Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 1776 બોટલ દારૂ સાથે રાજકોટનો શખ્સ પકડાયો:જૂના ઘૂટું રોડ પરથી કારમાંથી દારૂ ઝડપાયો, બેની શોધખોળ

    16 hours ago

    મોરબી તાલુકા પોલીસે જૂના ઘૂટું રોડ પરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી 1776 બોટલ વિદેશી દારૂ, બે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 11.78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી રાજકોટના તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયાની ધરપકડ કરવામાં આવી છે. દારૂ મંગાવનાર અને આપનાર સહિત અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. તાલુકા પોલીસને હળવદ બાજુથી દારૂનો જથ્થો ભરીને એક કાર મોરબી તરફ આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે જૂના ઘૂટું રોડ પર જૂના સ્મશાન પાસે આડસ ઊભી કરીને વોચ ગોઠવી હતી. બાતમી મુજબની GJ 3 MB 5847 નંબરની કાર ત્યાંથી પસાર થતાં તેને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા સીટ અને ડેકીમાંથી કુલ 1776 નંગ દારૂની નાની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 6,13,200 નો દારૂ, રૂ. 65,000 ના બે મોબાઈલ ફોન અને રૂ. 5 લાખની કિંમતની કાર સહિત કુલ રૂ. 11,78,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારચાલક રાજકોટ, ન્યુ સાગર સોસાયટી, શેરી નં-8, કોઠારીયા મેઇન રોડ પર રહેતા તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયાની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં દારૂ મંગાવનાર તરીકે રાજકોટ, કોઠારીયા રિંગ રોડ, ગાંધી સોસાયટી, શેરી નં-2 માં રહેતા સિરાજભાઈ રજાકભાઈ લીંગડીયાનું નામ સામે આવ્યું છે. જ્યારે દારૂ આપનાર અજાણ્યો શખ્સ હોવાનું જાણવા મળ્યું છે. મોરબી તાલુકા પોલીસે કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર થયેલા અન્ય બે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ પીએસઆઇ સી.એસ. સોંદરવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારી મનપા ચૂંટણી: ભાજપના 52 ઉમેદવારોએ લીધા 'જન સેવા સંકલ્પ':નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં, કાર્યકરોને જીત માટે હાકલ
    Next Article
    Gujarat Local Body Election 2026 | જનસેવા સંકલ્પ સાથે ભાજપના પ્રચારનો પ્રારંભ | Rajkot News| News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment