Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    180 થી વધુ વિદ્યાર્થીઓને ₹17.50 લાખના ચેક:રોટરી ક્લબ વઢવાણ સિટી દ્વારા સ્કોલરશીપ વિતરણ

    2 weeks ago

    રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા સતત બીજા વર્ષે સ્કોલરશીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત 7 જૂન, 2026, રવિવારે સુરેન્દ્રનગરના બ્રહ્મ સમાજ ભવન ખાતે 180 થી વધુ વિદ્યાર્થીઓને ₹17.50 લાખથી વધુ રકમના સ્કોલરશીપ ચેકનું વિતરણ કરવામાં આવશે. આ સ્કોલરશીપ ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ લિમિટેડ, ફાઉન્ડેશન (SKP બેરિંગ્સ), રમેશભાઈ વોરા (દુબઈ) અને ઓરબિટ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આપવામાં આવી રહી છે. ચાલુ વર્ષે સ્કોલરશીપ માટે 400 થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાં કુલ ₹90 લાખથી વધુની રકમની માંગણી કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલી દરેક અરજીની વન-ટુ-વન ઇન્ટરવ્યૂ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ઓળખવામાં આવ્યા. રકમની મર્યાદાને ધ્યાનમાં રાખીને, ધોરણ સાતથી કોલેજ સુધીના કુલ 180 થી વધુ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મળ્યો છે. આ પ્રસંગે ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝના ચેરમેન દિનેશભાઈ ઠક્કર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, માનનીય ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, સંગીતા અને શ્રીનંદ પલ્સીકર (ફાઉન્ડેશન) તેમજ ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝના એમડી આસિફ હિરાણી મહેમાન તરીકે હાજર રહેશે. સમારંભના અતિથિ વિશેષ તરીકે જગદીશભાઈ ખોરબા (આરએમ જીઆઈડીસી), દીપકભાઈ પટેલ (આસિસ્ટન્ટ કમિશનર સેન્ટ્રલ જીએસટી), ભરતભાઈ જિયાડ (આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ જીએસટી), ઇન્દ્રસિંહ ઝાલા (પ્રેસિડેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન), બાબુભાઈ જીનવાલા (મિલન ગ્રુપ લીમડી) અને ડો. એચ. ડી. ઝાલા (આઈ સર્જન) ઉપસ્થિત રહેશે. તેઓ બાળકોને સ્કોલરશીપના ચેક અર્પણ કરી પ્રોત્સાહિત કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોના માતા-પિતા સાથેના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દરમિયાન સમાજમાં ઘણા લોકો વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રોટરીના પ્લેટફોર્મ દ્વારા આવા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો આ એક સરાહનીય પ્રયાસ છે. વઢવાણ સિટી રોટરી ક્લબ છેલ્લા 26 વર્ષથી સમાજોપયોગી કાયમી પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યું છે. ક્લબને સમાજના વિવિધ દાતાઓ તરફથી સતત આર્થિક સહાય પ્રાપ્ત થાય છે. આ સ્કોલરશીપ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેર હીતા જાની, પ્રમુખ કાર્તિકભાઈ પટેલ, સેક્રેટરી જયદીપ બાવળીયા, રાજીવ મહેતા, સાવન પટેલ, ડો. રીનાબેન ગઢવી અને અન્ય સભ્યોનો સહયોગ મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખજોદમાં 500 વીઘા સરકારી જમીન પરના 96 ઝીંગા તળાવો તોડાશે:વરસાદ પૂર્વે કામગીરી પૂર્ણ કરવા અલ્ટીમેટમ, ખાડી પૂરની ગંભીર સમસ્યા માટે આ દબાણો જવાબદાર
    Next Article
    સુરેન્દ્રનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:ડેપ્યુટી મેયર અને વોર્ડ સભ્યોએ વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment