Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણકી વાવમાં 18 કરોડનો 3D લેઝર શો તૈયાર:વડાપ્રધાન 31 માર્ચે ઓનલાઈન ઉદ્ઘાટન કરશે, ઇતિહાસ દર્શાવાશે

    2 days ago

    પાટણની વિશ્વ ધરોહર રાણકી વાવ ખાતે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉમેરાયું છે. આશરે 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 3D લેઝર શોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચના રોજ ઓનલાઈન કરશે. આ શો રાણકી વાવના સમૃદ્ધ ઇતિહાસને ઉજાગર કરશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ એકાદ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા 3D પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમાં રંગબેરંગી લેઝર લાઇટિંગ, મોન્યુમેન્ટ લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ થાય છે. રાણકી વાવ પરિસરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કોઈ પણ તોડફોડ વગર 10 લેઝર પ્રોજેક્ટર ફીટ કરવામાં આવ્યા છે. પ્રવાસીઓના પ્રવેશ માટેના પાથ-વે પર બંને બાજુ લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ લાઇટિંગ શોને ઓપરેટ કરવા માટે પરિસરમાં એક અલાયદો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે. આ 3D લેઝર શો દ્વારા રાણકી વાવ પરિસરમાં આવેલી વિવિધ ઐતિહાસિક પ્રતિમાઓની માહિતી સાથે વાવના ઇતિહાસની ડોક્યુમેન્ટરી વોઇસ ઓવર સાથે દર્શાવવામાં આવશે. રાણકી વાવના ઇતિહાસમાંથી તૈયાર કરાયેલી સ્ક્રિપ્ટ પર આધારિત આશરે 20 થી 25 મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ શો દરમિયાન 250 જેટલા પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. રાણકી વાવના અધિકારી અમિત યાદવે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચે આ 3D લેઝર શો પ્રોજેક્ટનું ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવશે, જે રાણકી વાવના ઇતિહાસને પ્રવાસીઓ સમક્ષ રજૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    DGVCL સ્ટોર રૂમમાં આગ લાગી:વાપીના બલીઠામાં વીજ પોલના તણખલાથી આગ લાગતા મીટર કેબિનોને નુકસાન
    Next Article
    રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, 21 IASને પ્રભારી સચિવ બનાવ્યા:34 IT અધિકારીને પ્રમોશન સાથે 41 અને GAS કેડરના 31 અધિકારીની બદલી, 32 ના.મામલતદારને પ્રમોશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment