Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 18 અરજદારોના ફોર્મ રદ્દ:હાઇકોર્ટે પણ અરજી નકારી, એકના ઘરે શૌચાલય નહીં; બીજાને ત્રણ બાળકો તો ત્રીજાને 21 વર્ષ પૂર્ણ નહીં

    11 hours ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગરમાવો છે ત્યારે હાઇકોર્ટમાં થયેલી વિવિધ અરજીઓમાં ચૂંટણી લડવા ઇચ્છતા 18 અરજદારોની અરજીઓ રદ કરવામાં આવી છે. પંચાયત, મ્યુનિસિપાલ્ટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા માંગતા અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને તેમના ઉમેદવારી ફોર્મ રિટર્નિંગ ઓફિસરે રદ કર્યા હોવાથી તેમના મામલે યોગ્ય આદેશ કરી આપવાની દાદ માંગવામાં આવી હતી. તમામ રિટમાં ચુકાદા અનામત રાખ્યા હતા હાઇકોર્ટે તમામ અરજદારોની અરજીમાં ચુકાદો આપતાં અરજીઓ રદ કરી હતી. સાથે જ ચુકાદામાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ ચૂંટણીથી સંબંધિત મામલે ઇલેક્શન પિટિશન ઉપયુક્ત રેમેડી છે અને આ કેસમાં અરજદારો ચૂંટણી પૂર્ણ થયા બાદ ઇલેક્શન પિટિશન કરી શકે છે. હાઇકોર્ટના ચુકાદામાં નોંધેલી હકીકત મુજબ 16મી એપ્રિલના રોજ પ્રથમ પિટિશન અને ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય લોકો કે જેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા હતા તેમણે રિટ કરી હતી. આ તમામ રિટમાં ચુકાદા અનામત રાખ્યા હતા અને શુક્રવારે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની સામે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી આ કેસના અરજદારો પંચાયત, મ્યુનિસિપાલ્ટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવવામાં માંગતા હતા અને ચૂંટણી લડવાની તેમની તૈયારી હતી. તેથી, તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જોકે અરજદારોની બેઠકના સંબંધિત રિટર્નિંગ ઓફિસરે ઉમેદવારી ફોર્મની સ્ક્રુટિની કર્યા બાદ વિવિધ ગ્રાઉન્ડ્સ પર તેમના ફોર્મ રદ કર્યા હતા. તેથી તેમણે આ નિર્ણયની સામે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી અને તેમના ઉમેદવારી રદ કરવાના નિર્ણયને રદ કરવા અને તેમને ચૂંટણી લડવા દેવાની દાદ માંગવામાં આવી હતી. શૌચાલય કે પાયાની સુવિધા ન હોવાથી તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા ભાવનગર કોર્પોરેશનમાં ચૂંટણી લડવા માંગતી અરવિંદભાઇ ચતુરભાઇ પરમારનું ફોર્મ તેમના સોગંદનામામાં ક્રિમિનલ કેસોની વિસંગતતાના લીધે રદ કરાયું હતું. સુરત કોર્પોરેશનની ચૂંટણી લડવા ઇચ્છુક ભુપેન્દ્રકુમાર છગનલાલ પટેલની ઉમેદવારી રાષ્ટ્રીય પાર્ટીના મેન્ડેટના મુદ્દે રદ કરવામાં આવી હતી. એવી જ રીતે અન્ય ઉમેદવારોના પણ વિવિધ કારણોસર ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. હેમલતાબેન વાંસદિયાના રહેણાંકના સ્થળે શૌચાલય કે પાયાની સુવિધા ન હોવાથી તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. રીતલબેન ગદાદરની ઉંમર 21 વર્ષ પૂર્ણ ન થતી હોવાથી રિટર્નિંગ ઓફિસરે તેમનું ફોર્મ રદ કર્યું હતું. કલ્પનાબેન માલીને વર્ષ 2021માં બે સંતાનો હતા અને ત્યારબાદ ત્રીજા સંતાનનો જન્મ થતા બેથી વધુ સંતાનોના કાયદા હેઠળ તેમને ગેરલાયક ઠેરવાયા છે. સંતોકબેન મકવાણાને જાતિના દાખલામાં પરમાર અટક અને મેન્ડેટમાં મકવાણા અટક હોવાથી વિસંગતતાને કારણે તેમનું ફોર્મ રદ થયું છે. નીચેની વ્યક્તિઓના ઉમેદવારી ફોર્મ રદ થયા હતા
    Click here to Read More
    Previous Article
    સાઈ સુદર્શને ત્રીજી IPL સદી ફટકારી:ગુજરાતે બેંગલુરુને 206 રનનો ટાર્ગેટ આપ્યો; હેઝલવુડ-સુયશને એક-એક વિકેટ મળી
    Next Article
    झाड़ू से 'जुगाड़' तक: आम आदमी पार्टी की कहानी या एक लंबा राजनीतिक नाटक?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment