Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીક્ષા ગેંગે નિવૃત્ત શિક્ષકના રૂ.17.40 લાખ ચોરી લીધા:મુસાફરના સ્વાંગમાં બેસેલા શખ્સે દંપતીની નજર ચૂકવી પર્સમાંથી સોનાના દાગીના, રોકડ સેરવી લીધી

    1 day ago

    રાજકોટમાં રીક્ષા ગેંગનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે. 28 ઓક્ટોબરના જુનાગઢથી રાજકોટ પોતાના પુત્રને ત્યાં આવતા વૃદ્ધ દંપતી ગોંડલ ચોકડી પાસે બસમાંથી ઉતર્યા હતા અને ત્યાંથી પુષ્કરધામ જવા માટે રિક્ષામાં બેઠા હતા જોકે આ દરમિયાન તેમની બાજુમાં પેસેન્જરના સ્વાંગમાં બેસેલા શખ્સે દંપતીની નજર ચૂકવી પર્સમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ.17.40 લાખ ચોરી લીધા હતા. જે મામલે યુનિવર્સિટી પોલીસની સ્થાપના ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. નિવૃત્ત શિક્ષક અને તેના પત્ની જૂનાગઢ ઘર બંધ કરી રાજકોટ પોતાના દીકરા સાથે રહેવા માટે આવી રહ્યા હતા. જે દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગોંડલ ચોકડીથી પુષ્કરધામ જવા ₹120માં રિક્ષા ભાડે કરી પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના ટીંબાવાડી રોડ પર રહેતા અને હાલ નિવૃત્ત જીવન વિતાવતા 70 વર્ષીય માલદેભાઈ રામભાઈ રાવલીયા ગઇકાલે તા.28 ઓક્ટોબરના રોજ બપોરના 4.30 વાગ્યાની આસપાસ પોતાના પત્ની રેખાબેન સાથે રાજકોટ ખાતે રહેતા પુત્ર રવિભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા.જૂનાગઢ બસ સ્ટેશનથી એસ.ટી. બસ મારફતે તેઓ સાંજના 7.15 વાગ્યાની આસપાસ રાજકોટમાં ગોંડલ ચોકડી બસ સ્ટોપ પર ઉતર્યા હતા ત્યાંથી તેઓએ પુષ્કરધામ મેઈન રોડ પર આવેલી પ્રદ્યુમન રોયલ હાઈટ્સ ખાતે જવા માટે રૂ.120 ના ભાડાથી એક ઓટો રિક્ષા ભાડે કરી હતી. પોતાની બેગ આડી રાખી થેલામાંથી 164 ગ્રામ સોનું અને રોકડ સેરવી લીધા રિક્ષા ઉપડ્યા બાદ થોડે આગળ જઈને રિક્ષાચાલકે એક અજાણ્યા પેસેન્જરને બેસાડ્યો હતો. આ અજાણ્યો શખ્સ સીધો જ માલદેભાઈની બાજુમાં બેઠો હતો અને તેણે પોતાની બેગ માલદેભાઈના કોફી કલરના થેલા ઉપર મૂકી હતી. આ થેલાની અંદર એક કાળા કલરનું લેડીઝ પર્સ હતું, જેમાં રોકડા રૂ.15 હજાર તથા અંદાજે 164.25 ગ્રામ વજનના સોનાના દાગીના (મંગળસૂત્ર, બુટિયા, ચેન અને વીંટીઓ) ભરેલા હતા. જે મુસાફરના સ્વાંગમાં બેસેલા શખ્સે સેરવી લીધા હતા. ઘરે પહોંચી પર્સ તપાસતાં માત્ર એક બુટિયું જ મળ્યું દંપતી પુત્રના ઘરે પહોંચીને સામાન ગોઠવતી વખતે પર્સ તપાસતા તેમાંથી માત્ર એક જ સવા ગ્રામનું સોનાનું બુટિયું સિવાય બાકીનું તમામ સોનું ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી નિવૃત્ત શિક્ષક દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં સોનાના બે મંગળસૂત્ર, 4 જોડી સોનાના બુટીયા, સોનાનો ચેન, સોનાની ચાર વીંટીઓ મળી રૂ.17,40,375 ની ચોરી કરી લીધી હતી. ઘટના અંગે પુત્ર રવિભાઈ અને પુત્રવધુ પ્રતીક્ષાબેનની હાજરીમાં તાત્કાલિક પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ભોગ બનનાર નિવૃત્ત શિક્ષકના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ રિક્ષા કાળા કલરના વૂડ અને પીળા-લીલા રંગની હતી તેમજ તેના ફ્રન્ટ ગ્લાસ પર લગભગ 'સિકોતર માં' લખેલું હતું. જોકે તેમને રિક્ષાનો નંબર ખ્યાલ નથી. પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા અને આરોપીને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માળિયામાંથી વસ્તુ ઉતારતા પટકાતા યુવાનનું મોત:રાજકોટના નાનામવા રોડ પર એક્ટિવાની ડેકી તોડી 2 લાખની ચોરી, સ્ક્રેપના કારખાનામાં આગમાં દાઝેલા યુવકનું સારવારમાં મોત
    Next Article
    રસ્તાનાં કામો ઝડપી બનશે:સેન્ટ્રલ ઝોનમાં 45.76 કરોડના ખર્ચે નવા ડામર રોડ બનાવવા ટેન્ડર જાહેર, નવો રીંગ રોડ ફોરટ્રેક બનાવવા કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment