Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી બહેનો દ્વારા 18થી 20 માર્ચ સુધી કેન્દ્રો બંધ:પાટડી તાલુકામાં પડતર માંગણીઓ માટે આવેદનપત્ર અપાયું

    19 hours ago

    પાટડી તાલુકાની આંગણવાડી બહેનોએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને 18 થી 20 માર્ચ સુધી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવા બાબતે આવેદનપત્ર સુપરત કર્યું છે. આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો લાંબા સમયથી તેમના પ્રશ્નોના નિરાકરણની રાહ જોઈ રહી છે. તેમની મુખ્ય માંગણીઓમાં કેન્દ્ર સરકારે 2018 પછી અને ગુજરાત સરકારે 2022 પછી પગાર વધારો ન કર્યો હોવાથી લઘુતમ વેતન જેટલો અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબનો વેતન વધારો કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડિજિટલ કામગીરી માટે 2022માં આપેલા વચન મુજબ તાત્કાલિક નવા મોબાઈલ ફોન આપવાની પણ માંગણી છે. અન્ય માંગણીઓમાં નિવૃત્તિ વયમર્યાદા તમામ રાજ્યોની જેમ 60 વર્ષ કરવાની, એક વખત જિલ્લા, તાલુકા તથા વોર્ડ ફેરબદલી માટેની તક આપવાની, એવી ટી એપ્લિકેશન તથા એફઆરએસ તાકીદે બંધ કરવાની અને અન્ય એપ્લિકેશનનો કામનો બોજ ઓછો કરવાની વાત પણ સામેલ છે. ઉનાળામાં વેકેશન દરમિયાન બાળકો આવતા ન હોવાથી આંગણવાડી વર્કર અને હેલ્પરને પણ વેકેશન આપવાની માંગ કરાઈ છે. તમામ પ્રકારના બિલો, રજીસ્ટરના ખર્ચાઓ, ઉજવણીના ખર્ચાઓ તથા મકાન ભાડા સહિતના તમામ બિલો નિયમિત કરવાની પણ માંગણી છે. આંગણવાડી કાર્યકરો દ્વારા 10 માર્ચે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરાઈ હતી અને ત્યારબાદ પણ સરકાર સમક્ષ અનેક આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા છે, પરંતુ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. આંગણવાડી વર્કરો અને હેલ્પરો સરકારી કાર્યક્રમોમાં હંમેશા સહકાર આપતા રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક બેઠક યોજી તેમની માંગણીઓનો ઉકેલ લાવે. બંધારણ અને લોકશાહી ધોરણે મળેલા અધિકારો મુજબ, તેઓ 18 માર્ચથી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ ગણી કામથી અળગા રહેશે.
    Click here to Read More
    Previous Article
    મમતા ભવાનીપુરથી ચૂંટણી લડશે, અહીં ભાજપના ઉમેદવાર સુવેન્દુ:તૃણમૂલે તમામ 291 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી; મમતાએ કહ્યું - બંગાળ જીતશે, દિલ્હીનો લાડુ હારશે
    Next Article
    મિલકતવેરામાં વ્યાજ માફી યોજનાને સર્વાનુમતે બહાલી:નાગરિકોને 33 કરોડની વ્યાજ રાહતનો સીધો લાભ મળશે, ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં 5 દરખાસ્તને લીલી ઝંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment