Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ યાર્ડમાં આગોતરી કેસર કેરીની આવક, ઊંચા ભાવ મળ્યા:પોરબંદરના બિલેશ્વર ગામના ખેડૂતે જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં આગોતરી કેસર કેરી વેચાણ માટે પહોંચાડી, કિલોના 180 થી 230 રૂપિયા સુધીના ભાવ મળ્યા.

    12 hours ago

    ​જૂનાગઢના શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે સિઝનની આગોતરી કેસર કેરીની આકર્ષક આવક નોંધાઈ છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામના ખેડૂત જૂનાગઢ યાર્ડમાં વેચાણ માટે કેસર કેરી લઈને આવ્યા હતા. વચગાળાની સાઈઝની આ કેસર કેરી પ્રતિ કિલો 180 રૂપિયાથી લઈને 230 રૂપિયા સુધીના ઊંચા ભાવે વેચાઈ હતી. ​જૂનાગઢ બજાર સમિતિના શાકભાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે આગોતરી કેસર કેરીની આવક થઈ હતી. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ તરફના વિસ્તારમાં દર વર્ષે આગોતરી કેરીનો પાક થતો હોવાથી ત્યાંના ખેડૂતોની કેરી દર વર્ષે યાર્ડમાં વહેલી આવે છે. ગઈકાલે પોરબંદર યાર્ડમાં પણ બોક્સમાં કેરીની આવક થઈ હતી. જ્યારે જૂનાગઢ યાર્ડમાં ખેડૂત 3 કિલોના એક એવા 7 થી 8 ઝબલા એટલે કે અંદાજે 20 થી 25 કિલો કેસર કેરી લઈને આવ્યા હતા. જૂનાગઢ યાર્ડમાં આવેલી આ કેરી ખાખડીથી મોટી અને મોટી કેરીથી નાની એટલે કે વચગાળાની સાઈઝની હતી. ​આ બાબતે જૂનાગઢ બજાર સમિતિના શાકભાજી માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર આર. એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર ગઈકાલે કેસર કેરીની સારી એવી આવક નોંધાઈ છે. ખેડૂતો દ્વારા 3 કિલોના ઝબલા ભરીને કેસર કેરી વેચાણ માટે લાવવામાં આવી હતી અને આ પ્રકારે અંદાજે 7 થી 8 ઝબલા લેખે કુલ 20 થી 25 કિલો કેસર કેરીની આવક થઈ છે. ​વધુમાં ઇન્સ્પેક્ટર આર. એસ. ગજેરાએ જણાવ્યું હતું કે આ કેસર કેરી પોરબંદર જિલ્લાના રાણાવાઉ તાલુકાના બિલેશ્વર ગામથી ખેડૂતો દ્વારા લાવવામાં આવી છે, કારણ કે આ વિસ્તારમાં દર વર્ષે થોડી વહેલી કેસર કેરીનું ઉત્પાદન થતું હોવાથી ખેડૂતો માર્કેટમાં વહેલા આવે છે. જૂનાગઢ યાર્ડમાં ખાસ કરીને ખાખડીથી મોટી અને મોટી કેરીથી નાની એટલે કે વચગાળાની સાઈઝની કેસર કેરી જોવા મળી છે અને આ કેસર કેરીના ભાવ કિલોના 180 રૂપિયાથી માંડીને 230 રૂપિયા સુધીના વેચાયા છે. આ પ્રકારની કેસર કેરી દર વર્ષે આગોતરી ઉપજ તરીકે ખેડૂતો પાસે થતી હોવાથી દર વર્ષે આ સિઝનમાં યાર્ડમાં વેચાણ અર્થે આવે છે.
    Click here to Read More
    Previous Article
    LJPના ગુજરાત પ્રમુખને બિશ્નોઈ ગેંગ તરફથી મારી નાખવાની ધમકી:સંદીપ સિંગ ઉર્ફે સેન્ડી નામના શખ્સે ફોન કરી ધમકી આપી;આશિષ પટેલે ગૃહમંત્રી પાસે પોલીસ રક્ષણ માગ્યું
    Next Article
    ભુજથી દિલ્હી માટે એર ઇન્ડિયાની નવી ફ્લાઇટ શરૂ:મુસાફરોને મોટી રાહત મળશે, સાંસદ વિનોદ ચાવડાએ ગુજરાત અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment