Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના 18 જિલ્લામાં આજે માવઠાની આાગાહી:40 કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે, 24 કલાક બાદ મહતમ તાપમાનમાં થશે વધારો

    11 hours ago

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં આજે 7 એપ્રિલે રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા, ઉત્તર ગુજરાત અને વડોદરા, ભરૂચમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી 18 જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. એ સાથે જ આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદ શહેરનું મહતમ તાપમાન 36 ડિગ્રી સુધી રહી શકે છે. એ સાથે જ 24 કલાક બાદ મહતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ થઈ શકે છે. ત્રણ માવઠામાં વરસાદ અને વીજળીના કહેરે પાંચ લોકોના મોત થયા ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયામાં આવેલા ત્રણ માવઠામાં વરસાદ અને વીજળીના કહેરે કુલ પાંચ લોકોના મોત થયા છે. 19 માર્ચે સુરતમાં આવેલા મિની વાવાઝોડામાં પર્વત પાટિયા વિસ્તારમાં વિશાળ લોખંડનું બોર્ડ પડતાં મુકેશકુમાર નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે સચિનના હળપતિવાસમાં દિવાલ તૂટી પડતાં છનાભાઈ રાઠોડ ગંભીર ઘાયલ થયા હતા અને 21 માર્ચે તેમનું મોત નીપજ્યું હતું. તાજેતરમાં 2થી 7 એપ્રિલ દરમિયાનના ત્રીજા માવઠામાં પાટણના સરસ્વતી તાલુકાના મુલુસણ ગામે વીજળી પડતાં 20 વર્ષીય પરિણીત યુવતી આનંદબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને તેના પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. આ જ દરમિયાન ગાંધીનગરના દહેગામના બારીયા બારડોલી ગામે વીજળી પડતાં 6 વર્ષની બાળકીનું પણ મોત થયું હતું. આ ઘટનાઓએ વરસાદ અને વીજળી સામે સાવચેતીની જરૂરિયાત ફરી એક વાર ઉજાગર કરી છે.
    Click here to Read More
    Previous Article
    દિશા વાકાણીના પિતાનું 84ની વયે નિધન:પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીએ અંતિમ શ્વાસ લીધા, થોડા સમયથી બીમાર હતા
    Next Article
    વાગરામાં ભાજપના પાયાના કાર્યકર AAPમાં જોડાયા:અરૂણાબેન પટેલનો પક્ષપલટો, વાગરા-2 તાલુકા પંચાયતની બેઠક પરથી AAPના ઉમેદવાર બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment