Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નામિબિયાએ સાઉથ આફ્રિકાને ફરી હરાવ્યું:ટ્રાઇ સિરીઝમાં 18 રનથી જીત્યા, ટ્રમ્પેલમેન-સ્મિટને 3-3 વિકેટ; બ્રેવિસના 75 રન કામ ન આવ્યા

    8 hours ago

    નામિબિયાએ T20 ઇન્ટરનેશનલમાં સાઉથ આફ્રિકાને બીજી વખત હરાવ્યું છે. વિન્ડહોક ગ્રાઉન્ડમાં શુક્રવારે રમાયેલી ટ્રાઇ સિરીઝની પ્રથમ મેચમાં યજમાન ટીમે સાઉથ આફ્રિકાને 18 રનથી હરાવ્યું. નામિબિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 163 રન બનાવ્યા. જવાબમાં સાઉથ આફ્રિકા 20 ઓવરમાં 9 વિકેટે 145 રન જ બનાવી શકી. ડેવાલ્ડ બ્રેવિસે 50 બોલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં. નામિબિયાના રૂબેન ટ્રમ્પેલમેન અને જેજે સ્મિટે 3-3 વિકેટ લીધી. આ સાઉથ આફ્રિકા સામે નામિબિયાની માત્ર બીજી T20 ઇન્ટરનેશનલ જીત છે અને બંને જીત છેલ્લા 10 મહિનામાં આવી છે. આ ટ્રાઇ સિરીઝમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ છે. ફ્રાયલિંક અને સ્ટીનકેમ્પે અપાવી ઝડપી શરૂઆત સાઉથ આફ્રિકાના કેપ્ટન બ્યોર્ન ફોર્ટુઇને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. નામિબિયાના ઓપનર યાન ફ્રાયલિંક અને લોરેન સ્ટીનકેમ્પે આ નિર્ણયને ખોટો સાબિત કરતા 84 રનની ભાગીદારી કરી. બંનેએ 9.4 ઓવરમાં આ રન જોડ્યા. ફ્રાયલિંકે 38 બોલમાં 60 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. સ્ટીનકેમ્પે 29 બોલમાં 41 રનની ઇનિંગ્સ રમી. નામિબિયા 15મી ઓવરમાં 133 રન સુધી પહોંચી ગયું હતું, પરંતુ તે પછી આફ્રિકાના બોલરોએ વાપસી કરી. ટીમે છેલ્લી 5 ઓવરમાં માત્ર 30 રન આપીને 6 વિકેટ લીધી. પ્રેનેલન સુબ્રાયેને 3 વિકેટ લીધી, જ્યારે ફોર્ટુઇને 2 વિકેટ મેળવી. આ દરમિયાન નામિબિયાએ 116/1 થી 133/5 સુધી પહોંચતા 22 બોલમાં 4 વિકેટ ગુમાવી દીધી. છેવટે કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે 19, એલેક્ઝાન્ડર બુસિંગ-વોલ્શેન્કે 13 અને ટ્રમ્પેલમેને 12 રન બનાવીને ટીમને 163/9 સુધી પહોંચાડી. ટ્રમ્પેલમેન અને સ્મિટે પ્રોટીઝને સંભાળવા દીધા નહીં 164 રનના ટાર્ગેટને ચેઝ કરતા આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. જોર્ડન હર્મન 7 અને લુઆન-ડ્રે પ્રિટોરિયસ 9 રન બનાવીને આઉટ થયો. આ પછી પણ વિકેટો પડતી રહી અને 86 રનના સ્કોર પર ટીમે 5 વિકેટ ગુમાવી દીધી હતી. ડેવાલ્ડ બ્રેવિસે એક છેડો સંભાળી રાખ્યો. તેણે 50 બોલમાં 75 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા. બ્રેવિસ અને ડુયાન જાનસને છઠ્ઠી વિકેટ માટે 47 રન જોડ્યા. બ્રેવિસ આઉટ થયો ત્યારે સાઉથ આફ્રિકાને છેલ્લી 13 બોલમાં 31 રન જોઈતા હતા. ટ્રમ્પેલમેને 18મી ઓવરમાં બ્રેવિસને આઉટ કરીને નામિબિયાની જીત લગભગ પાક્કી કરી દીધી. યાન્સેને 17 બોલમાં અણનમ 25 રન બનાવ્યા, પરંતુ બાકીના બેટર્સ તેમનો સાથ આપી શક્યા નહીં. છેલ્લી ઓવરમાં સ્મિટે 28 રન બચાવ્યા સાઉથ આફ્રિકાને છેલ્લી ઓવરમાં 28 રન જોઈતા હતા. જેજે સ્મિટના હાથમાં બોલ હતો અને ડુયાન યાન્સેન સ્ટ્રાઈક પર હતો. તેણે પ્રથમ બે બોલમાં 2 અને 6 રન બનાવ્યા, જેનાથી 3 બોલમાં 20 રનની જરૂરિયાત રહી ગઈ. ત્યારબાદ સ્મિટે યોર્કર નાખીને વાપસી કરી. તેણે ન્કોબાની મોકોએનાને લોંગ-ઓન પર કેચ કરાવ્યો અને પછી પ્રેનેલન સુબ્રાયેનને ડીપ મિડવિકેટ પર કેચ કરાવીને નામિબિયાની જીત પાક્કી કરી દીધી. સ્મિટ બન્યો પ્લેયર ઓફ ધ મેચ જેજે સ્મિટે 3 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો. તેણે પહેલા પાવરપ્લેના છેલ્લા ઓવરમાં માત્ર 4 રન આપ્યા. ત્યારબાદ 14મી ઓવરમાં વાપસી કરતા કોનર એસ્ટરહાઈઝેનને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. સ્મિટ માટે આ સતત બીજી વાર ખાસ મોકો હતો. ઓક્ટોબર 2025માં આફ્રિકા સામેની છેલ્લી જીતમાં પણ તેણે 3 વિકેટ લીધી હતી. તે મેચમાં તેણે સાઉથ આફ્રિકાની આઠમી વિકેટ લીધી હતી અને નામિબિયાએ 134/8નો સ્કોર ડિફેન્ડ કર્યો હતો. ટ્રમ્પેલમેને ફરી હરમન અને બ્રેવિસને આઉટ કર્યા રૂબેન ટ્રમ્પેલમેને 3/24નો સ્પેલ નાખ્યો. આફ્રિકા સામે ગયા વર્ષની જીતમાં પણ તેણે 3/28 લીધા હતા અને આ વખતે ફરી 3 વિકેટ લીધી. બંને મેચમાં તેણે રૂબિન હરમનને આઉટ કર્યો. છેલ્લી જીતમાં ટ્રમ્પેલમેને રીઝા હેન્ડ્રિક્સ અને જેસન સ્મિથને પણ આઉટ કર્યા હતા, જ્યારે આ વખતે પ્રિટોરિયસ અને બ્રેવિસ તેનો શિકાર બન્યો. નામિબિયાની બોલિંગમાં યુવા જેક બ્રાસેલ અને મેક્સ હિંગોને પણ વિકેટ મળી. ઇરાસ્મસે કહ્યું- સાબિત થયું કે અમે અહીંના છીએ નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે જીતને ટીમ માટે માત્ર એક વધુ અપસેટ ન ગણાવી. તેણે કહ્યું કે સાઉથ આફ્રિકા સામેની બે જીત દર્શાવે છે કે નામિબિયા મોટી ટીમ સામે સ્પર્ધા કરી શકે છે અને અગાઉની જીત કોઈ સંયોગ નહોતી. ઇરાસ્મસે કહ્યું કે ટીમે નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ જેવી ટીમને પણ હરાવી છે. 2022 T20 વર્લ્ડ કપમાં તેણે શ્રીલંકાને પણ હરાવ્યું હતું. ડુયાન યાન્સેનનું ડેબ્યૂ પણ ચર્ચામાં રહ્યું આફ્રિકા તરફથી ડુઆન યાન્સેને T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. શરૂઆત તેના માટે સારી રહી નહીં. પ્રથમ બે ઓવરમાં તેણે 18 રન આપ્યા. બાદમાં બોલિંગ કરતા કુલ 2/32નો આંકડો હાંસલ કર્યો. યાન્સેને બેટિંગમાં 17 બોલમાં અણનમ 25 રન બનાવ્યા. હવે ઝિમ્બાબ્વે સામે ટકરાશે આફ્રિકા ટ્રાઇ સિરીઝમાં સાઉથ આફ્રિકાનો આગામી મુકાબલો ઝિમ્બાબ્વે સામે શનિવારે થશે. જ્યારે, નામિબિયાની આગામી મેચ 31 ઑગસ્ટે ઝિમ્બાબ્વે સામે છે.
    Click here to Read More
    Previous Article
    मलबे में बहे, माता-पिता से बिछड़े, फिर भी नहीं टूटा हौसला; NDTV पर नेपाल के सैलाब में फंसे भाई-बहन की आपबीती
    Next Article
    BCCI આકિબ નબીને ઇંગ્લેન્ડ મોકલવાની તૈયારીમાં:ન્યૂઝીલેન્ડ ટેસ્ટ પહેલાં ત્યાં ડોમેસ્ટિક મેચ રમશે, ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સરે સાથે વાતચીત ચાલુ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment