Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શરતભંગના 18 કેસમાં રૂ.2.18 કરોડનો દંડ:ખેતીની જમીન પર ગેરકાયદે ધમધમતી તન્ના સ્પોર્ટ્સ એકેડમીને 33.12 લાખની ફટકાર

    20 hours ago

    રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરત ભંગના કેસોમાં વહિવટી તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 25 માર્ચથી 16 જુલાઈ એમ માત્ર 4 માસમાં શરતભંગના 18 કેસમાં રૂ.2.18 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ખેતીની જમીનમાં હોટલ, ઓઈલ મિલ અને પાર્ટી પ્લોટ ઊભા કરી દેવાયા હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ શહેરમાં શરત ભંગના 2 કેસ નોંધાયા છે. જેમાં શહેરના યુનિવર્સિટી રોડ ઉપર ખેતીની જમીન પર તન્ના સ્પોર્ટ્સ નામે એકેડમી શરૂ થઈ ગયાનું સામે આવતા રૂ.33.12 લાખનો દંડ કરાયો છે તો રાજકોટ દક્ષિણમાં ખેતીની જમીનનો વાણિજ્ય ઉપયોગ શરૂ થઈ જતા રૂ.48.50 લાખનો દંડ કરાયો છે. જે રાજકોટ જિલ્લામાં સર્વાધિક દંડ છે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 તથા 66 હેઠળ તા.25 માર્ચ,2026 થી તા.16 જુલાઈ, 2026ના સમયગાળા દરમિયાન જિલ્લામાં શરત ભંગના 18 મામલાઓ બહાર આવ્યા છે. જિલ્લામાં જમીનનો ગેરકાયદે ઉપયોગ કરનાર આસામીઓ અને સંચાલકો સામે તંત્ર દ્વારા કુલ રૂ.2,18,11,435 જેટલો દંડ ફટકારવાનો હૂકમ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અને વિગતો મુજબ, રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓમાં 3,07,154 ચોરસ મીટર ખેતીની જમીનનો બિનખેતી કર્યા વગર કે પછી મંજૂર થયેલી શરતોથી વિપરીત જઈને કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દેવાયો હતો. જેમાં પાર્ટી પ્લોટ, હોટેલ, સ્પોટ્સ કોમ્પ્લેક્સ, ઓઇલ મિલ તેમજ ધાર્મિક બાંધકામ જેવા વિવિધ હેતુઓ માટે મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું હતુ. કયા સ્થળે શરતભંગ - કેટલો દંડ ખોખડદળ (રાજકોટ) - રૂ.2,77,630 મુંજકા (રાજકોટ) - રૂ.1,70,846 મુંજકા (રાજકોટ) - રૂ.24,77,380 આટકોટ (જસદણ) - રૂ.12,141 પાળ (લોધીકા) - રૂ.7,46,230 આટકોટ (જસદણ) - રૂ.7,986 જેતપુર 1 - રૂ.13,20,270 નવાગામ (જસદણ) - રૂ.4,864 ફરેણી (ધોરાજી) - રૂ.49,200 પારડી (લોધીકા) - રૂ.5.28 લાખ પાળ (લોધીકા) - રૂ.10,85,780 ઢોલરા (લોધીકા) - રૂ.4,04,910 ઢોલરા (લોધીકા) - રૂ.6,14,100 રૈયા-4 (રાજકોટ પશ્ચિમ) - રૂ.33,12,270 પાળ (લોધીકા) - રૂ.27,29,010 પાળ (લોધીકા) - રૂ.27,29,010 ખોખડદળ (રાજકોટ) - રૂ.4,91,019 રાજકોટ (રાજકોટ દક્ષિણ) - રૂ.48,50,790 કુલ - રૂ.2,18,11,436
    Click here to Read More
    Previous Article
    મોદી બોલ્યા- પેપર લીક પર કેબિનેટ કડક નિર્ણય લેશે:સંસદમાં જલ્દી બિલ પાસ કરાવીશું; પીએમએ રાતે 12 વાગ્યે વીડિયો સંદેશ જારી કર્યો, પ્રધાનના રાજીનામાની માગ વચ્ચે શિક્ષણ સચિવ બદલાયા
    Next Article
    Trump Reports Over $1.4 Billion In Income From Crypto Ventures

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment