Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત રિફાઇનરીની ક્ષમતા 18 મિલિયન મેટ્રિક ટન પર પહોંચશે:રિફાઇનરી હેડે કહ્યું- સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં, LOBS પ્લાન્ટ બાદ હવે પોલીપ્રોપીલિન યુનિટ થશે શરૂ

    11 hours ago

    ભારતના ઊર્જા ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ યોગદાન આપતી ઈન્ડિયન ઓઈલની ગુજરાત રિફાઇનરી આજે તેની સ્થાપનાના 60 સફળ વર્ષ પૂર્ણ કરીને 'ડાયમંડ જ્યુબિલી' ઉજવી રહી છે. 6 દાયકા પહેલાં માત્ર 2 મિલિયન મેટ્રિક ટનથી શરૂ થયેલી આ નાનકડી સફર આજે 18 મિલિયન મેટ્રિક ટનની વિશાળ ક્ષમતા બનશે. દેશમાં પ્રથમ હાઇડ્રોક્રેકરથી લઈને આત્મનિર્ભરતા તરફ દોરી જતા સ્પેશિયાલિટી કેમિકલ્સના ઉત્પાદનમાં ગુજરાત રિફાઇનરીએ હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી છે. રિફાઇનરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને હેડ બિપ્લબ બિશ્વાસે ભવિષ્યના વિકાસ, આયાત ઘટાડતા નવા પ્લાન્ટ્સ અને કર્મચારીઓની સુરક્ષા અંગે મહત્વની વિગતો આપી હતી. રિફાઇનરીની ક્ષમતા 18 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચશે ગુજરાત રિફાઇનરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને રિફાઇનરી હેડ બિપ્લબ બિશ્વાસ એ જણાવ્યું હતું કે, ગુજરાત રિફાઇનરી હાલમાં તેની સ્થાપનાનું 60મું વર્ષ (ડાયમંડ જ્યુબિલી) ઉજવી રહી છે. 60 વર્ષ પહેલાં માત્ર 2 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા સાથે ખૂબ જ નાના પાયે શરૂ થયેલી આ રિફાઇનરી આજે દેશની જરૂરિયાતો પૂરી કરતા 18 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા સુધી પહોંચશે. છેલ્લા 6 દાયકામાં ભારતીય ઓઇલ ઉદ્યોગમાં ગુજરાત રિફાઇનરીનો ઇતિહાસ ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યો છે. દેશનું પ્રથમ હાઇડ્રોક્રેકર, પ્રથમ રાઇઝર FCC અને પ્રથમ ડીઝલ હાઇડ્રોટ્રીટર સ્થાપવાનો શ્રેય ગુજરાત રિફાઇનરીને જાય છે. 'લ્યુબ ઓઇલ બેઝ સ્ટોક' (LOBS) પ્લાન્ટ કાર્યરત કરાયો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધતા, રિફાઇનરીએ ગત વર્ષે 'બ્યુટાઇલ એક્રિલેટ' નામના સ્પેશિયાલિટી કેમિકલનો પ્લાન્ટ શરૂ કર્યો હતો. આ ઉપરાંત, વાહનોના એન્જિન ઓઇલમાં વપરાતા અને અત્યાર સુધી આયાત થતા રો-મટિરિયલનું દેશમાં જ ઉત્પાદન કરવા માટે તાજેતરમાં જ 'લ્યુબ ઓઇલ બેઝ સ્ટોક' (LOBS) પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. ભવિષ્યની યોજનાઓ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પોલીપ્રોપીલિન યુનિટ પણ શરૂ કરી દેવામાં આવશે. રિફાઇનરી હવે પોતાની ક્ષમતા વધારવા ઉપરાંત સ્પેશિયાલિટી કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના નવોન્મુખ પ્રોજેક્ટ્સ પર વિશેષ ભાર મૂકી રહી છે. નિયમિત હેલ્થ ચેકઅપ જેવી પ્રક્રિયાઓ અમલી કામદારોની સુરક્ષા અને પ્લાન્ટની સલામતી અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, રિફાઇનરીમાં સુરક્ષા સાથે ક્યારેય સમાધાન કરવામાં આવતું નથી. નવેમ્બર 2024ના બનાવ બાદ સુરક્ષા માટેના તમામ પ્રોટોકોલ્સ (SOPs) વધુ કડક કરવામાં આવ્યા છે. કર્મચારીઓ માટે વ્યાપક સુરક્ષા તાલીમ, જાગરૂકતા અભિયાન અને નિયમિત હેલ્થ ચેકઅપ જેવી પ્રક્રિયાઓ અમલી બનાવવામાં આવી છે. આ કડક સુનિશ્ચિતતાના કારણે જ હાલમાં ચાલી રહેલા તમામ મોટા અને નવા પ્રોજેક્ટ્સનું કમિશનિંગ કોઈ પણ દુર્ઘટના વિના સલામત રીતે થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીના રાજ્યસભા ઉમેદવાર બન્યા:અખિલેશ યાદવની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું, 16 ઓક્ટોબરે ચૂંટણી
    Next Article
    Kumortuli Ghat: Crucial Restoration For Kolkata's Evergreen Potters' Lane

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment