Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18 ઓક્ટોબરે ચૂંટણીલક્ષી કામગીરી સોંપાતાં શિક્ષક મંડળે વાંધો ઉઠાવ્યો:2000થી વધુ શિક્ષકો પરિવાર સાથે આઠમની ઉજવણી કરી શકે તે માટે તારીખ બદલવા ચૂંટણી અધિકારીને પત્ર

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર પાઠવીને 18 ઓક્ટોબરે આઠમના પર્વને દિવસે સોંપાયેલી ચૂંટણીલક્ષી કામગીરીની તારીખમાં ફેરફાર કરવા માગ કરાઈ છે. મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 2 હજારથી વધુ શિક્ષકોને બુથ લેવલ ઓફિસર (BLO) સહિતની વિવિધ ફરજો સોંપાઈ છે, પરંતુ આઠમના પાવન દિવસે કામગીરી હોવાથી શિક્ષકોમાં અસંતોષ વ્યાપ્યો છે. આઠમના પર્વનું સામાજિક અને ધાર્મિક મહત્વ મહાનગરપાલિકા શાળા બોર્ડના શિક્ષકોને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હેઠળ વિવિધ તારીખોએ મતદાન મથકો ખુલ્લા રાખી ચૂંટણી ફરજ બજાવવાના આદેશો અપાયા છે. આગામી 18 ઓક્ટોબરના રોજ પણ શિક્ષકોને ફરજ પર હાજર રહેવા જણાવાયું છે. પત્રમાં જણાવાયા મુજબ, 18 ઓક્ટોબરે આઠમનો તહેવાર હોવાથી શિક્ષકો અને તેમના પરિવારજનો માટે ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિએ આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે. શિક્ષકો પરિવાર સાથે ઉજવણી કરી શકે તે માટે ફેરફારની રજૂઆત તહેવારના દિવસે જ ચૂંટણી કામગીરી સોંપવામાં આવતાં શિક્ષક મંડળે સખત વાંધો ઉઠાવ્યો છે. 2 હજારથી વધુ શિક્ષકો અને તેમના પરિવારો તહેવારની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી શકે તે માટે શિક્ષક મંડળે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખીને શિક્ષકોની લાગણીઓને ધ્યાનમાં રાખી ચૂંટણી કામગીરીની તારીખમાં યોગ્ય ફેરફાર કરવા આગ્રહભરી રજૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    કદવાલ ગામે નવરાત્રીના બીજા દિવસે બાળાઓએ ગરબા રમ્યા:ધીમી ગતિએ શરૂઆત કરી, મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટ્યા
    Next Article
    ધનસુરાના કંજરી કંપામાં 80 વર્ષીય હીરાબાનું દેહદાન:મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરાયું, જાયન્ટ્સ મોડાસાની પ્રેરણાથી 13મું દેહદાન સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment