Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજ્જુ લવ ગુરુનું અકસ્માતમાં મોત, અંતિમ યાત્રામાં પરિવારનું હૈયાફાટ રુદન:કોમેડી સ્ટાર ચંદન રાઠોડના ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર, મોતના 2 કલાક પહેલાં બનાવ્યો હતો વીડિયો

    11 hours ago

    વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી કોમેડીથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. ભાભરની હરિધામ ગૌશાળા નજીક બાઇકને અકસ્માત નડતાં ચંદન રાઠોડનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં તેમના ચાહકો અને પરિચિતો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. કોમેડિયનના આકસ્મિક મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર્સ છે. ત્યારે ઢળતી સાંજે ચંદનની અંતિમયાત્રા નીકળી હતી. ગામના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાયા હતા. અકસ્માતમાં મોતના સમાચાર મળતાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ભાભર હોસ્પિટલ દોડી ગયા હતા અને દુઃખની ઘડીમાં પરિવાર અને સ્વજનો સાથે રહ્યા હતા. અંતિમયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ આકસ્મિક મોતના સમાચાર બાદ ચંદન રાઠોડના મૃતદેહને તેમના વતન સુઈગામ ખાતે ઘરે લાવવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે આસપાસના ગામો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ યોજાયેલી અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ‘ગુજ્જુ લવ ગુરૂ’ને અંતિમ વિદાય આપતી વેળાએ સમગ્ર સુઈગામ ગમગીન બન્યું હતું ચંદનના પરિવારમાં બે સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે. પરિવારમાં એક ભાઈ અને ત્રણ બહેનો છે. ચંદનના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગ્રાફિક્સમાં જુઓ ક્યાં અકસ્માત સર્જાયો ગેનીબેને યુવાવર્ગને ચંદન રાઠોડના વીડિયોની વાત કરી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, પંથક માટે ખૂબ દુઃખદ ઘટના છે. સુઈગામના વતની ચંદનભાઈ અને 'ગુજ્જુ લવ ગુરૂ' નામથી કોમેડિયન તરીકે આ વિસ્તારના તમામ લોકોના દિલમાં એમનું સ્થાન હતું. એમનું એક્સિડન્ટથી મૃત્યુ થયું છે ત્યારે અહીંયા મોટી સંખ્યામાં એમને ચાહવાવાળો વર્ગ ખૂબ ઊંડી ચિંતાઓમાં છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે તેમના આત્માને ભગવાન શાંતિ આપે અને એના પરિવારજનો છે એમને પણ દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે. આ યુવા પેઢીને આના માધ્યમથી એટલો જ મેસેજ કે એણે 4 કલાક પહેલાં વીડિયો બનાવ્યો છે કે જિંદગીનો કોઈ જ કેમ કે ગેરંટી નથી. આવો વીડિયો એણે છેલ્લી ઘડીએ બનાવ્યો છે ત્યારે એ આપણી વચ્ચે નથી રહ્યો. અને જ્યારે પણ જ્યાં જરૂર પડે ત્યાં પરિવારને જે પણ નાની મોટી જરૂર હોય કે પરિવારની સાથે અમારી સંવેદના એમની સાથે છે. અને આ આવી ઘટનાઓ ટાળવા માટે કરીને જનજાગૃતિ થાય અને જે યુવાવર્ગ જે બાઇકોમાં કાયમની દુનિયાની અંદર લૂંટાઈ જતું હોતું નથી, પણ શાંતિથી બાઇક ચલાવી અને પોતાની જિંદગી સુરક્ષિત રાખે અને હેલ્મેટનો ઉપયોગ શક્ય હોય એટલી વાર વધારે કરે. ગુરુ ગુમાવ્યાંનું દુઃખ- ક્રિએટર સોશિયલ મીડિયા ક્રિએટર પ્રકાશ કટાવે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજે કોમેડી સ્ટાર ગુજ્જુ લવ ગુરૂનું અચાનક અવસાન થયું છે. અમારા માટે આ અત્યંત દુઃખદ ઘટના છે. દુનિયા માટે તેઓ ચંદન રાઠોડ હશે, પરંતુ અમારા માટે તેઓ ગુરુ હતા. બનાસકાંઠામાં અનેક લોકોને સોશિયલ મીડિયા પર આગળ લાવવામાં ગુજ્જુ લવ ગુરૂનો મોટો ફાળો રહ્યો છે. દરેક ક્રિએટરને તેમણે મદદ અને પ્રોત્સાહન આપ્યું હતું. આજે બનાસકાંઠાએ સોશિયલ મીડિયાનો એક સિતારો ગુમાવ્યો છે. ગુજ્જુ લવ ગુરૂ હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો હંમેશા અમારી સાથે રહેશે. સુઈગામના માજી સરપંચ વિહાજી રાજપૂતે જણાવ્યું કે, સુઈગામ તાલુકા અને ગામ માટે આ અત્યંત દુઃખદ ઘટના છે. ચંદન રાઠોડના અકસ્માતમાં અવસાનના સમાચાર મળતા જ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ચંદન ભાઈ ખૂબ નાની ઉંમરના અને મિલનસાર સ્વભાવના હતા. સુઈગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ તેઓ પોતાની આગવી ઓળખ ધરાવતા હતા. તેમના નિધનથી પરિવારજનો, સગા-સંબંધીઓ અને સમગ્ર ગામમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ છે. સામાન્ય પરિવારમાંથી સોશિયલ મીડિયા સુધીની સફર સુઈગામના સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની આગવી પ્રતિભાના જોરે સોશિયલ મીડિયા પર અલગ ઓળખ ઉભી કરી હતી. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી તેમણે ગુજરાતી કોમેડી વીડિયો બનાવતા અને લોકોને હસાવતા હતા. ગ્રામ્ય વિસ્તારની વાવ-થરાદ અને બનાસકાંઠા પંથકની લોકબોલી તથા સ્થાનિક ભાષાશૈલી તેમની કોમેડીની ખાસિયત બની હતી. તેમની દેશી અને સરળ કોમેડી લોકોને ખૂબ પસંદ પડતી હતી. હાસ્યની સાથે તેઓ સમાજને સાચી દિશા આપતા અને વર્તમાન હકીકતોને લોકો સુધી પહોંચાડતા સંદેશસભર વીડિયો પણ બનાવતા હતા. જેના કારણે તેમની લોકપ્રિયતા માત્ર વાવ-થરાદ કે ઉત્તર ગુજરાત પૂરતી સીમિત ન રહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ચાહકો બન્યા હતા. 1.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર ખાસ્સી લોકપ્રિયતા ધરાવતા હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના 1.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ હોવાનું સામે આવ્યું છે. તેમના કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા અને યુવાનોમાં તેઓ ખાસ લોકપ્રિય હતા. ચંદન રાઠોડે સોશિયલ મીડિયા ઉપરાંત ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી હતી. કોમેડી ક્ષેત્રે તેમણે વાવ-થરાદના ગ્રામ્ય પંથકમાંથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી રાજ્યભરમાં નામના મેળવી હતી. અચાનક મોતથી ચાહકોમાં શોક ભાભર નજીક અકસ્માતમાં ચંદન રાઠોડના મોતના સમાચાર સામે આવતા તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. એક સામાન્ય પરિવારમાંથી પોતાની મહેનત અને પ્રતિભાના જોરે કોમેડીના ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવનાર ચંદન રાઠોડનું અચાનક નિધન પરિવાર, ચાહકો અને સમગ્ર પંથક માટે આઘાતજનક બન્યું છે. પરિવારે હજુ સુધી ફરિયાદ આપી નથી ભાભરમાં બાઈક પરથી પડી જતાં ચંદન રાઠોડનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભાભર PSI એચ.એલ. જોશીના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આ રોડ અકસ્માત હોવાનું સામે આવ્યું છે. બાઈક સ્લિપ થવાથી અથવા રસ્તા વચ્ચે ગાય આવી જતાં બાઈક પલટી ખાઈ હોવાની શક્યતા છે, જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ નથી. ઘટનાસ્થળે સીસીટીવી કે પ્રત્યક્ષદર્શી ન હોવાથી અકસ્માત કેવી રીતે થયો તે અંગે ચોક્કસ માહિતી મળી નથી. અન્ય કોઈ વાહન અથડાયું હોવાના પણ હાલ કોઈ સ્પષ્ટ સંકેત નથી. મૃતકનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું હતું અને તેમાં રોડ અકસ્માત હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે. બીજી તરફ, મૃતકના પરિવારજનોએ હાલ પોલીસ ફરિયાદ આપી નથી અને અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ ફરિયાદ આપી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Anita Dinesh Bisnoi: Live Video में ज़हर, Kadpe Ho Gaye Chhote Trolling से परेशानी का सच |Social List
    Next Article
    મહીસાગર SP સફીન હસને લુણાવાડામાં ગણેશ પંડાલની મુલાકાત લીધી:ગણેશજીની પૂજા અને આરતીમાં જોડાયા, ટાઉન PI-PSI સહિત પોલીસ જવાનો પણ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment