરમાં શ્રીલંકન ફીલ્ડર વિશ્વમી ગુણારત્ને ઇજાગ્રસ્ત થઈ ગઈ. થ્રો દરમિયાન તેની જમણી એડી ખરાબ રીતે મચકોડાઈ ગઈ. તે દર્દથી કણસતા મેદાન પર પડી ગઈ. આ પછી તેને સ્ટ્રેચર પર લાવીને મેદાનથી બહાર લઈ જવામાં આવી. આ દરમિયાન થોડી વાર સુધી રમત રોકાયેલી રહી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જી કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ અને નંદની શર્મા. શ્રીલંકા (SL): ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), ઈમેશા દુલાની, વિશ્મી ગુણારત્ને, હસીના પરેરા, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષિકા સિલ્વા, કૌશાની નુથ્યાંગના (વિકેટકીપર), સુગંદિકા કુમારી, ચામુડી પ્રબોદા અને મિતાલી અયોધ્યા.
    Click here to Read More
    Previous Article
    વૈભવની જગ્યાએ આવેલો સેમસન નિષ્ફળ ગયો:માત્ર 10 રન બનાવીને પેવેલિયન ભેગો થયો; અભિષેક શર્માએ ફિફ્ટી ફટકારી
    Next Article
    14 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મકર અને કુંભ રાશિને અણધાર્યો ધનલાભ અને મોટી સિદ્ધિનો યોગ, મિથુન રાશિની ઈચ્છાઓ પૂરી થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment