Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસના એમ.ટી. વિભાગમાં ભીષણ આગ:18થી વધુ જપ્ત કરેલા વાહનોમાં રહસ્યમય આગ,15 બાઈક, 2 રિક્ષા અને કાર સહિતનો મુદ્દામાલ ખાખ

    15 hours ago

    ​જૂનાગઢ શહેરના પોલીસ વિભાગ હેઠળ આવતા એમટી સેક્શનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા અને મુદ્દામાલ તરીકે રખાયેલા વાહનોના જથ્થામાં આ આગ લાગી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને અનેક લોકોએ આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ​18થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા આગની આ ઘટનામાં અંદાજે 18થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, આગમાં બે રિક્ષા, એક ફોરવીલ કાર અને 15 થી વધુ બાઈક સંપૂર્ણપણે બળી ગયા છે. આ તમામ વાહનો પોલીસ દ્વારા વિવિધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત જપ્ત કરીને એમટી વિભાગના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે જ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ​આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી જૂનાગઢ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત 15,000 લિટર જેટલા પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ફાયર ફાઈટરો પહોંચે તે પહેલા જ મોટાભાગના વાહનો આગની ઝપેટમાં આવી ચૂક્યા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટને કારણે કે અન્ય કોઈ કારણસર આગ લાગી છે તે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે FSLની મદદ લીધી ​આ ગંભીર બનાવ અંગે જૂનાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. દેસાઈએ જણાવ્યું હતું કે, એમટી વિભાગમાં રાખવામાં આવેલા મુદ્દામાલના વાહનોમાં આગ લાગવાની જાણ થતા જ પોલીસ કાફલો પહોંચી ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ 18 થી વધુ નાના-મોટા વાહનોને નુકસાન થયું છે. આ મામલે જૂનાગઢ પોલીસે હાલ 'જાણવા જોગ' ફરિયાદ દાખલ કરી છે. આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે FSLની મદદ લેવાય એવી પણ શક્યતા છે અને પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ 37 બોલમાં 103 રન બનાવીને આઉટ:IPLમાં પોતાની બીજી સદી, 12 સિક્સર ફટકારી; હૈદરાબાદ સામે રાજસ્થાનનો સ્કોર-170/3
    Next Article
    Kodagu ‘rape’: Karnataka faces challenge of regulating thousands of homestays

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment