Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરમાં નવુ નજરાણું:રેલવે સ્ટેશન વિસ્તારમાં રૂ.1.83 કરોડના ખર્ચે નવસારીને મળ્યું આધુનિક સિટી બસ પોર્ટ: હજારો મુસાફરોને મોટી રાહત મળી

    23 hours ago

    નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં દૈનિક મુસાફરો અને નોકરીયાતો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. સ્ટેશન વિસ્તારમાં વર્ષો જૂના અને જર્જરિત થઈ ગયેલા માળખાને હટાવીને આશરે રૂપિયા 1.83 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક ‘સિટી બસ પોર્ટ’નું લોકાર્પણ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવા બસ પોર્ટના પ્રારંભથી શહેરના જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ) ક્ષેત્રે મોટો સુધારો થશે. ​આ નવું બસ પોર્ટ માત્ર મુસાફરોની સુવિધા પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિસ્તારમાં થતાં અસ્તવ્યસ્ત ટ્રાફિકને નિયંત્રિત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. સિટી બસ પોર્ટની સુવિધા પર નજર વિરાસત અને પર્યાવરણનો સમન્વય, સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા યથાવત્... નવા નિર્માણ દરમિયાન પણ શહેરના ઐતિહાસિક વારસા મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમાને પૂરા સન્માન સાથે યથાવત્ રાખવામાં આવી છે.​ નિર્માણ કાર્ય દરમિયાન એક પણ વૃક્ષ કાપવાને બદલે તેને સુરક્ષિત રાખીને પર્યાવરણ જાળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મુસાફરો અને નોકરીયાતોને સીધો ફાયદો.. ​ રેલવે સ્ટેશનથી અવરજવર કરતા હજારો દૈનિક મુસાફરો, નોકરીયાતો અને પ્રવાસીઓને આ નવા બસ પોર્ટથી સુવિધાસભર અને સમયસર સેવાઓ મળી રહેશે. સુવ્યવસ્થિત પ્લેટફોર્મ અને પાર્કિંગ વ્યવસ્થાને કારણે સ્ટેશન રોડ પર અવારનવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ વાહનચાલકોને મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વલસાડ શહેરમાં 900થી વધુ રખડતા ઢોરથી હાઈવે અને‎માર્કેટમાં ટ્રાફિક, નવરાત્રિ પૂર્વે પાલિકાની તૈયારી અધૂરી‎
    Next Article
    મહિલાઓની સૂઝબૂઝથી મોટો અકસ્માત ટળ્યો, વીડિયો વાયરલ‎:નવસારીમાં નશામાં ધૂત કારચાલકે મોપેડ સવાર મહિલાઓને ટક્કર મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment