Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ભારતનું એક્સપોર્ટ હબ બનશે:વિશ્વના 180 દેશોમાં વાર્ષિક રૂ.30,500 કરોડની નિકાસ, એન્જિનિયરિંગ - કૃષિ ઉત્પાદનો ટોપ પર, હવે એરોસ્પેસ - ડિફેન્સને પ્રાધાન્ય અપાશે

    1 day ago

    ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા Districts as Export Hubs (DEH) પહેલ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ગુજરાતના 15 જિલ્લાઓમાં રાજકોટની પસંદગી થઈ છે. આ જિલ્લામાંથી વિશ્વના 180 દેશોમાં વાર્ષિક રૂ.30,500 કરોડની નિકાસ થાય છે. જેમાં એન્જિનિયરિંગ, કૃષિ અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ટોપ પર છે. જોકે હવે એરોસ્પેસ અને ડિફેન્સ સહિતના ક્ષેત્રોને પ્રાધાન્ય આપી રાજકોટને ભારતનું બેસ્ટ એક્સ્પોર્ટ હબ બનાવવા પ્રયત્નો કરવામાં આવશે. જે અંગે આજે 28 જુલાઈના રાજકોટ કલેકટર કચેરી ખાતે એક બેઠક પણ મળી હતી. કલેકટર ડૉ.ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારની ફોરેન ટ્રેડ પોલિસી હેઠળ શરૂ કરાયેલ Districts as Export Hubs (DEH) પહેલ દેશના દરેક જિલ્લામાં રહેલી નિકાસ ક્ષમતાને વૈશ્વિક બજારો સાથે જોડવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. આ રાષ્ટ્રીય અભિયાનના પ્રથમ તબક્કામાં દેશના 120 પ્રાથમિક જિલ્લાઓની પૈકી ગુજરાત રાજ્યનાં કુલ 15 જીલ્લાઓ અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, મોરબી, જુનાગઢ, ભરૂચ, વડોદરા, આણંદ, દાહોદ, સુરત, વલસાડ, નવસારી અને રાજકોટની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જીલ્લાનો સમાવેશ થતા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે ગૌરવની બાબત છે. રાજકોટ સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર તરીકે દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. જિલ્લો માત્ર ઉત્પાદન ક્ષેત્રે જ નહીં પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઇનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે. ગતવર્ષ દરમ્યાન રાજકોટ જિલ્લામાંથી રૂ.30,500 કરોડથી વધુની નિકાસ થઇ છે. જેને આગામી વર્ષોમાં વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમામ વિભાગો, નાણાકીય સંસ્થાઓ, નિકાસ પ્રોત્સાહન પરિષદો તથા ઉદ્યોગ જગત વચ્ચે વધુ સુમેળ અને સંકલન જરૂરી હોવાનું જણાવાયું હતું. આ તકે રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક માળખા અને નિકાસ ક્ષમતાની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. જિલ્લામાં 2.50 લાખથી વધુ MSME એકમો કાર્યરત છે. જે 11 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. રાજકોટમાં ઉત્પાદિત વિવિધ વસ્તુઓ વિશ્વના 180થી વધુ દેશોમાં નિકાસ થાય છે. કંડલા, મુન્દ્રા અને પીપાવાવ જેવા મુખ્ય બંદરો સાથે ઉત્તમ માર્ગ વ્યવસ્થા તથા આંતરરાષ્ટ્રીય હવાઈમથક અને રેલ્વે નેટવર્કથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસને મજબૂત આધાર પૂરો પાડે છે. રાજકોટના મુખ્ય નિકાસ ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ ઉત્પાદનો (રૂ.13,700 કરોડથી વધુ), કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો (રૂ.6,500 કરોડથી વધુ), ટેક્ષટાઈલ્સ (રૂ.6,000 કરોડથી વધુ), જેમ્સ એન્ડ જવેલરી (રૂ.800 કરોડથી વધુ) તેમજ હસ્તકલાના ઉત્પાદનો (રૂ.130 કરોડથી વધુ) નો સમાવેશ થાય છે.આ ઉપરાંત ભવિષ્યમાં વધુ વિકાસની સંભાવના ધરાવતા ક્ષેત્રો તરીકે એરોસ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન, રિન્યૂએબલ એનર્જી સાધનો, ફાર્માસ્યુટિકલ્સ API, મેડિકલ ડિવાઇસીસ, કેમિકલ, પેપર પેકેજીંગ, મેટલ્સ તથા ઇલેક્ટ્રિક-ઇલેક્ટ્રોનિકસ જેવા ક્ષેત્રો પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બેઠક દરમિયાન વિવિધ નાણાકીય સંસ્થાઓ, નિકાસ પ્રોત્સાહન પરિષદો અને સરકારી વિભાગોએ ઉપલબ્ધ યોજનાઓ, નાણાકીય સહાય, વીમા સુવિધાઓ, બજાર વિસ્તરણ, ડિજિટલ પ્લેટફોર્મ, ઈ-કોમર્સ, લોજિસ્ટિક્સ અને નિકાસ પ્રક્રિયાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.અંતમાં રાજકોટના સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવા અને નિકાસને વેગ આપવા તેમજ વધુ મજબૂત એક્સ્પોર્ટ હબ તરીકે વિકસાવી ભારતના નિકાસ ક્ષેત્રમાં જિલ્લાનું યોગદાન નોંધપાત્ર રીતે વધારવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં રાજકોટ ડી.ડી.ઓ, જિલ્લા ઉધ્યોગ કેન્દ્રના અધિકારી, નાબાર્ડ, લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિવિધ એકપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર હતા.
    Click here to Read More
    Previous Article
    Editor's View: 'PoK અમારું છે':ભારતના દાવાથી નવા-જૂની થવાનું નક્કી, પાકિસ્તાનના ટૂકડાનો ખતરો, ચૂંટણીમાં મુનીરસેનાએ કત્લેઆમ કરી બર્બરતા વરસાવી
    Next Article
    સંતરામપુર પોલીસે 7 માસથી ફરાર આરોપીને ઝડપ્યો:પ્રોહીબિશન કેસમાં વોન્ટેડ ચંપાલાલ ડામોરની ધરપકડ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment