Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોટા દસ્તાવેજો પધરાવીને 17.71 લાખની ઠગાઈ કરી:અમેરિકાની કથિત બેંકમાંથી 4 કરોડ રૂપિયાની લોન અપાવવાના બહાને સ્ટીલ વેપારી સાથે છેતરપિંડી

    8 hours ago

    વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા સ્ટીલના વેપારી સાથે અમેરિકાની કથિત બેંકમાંથી રૂ.4 કરોડની બિઝનેસ લોન અપાવવાનું લાલચ આપી 17.71 લાખ રૂપિયા પડાવી લીધા છે. આરોપીએ લોન મંજૂર કરાવવાના નામે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ તરીકે મોટી રકમ વસૂલ્યા બાદ ખોટા દસ્તાવેજો આપી દીધા હતા. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અમેરિકાની બેંકમાથી લોન આપવાના બહાને વેપારી સાથે 17.71 લાખની ઠગાઈ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સ્ટીલનો વ્યવસાય કરતા આદિત્ય નિતીનભાઈ પારેખને ધંધાના વિસ્તરણ માટે મૂડીની જરૂર હતી. ડિસેમ્બર-2022 દરમિયાન તેમની મુલાકાત માંજલપુરના રહેવાસી રાકેશકુમાર જગદીશચંદ્ર ઠાકોર સાથે થઈ હતી. અગાઉ પણ આરોપીએ લોનની વ્યવસ્થા કરાવી આપી હોવાથી તેના પર વિશ્વાસ મૂક્યો હતો. આરોપીએ અમેરિકાની એસ.ડી.ટી.બી. બેંક ટેક્સાસમાંથી 6થી 8 મહિનામાં 4 કરોડ રૂપિયાની બિઝનેસ લોન મંજૂર કરાવી આપવાનું વચન આપ્યું હતું. વેપારીએ ઓનલાઈન તપાસ કરતાં આવી કોઈ બેંક જ ના હોવાનું ખુલ્યું ત્યારબાદ જરૂરી દસ્તાવેજો મેળવી પ્રોસેસિંગ ફી અને ફ્રન્ટ ફીના નામે 17.71 લાખ રૂપિયા વસૂલ્યા હતા. ઠગો દ્વારા વેપારી સાથે એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી કરોડો રૂપિયાના પોસ્ટ-ડેટેડ ચેક પણ લેવામાં આવ્યા હતા, જોકે નક્કી કરેલા સમયગાળા બાદ પણ લોન મંજૂર ન થતાં વેપારીએ તપાસ શરૂ કરી હતી. આરોપી પાસે બેંકના પુરાવા માંગતાં તેણે ઇ-મેઇલ મારફતે એસ.ડી.ટી.બી. સ્વિસ ડિજિટલ ટ્રસ્ટ બેંકના નામે દસ્તાવેજો મોકલ્યા હતા. વેપારીએ ઓનલાઈન તપાસ કરતાં આવી કોઈ બેંક અસ્તિત્વમાં જ ન હોવાનું જાણવા મળ્યું હતું. બંને ચેક બેંકમાં ડિપોઝિટ કરતાં બાઉન્સ થયા બાદમાં આરોપીએ રૂપિયા પરત આપવાના બહાને 17.71 લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતા, પરંતુ બંને ચેક બેંકમાં ડિપોઝિટ કરતાં બાઉન્સ થયા હતા. જેના કારણે વેપારીએ અગાઉ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-138 હેઠળ કોર્ટમાં કાર્યવાહી શરૂ કરી હતી. આરોપીએ ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે રૂપિયા પડાવી લીધા હતા. જેથી પોલીસે છેતરપિંડી ફરિયાદ નોંધી વધુ આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    6 સગીર બાળકોનું ગોધરા રેલવે સ્ટેશને રેસ્ક્યૂ કરાયું:દરભંગાથી અમદાવાદ જતી અંત્યોદય એક્સપ્રેસમાં બાળમજૂરી માટે લવાયા, ટ્રેનમાં ચેકિંગ કરી છોડાવાયા
    Next Article
    संघ के कंट्रोल के ख़िलाफ़ संतों का विरोध तेज़, अब धार्मिक जनाधार खोने की चिंता में बीजेपी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment