Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવાર કામ અર્થે બહાર ગયો'ને તસ્કરો ત્રાટક્યા:વારસિયાના બંધ મકાનમાંથી રૂ. 1.78 લાખના દાગીના અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી

    3 days ago

    વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં પરિવારજનો મજૂરી કામ અર્થે તેમજ સારવાર માટે બહાર ગયા હોવાથી બંધ રહેલા મકાનનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ તાળું તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર મજૂરીકામ માટે બહાર ગયાને પાછળથી તસ્કરો ત્રાટક્યા પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદ મજૂરી કામ અર્થે સવારે બહાર ગયા હતા અને તેમનો પુત્ર કેટરીંગના કામકાજ માટે લોજ પર ગયો હતો. પરિવારના તમામ સભ્યો બહાર હોવાથી મકાનને તાળું મારેલું હતું, જેનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું. કામ પૂર્ણ કરી સવારે અગિયારેક વાગ્યાની આસપાસ પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ઘરમાં અંદર જઈને જોતાં તિજોરી રૂમમાં મૂકેલી લોખંડની તિજોરીનું લોક પણ તૂટેલી હાલતમાં હતું અને ઘરનો તમામ સામાન વેરવિખેર પડેલો હતો, જેથી મકાનમાં ચોરી થઈ હોવાની પરિવારને જાણ થઈ હતી. રૂ. 1.78 લાખના મુદ્દામાલની ચોરી તસ્કરો તિજોરીમાંથી ચાંદીનો કંદોરો, ચાંદીના કડા, પગ અને હાથની વિંછીઓ, ચાંદીની કડલી, સાંકળી, કંદી તેમજ ૩ જોડ બંગડીઓ સહિત સોનાના કાનના પેંડલ તથા નાકની ૩ ચુનીઓની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તિજોરીમાં રાખેલી આશરે રૂ.69,000 ની રોકડ મળી કુલ 1.78 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી, ઘટનાસ્થળની તપાસ હાથ ધરીને તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ બોલ્યા- સરકાર બેકફૂટ પર, આપણે આક્રમક રહેવું જોઈએ:એકતા આપણી પાર્ટીની તાકાત છે, TMCને જુઓ કેવી રીતે વિખેરાઈ ગઈ
    Next Article
    જન્માષ્ટમી પૂર્વે પોરબંદરમાં ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરાયું:રેસ્ટોરન્ટ અને પાર્સલ પોઈન્ટમાંથી 14 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment