Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના પાનવામાં જમીન કૌભાંડ:ખોટા વારસદારો ઊભા કરી 18 વીઘા જમીન રૂ.1.98 કરોડમાં વેચી દીધી; પ્રાંત અધિકારીએ જમીન મૂળ માલિકના નામે કરવા હુકમ કર્યો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાનવા ગામમાં 18 વીઘા ખેતીની જમીનના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. અપરણિત અને નિઃસંતાન અવસાન પામેલા મોડજીભાઈ ધનાભાઈની જમીન ખોટા વારસદારો ઊભા કરીને બારોબાર વેચી દેવામાં આવી હોવાની હકીકત સામે આવી છે. આ જમીન અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ઓડકી ગામનાં ચંપાબેન મોડજીભાઈ ઠાકોરે પોતાની વારસાઈ દર્શાવી મહેસાણા જિલ્લાના નાની કડીનાં નીતાબેન પ્રવીણભાઈ પટેલને રૂ. 1.98 કરોડમાં વેચી હોવાનો આક્ષેપ છે. મામલો સામે આવ્યા બાદ મહેસેસૂલી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાટડીના પ્રાંત અધિકારીએ વિવાદિત જમીન મૂળ માલિકના નામે કરવા હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ખોટી વારસાઈ નોંધ કરાવી 18 વીઘા જમીન વેચી મળતી વિગતો મુજબ, પાનવા ગામની સીમમાં આવેલી ખાતા નંબર 263 અને સર્વે નંબર 965ની હે. આરે. ચો.મી. 4-85-63 વિસ્તારની આશરે 18 વીઘા જમીન મૂળ મોડજીભાઈ ધનાભાઈના નામે હતી. તેમનું 22 જુલાઈ, 1984ના રોજ અપરણિત અને નિઃસંતાન અવસાન થયું હતું. જોકે, જમીનના દસ્તાવેજોની તપાસ દરમિયાન 7 જાન્યુઆરી, 2025ના રોજ વારસાઈ નોંધ નંબર 4922 દ્વારા ચંપાબેન મોડજીભાઈ ઠાકોરને મોડજીભાઈનાં પુત્રી તરીકે દર્શાવી વારસાઈ કરાવવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી. આ માટે ખોટું સોગંદનામું અને ખોટું પેઢીનામું રજૂ કરીને જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ચંપાબેને 23 એપ્રિલ, 2025ના રોજ નોંધ નંબર 4959 મારફતે નીતાબેન પ્રવીણભાઈ પટેલને પ્રતિ વીઘા રૂ. 11 લાખના ભાવે કુલ રૂ. 1.98 કરોડમાં જમીન વેચી દીધી હતી. પરિવારજનોએ રજૂ કર્યા પુરાવા, મહેસૂલી કાર્યવાહીથી કૌભાંડનો પર્દાફાશ જમીનના મૂળ માલિકના પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેમણે પ્રથમ દસાડા પોલીસ મથકમાં લેખિત અરજી કરી હતી. જોકે, ત્યાંથી કોઈ નિરાકરણ ન આવતાં 27 નવેમ્બર, 2025ના રોજ દસાડા તાલુકાના નાયબ કલેક્ટરની કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. મૃતકના પરિવારજન ચંદુભાઈ ધારશીભાઈ પાનવેચાએ મોડજીભાઈનું મરણ પ્રમાણપત્ર અને વારસદારોની વિગતો સહિતના પુરાવા રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોના આધારે ખોટી વારસાઈ અને પેઢીનામા અંગેનો વિવાદ સામે આવ્યો હતો. વારસાઈ અને વેચાણની નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય રદ રજૂ કરાયેલા પુરાવાઓ અને કેસની વિગતોને ધ્યાનમાં લઈને નાયબ કલેક્ટરે 7 જાન્યુઆરી, 2025ની વારસાઈ નોંધ નંબર 4922 તથા જમીનના વેચાણ સંબંધિત નોંધ નંબર 4959ને પ્રમાણિત કરવાના રેવન્યુ સર્કલ ઓફિસરના નિર્ણયને રદ કરવાનો હુકમ કર્યો હતો. આ કાર્યવાહીથી જમીનના કથિત ગેરકાયદે હસ્તાંતરણ સામે મહેસૂલી સ્તરે કાર્યવાહી થઈ છે. જમીન મૂળ માલિકના નામે કરવા અંગે પણ હુકમ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ખોટા દસ્તાવેજોના આધારે જમીન હડપ કરવા અને વેચાણ કરવાના આક્ષેપો સામે આવ્યા છે. જોકે, ફોજદારી જવાબદારી અંગેની હકીકત પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    પાંચમા નોરતે ગરબે ઘૂમવા ખેલૈયાઓ આતુર:વડોદરામાં ગુજરાતી ફિલ્મ એક્ટર મિત્ર ગઢવી ગરબે ઘૂમ્યા
    Next Article
    મોરબીમાં 20 ઓક્ટોબરે રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ:ધર્મરક્ષા સમિતિ દ્વારા આયોજન, નગરજનોને સપરિવાર હાજર રહેવા આમંત્રણ અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment